• Home
  • News
  • ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, ટ્રમ્પને ટક્કર આપશે
post

તેઓ મેરીલેન્ડ, ઈન્ડિયાના, રહોડે આઈલેન્ડ, ન્યૂ મેક્સિકો, મોટાનો અને દક્ષિણ ડકોટામાં ચૂંટણી જીત્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 12:25:22

અમેરિકાના ભૂતપૂવ્ર ઉપરાષ્ટ્રપતિ જો બિડેનને  ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા છે. હવે ટ્રમ્પ સામે તેની સીધી ટક્કર થશે.

શુક્રવારે એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટીના પ્રભાવશાળી ઉમેદવારો સાથે નામાંકન માટે સ્પર્ધા કરવી મારા માટે સન્માનની વાત છે. મને એ વાત કહેતા ગર્વ થાય છે કે અમે રાષ્ટ્રપતિની ચૂંટણી એક થઈને લડવા જઈ રહ્યા છીએ.

બિડને સાત રાજ્યોમાં પ્રાયમરી જીત મેળવી છે. તેમને મંગળવારે થયેલી ચૂંટણીમાં સૌથી વધારે પ્રતિનિધિ પેન્સિલવેનિયામાં મળ્યા. તેઓ મેરીલેન્ડ, ઈન્ડિયાના, રહોડે આઈલેન્ડ, ન્યૂ મેક્સિકો, મોટાનો અને દક્ષિણ ડકોટામાં ચૂંટણી જીત્યા છે.

2020માં ઘણી પ્રાયમરી ચૂંટણી કોરોના મહામારીના લીધી મોડી થઈ હતી. 17 માર્ચ અને 7 એપ્રિલ વચ્ચે કોઈ  પ્રાયમરી ચૂંટણી યોજાય ન હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post