• Home
  • News
  • એમેઝોનના સીઈઓ જેફ બેજોસની ગર્લફ્રેન્ડના ભાઈએ બેજોસ સામે માનહાનિનો કેસ કર્યો
post

બેજોસની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજના ભાઈ માઈકલ પર બેજોસની અંગત તસવીરો લીક કરવાનો આરોપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-04 11:36:10

સૈન ફ્રાન્સિસ્કોએમેઝોનના ફાઉન્ડર-સીઈઓ જેફ બેજોસની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજના ભાઈ માઈકલ સાંચેજે બેજોસ વિરુદ્ધ માનહાનિ કેસ કર્યો છે. બેજોસે આરોપ લગાવ્યો હતો કે, લોરેન સાથેની તેની અંગત તસવીરો અને મેસેજ માઈકલે લીક કર્યા છે. માઈકલે આરોપ ખોટો ગણાવ્યો છે. માઈકલે કહ્યું છે કે, આરોપોના કારણે તેની બદનામી થઈ છે. તેના ઘરે એફબીઆઈના દરોડા પણ પડ્યા. તેના કારણે પાડોશી સામે પણ તેની છબિ ખરાબ થઈ છે. અમેરિકન મેગેઝીન નેશનલ એન્ક્વાયરરે ગયા વર્ષે જાન્યુઆરીમાં બેજોસ અને લોરેનની તસવીરો સાથે તેમના અફેરનો ખુલાસો કર્યો હતો.

માઈકલને તસવીરો અને મેસેજ લીક કરવાના કારણે 1.5 કરોડ મળ્યા: રિપોર્ટ
માઈકલે કહ્યું જ્યારે બેજોસ અને લોરેનની તસવીરો લીક થઈ ત્યારે તે એક જવાબદાર ભાઈ અને મેનેજરની ભૂમિકા નીભાવી રહ્યો હતો. લીક કેસમાં તેની કોઈ ભૂમિકા નથી. જ્યારે ગયા સપ્તાહે અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા એવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે કે, માઈકલને નેશનલ એન્ક્વાયરથી 2 લાખ કરોડ મળ્યા હતા. સરકારી વકીલો પાસે વાતના પુરાવા છે લોરોને તેના ભાઈને મેસેજ અને તસવીરો આપી હતી. માઈકલે તે મેસેજ ન્યૂઝ પેપરને વેચી દીધા.

બેજોસનો ફોન હેક થવામાં સાઉદી અરબનો હાથ હોવાની પણ શક્યતા
લોરેને બેજોસ સામેનો કેસ પાયા વિહોણો ગણાવ્યો છે. બેજોસેના ફોટો લીક કેસના બે સપ્તાહ પહેલાં એક વળાંક ત્યારે આવ્યો જ્યારે બ્રિટનના ન્યૂઝ પેપર ધી ગાર્ડિયને રિપોર્ટ આપ્યો કે, બેજોસનો ફોન હેક કરવામાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો હાથ હોઈ શકે છે. જોકે સાઉદી અરબે વાતનો ઈન્કાર કર્યો છે.

બેજોસે નેશનલ એન્ક્વાયરર પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો
દુનિયાના સૌથી અમિર જેફ બેજોસે પૂર્વ પત્ની મેંકેજી સાથે ગયા વર્ષે ડિવોર્સ લીધા છે. નેશનલ એનક્વાયરરે કહ્યું હતું કે, લોરેન સાથે રિલેશનશિપમાં હોવાના કારણે બેજોસે ડિવોર્સનો નિર્ણય લીધો છે. ત્યારપછી બેજોસે નેશનલ એનક્વાયરર પર બ્લેકમેલ અને શોષણનો આરોપ લગાવ્યો હતો.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post