• Home
  • News
  • જો બાઈડેનના પ્રેસિડન્ટ બનવાથી અમેરિકા અને ભારતના સંબંધો મજબૂત બનશે, જાણો કેમ?
post

બાઇડેન સાથે ભારતીય મૂળની કમલા હેરિસ પહેલી મહિલા વાઇસ પ્રેસિડન્ટ બનવાની છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 08:47:33

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ નથી રહ્યા. તેમની જગ્યાએ ડેમોક્રેટ જો બાઈડેન લેશે. તેઓ પણ ભારત માટે નવા નથી. રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતની તરફેણ કરતાં આપણે તેમને ઘણા પ્લેટફોર્મ પર જોયા છે.

જો બાઈડન જ હતા, જેમને અમેરિકાની તરફથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ભારતના કાયમી સભ્યપદને અધિકૃત સમર્થન કર્યું હતું. જે ગતિથી ઓબામા પ્રશાસને ભારત સાથેના સંબંધો આગળ વધાર્યા હતા, તે જ ગતિથી ટ્રમ્પે પણ ભારત સાથેના સંબંધો આગળ વધાર્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, 2000 બાદથી અમેરિકાના ભારત પ્રત્યેના વલણમાં બહુ પરિવર્તન આવ્યું નથી. પછી ભલે તે અમેરિકામાં રિપબ્લિકન રાષ્ટ્રપતિ હોય કે ડેમોક્રેટ. ક્લિંટનથી શરૂ કરીને જ્યોર્જ બુશ બાદ ઓબામા અને ટ્રમ્પે પણ સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. બાઈડનની ચીન અંગે વિચારસરણી થોડી અલગ છે અને તે ભારતના સંબંધોને અસર કરી શકે છે.

બાઈડેનનું અત્યાર સુધી ભારત માટે કેવું વલણ રહ્યું છે?
બરાક ઓબામા પ્રશાસનમાં વાઈસ-પ્રેસિડન્ટ બન્યા ત્યારથી બાઈડેન ભારતની સાથે મજબૂત સંબંધોની હિમાયત કરી રહ્યા છે. સેનેટની ફોરેન રિલેશન્સ કમિટીના ચેરમેન અને ત્યારબાદ વાઈસ-પ્રેસિડન્ટ હતા તે દરમિયાન તેમને ભારતની સાથે મજબૂત સ્ટ્રેટેજિક ભાગીદારી વધારવાની વાત કરી છે.

2006માં બાઈડેને કહ્યું હતું કે, 2020ના મારા સપનાની દુનિયામાં અમેરિકા અને ભારત સૌથી નજીકના દેશો છે. 2008માં જ્યારે ભારત-અમેરિકા ન્યૂક્લિયર ડીલ પર સેનેટર ઓબામા સંકોચ અનુભવતા હતા, ત્યારે બાઈડેને જ અમેરિકાના સંસદ (કોંગ્રેસ)માં રિપબ્લિકન અને ડેમોક્રેટ્સને તેના માટે રાજી કર્યા હતા. બાઈડેન વાઈસ-પ્રેસિડન્ટ હોવા છતાં સ્ટ્રેટેજિક ક્ષેત્રોમાં ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત બનાવવાની વાત કરી છે. તેમના જ ટેન્યોરમાં અમેરિકાની UN સિક્યોરિટી કાઉન્સિલનો વિસ્તાર કરવા અને ભારતને કાયમી સભ્ય બનાવવા માટે ઔપચારિક રીતે સમર્થન કર્યું હતું.

ઓબામા-બાઈડેન પ્રશાસને જ ભારતને મેજર ડિફેન્સ પાર્ટનર તરીકે જાહેરાત કરી હતી. અમેરિકાએ પહેલી વખત કોઈ દેશને આ સ્ટેટસ આપ્યું અને તે પણ ભારતને. ઓબામા પ્રશાસને છેલ્લા દિવસોમાં લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (LEMOA) કર્યા, જે મિલિટ્રી કોઓપરેશનના ત્રણ ફાઉન્ડેશનલ પેક્ટસમાંથી એક હતા. ત્યારબાદ બે એગ્રીમેન્ટ COMCASA અને BECA ટ્રમ્પ પ્રશાસને કર્યા.

આ મુદ્દાઓ પર બાઈડેન પ્રશાસનનો મત શું હોઈ શકે છે?
આંતકવાદ પર: ઓબામા અને બાઈડેને આતંકવાદ વિરુદ્ધ ભારતનો સાથ આપ્યો. બાઈડેનના કેમ્પેઈન પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર કશું બોલ્યા નહીં, પરંતુ ભારતને આશા છે કે US સીમાપાર આતંકવાદ વિરુદ્ધ પોતાના પરંપરાગત વલણને જ આગળ વધારશે.

ચીન મુદ્દે: અમેરિકામાં આ વાત પર અનુમતિ છે કે ચીન સ્ટ્રેટેજિક રાઈવલ અને એક ચેતવણી છે. ટ્ર્મ્પ પ્રશાસન આ મામલે ઓપનલી વાત કરતું હતું, બની શકે બાઈડેન એટલા વોકલ ન બને. ભારત આશા રાખી શકે છે કે બાઈડેન પ્રશાસન નિયમ આધારિત અને સ્થિર ઈન્ડો પેસિફિક પર કામ કરશે.

H-1B વીઝા પર: ટ્રમ્પ પ્રશાસન આ મામલે કડક વલણ ધરાવતું હતું. બાઈડેન પ્રશાસનથી આશા છે કે તેમનું વલણ થોડું નરમ રહેશે. તેનાથી અમેરિકા જઈને અભ્યાસ, કામ અને રહેનારા ભારતીયો માટે નિયમો હળવા બનશે. જોકે કોરોનાએ સોફ્ટવેર કંપનીઓને રિમોટથી કામ કરતા શીખવાડ્યું છે. તેથી કર્મચારીઓની ઓછી સંખ્યા સાથે પણ હવે કામ કરી શકાય છે.

ઈન્ડો પેસિફિક સ્ટ્રેટેજી: બાઈડેન કેમ્પેઈને ઈન્ડો પેસિફિક સ્ટ્રેટેજી પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. ભારતીય વિદેશ નીતિનું કેન્દ્રીય ફોકસ આ જ ક્ષેત્રે છે. આ ક્ષેત્ર પર લાગી રહ્યું છે કે બાઈડેન નિયમ આધારિત અને વ્યવસ્થા અનુકૂળ નિર્ણય લેશે, જે ભારતને કેન્દ્રમાં રાખીને લેવામાં આવશે.

માનવાધિકાર ઉલ્લંઘન પર: પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર પોતાના દેશ વિશે જ વિચાર્યું, બહારની વધારે ચિંતા કરી નથી, પરંતુ બાઈડેન તેમ નથી કરવાના. માનવાધિકાર ઉલ્લંઘનો પર અમેરિકાથી કડક નિવેદનો આવી શકે છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરનો અનુચ્છેદ 370 નાબૂદ કરવા, CAA, અસમમાં NRC જેવા નવા કાયદાઓની આલોચના પણ થઈ શકે છે. કમલા હેરિસ માનવાધિકાર ઉલ્લંઘનના મામલે સખત આલોચના કરવા માટે ઓળખાય છે. તેવામાં તેમના કડક નિવેદનો આવી શકે છે.

એકંદરે ભારત-અમેરિકાના સંબંધોમાં શું બદલાવ આવશે?
છેલ્લાં 20 વર્ષોમાં અમેરિકાના દરેક રાષ્ટ્રપતિ - બિલ ક્લિંટન, જ્યોર્જ ડબલ્યુ બુશ, બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઘણા મુદ્દાઓ પર મતભેદ રહ્યા છે. પરંતુ તેમ છતાં બંને દેશોના સંબંધો મજબૂત થયા છે. તેઓ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા છે.

આનો અર્થ એ છે કે, ભારત સાથે સંબંધોને લઇને અમેરિકામાં કોઈ એક પાર્ટીનું વર્ચસ્વ નથી. બંને પક્ષો ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા માગે છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખી શકાય કે બાઇડેન પણ ત્યાંથી જ સંબંધ આગળ વધારશે જ્યાંથી ટ્રમ્પે છોડ્યો હતો.

કમલા હેરિસ વાઇસ પ્રેસિડન્ટ બને તો તે ફાયદાકારક કે નુકસાનકારક?
બાઇડેન સાથે ભારતીય મૂળની કમલા હેરિસ પહેલી મહિલા વાઇસ પ્રેસિડન્ટ બનવાની છે. પોલિસી મેકિંગમાં મહત્વની ભૂમિકા ભજવશે. બાઇડેન અગાઉથી જ જણાવી ચૂક્યા છે કે, તેઓ ટર્મ પ્રેસિડેન્ટ છે. ચોક્કસપણે વર્ષ 2024માં કમલા હેરિસ પ્રેસિડન્ટ કેન્ડિડેટ બની શકે છે.
કમલા હેરિસ ભારતને નજીકથી સમજે છે, આ વસ્તુ ફાયદાકારક તેમજ નુકસાનકારક છે. એવું માનીને ચાલીએ કે તેમના મનમાં ભારતીયો માટે સોફ્ટ કોર્નર હશે. આ મુદ્દા પર તેઓ ભારતીયોને ઇમિગ્રેશન સંબંધિત કાયદાઓમાં ઢીલું મૂકીને અમેરિકામાં અભ્યાસ, નોકરી અને સ્થાયી થવું સરળ બનાવી શકે છે.

જો કે, હેરિસ માનવાધિકારના ઉલ્લંઘનના કડક ટીકાકાર રહ્યા છે. ભારતમાં જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે અને હિંદુ બહુમતીના મુદ્દાઓને આગળ ધપાવવામાં આવી રહ્યા છે. હેરિસના આલોચનાત્મક નિવેદન આવવામાં વધુ સમય નહીં લાગે. એ જ રીતે, કલમ 37૦ રદ કરવા, નવો નાગરિકત્વ કાયદો લાવવો અથવા આસામમાં NRC લાગુ કરવો તેમની નજરમાં ગૌરવપૂર્ણ હોઈ શકે છે. તેથી, નિષ્ણાતો માટે અત્યારે કંઈપણ કહેવું મુશ્કેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post