• Home
  • News
  • ભારતીય પ્રવાસીઓની સફર:240 વર્ષ પહેલાં ચેન્નઈથી પહેલી વ્યક્તિ અમેરિકા પહોંચી હતી, આજે તેના જ વિસ્તારની દીકરી ત્યાંની વાઇસ-પ્રેસિડેન્ટ બનશે
post

અમૃતસરના આર્ટિસ્ટ જગજોત સિંહ રૂબલે અમેરિકાનાં વાઇસ-પ્રેસિડન્ટ ઈલેક્ટ કમલા હેરિસ અને જો બાઇડનનું પોટ્રેટ બનાવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-20 12:33:41

ધરતીના દરેક ખૂણામાં ભારતના પ્રવાસી પોતાનો ડંકો વગાડી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 210 દેશમાં લગભગ 1.34 કરોડ NRI છે. સંયુક્ત રાષ્ટ્ર આ આંકડો પોણાબે કરોડ હોવાની વાત કરે છે. સરહદ પાર નામ કમાનારામાંથી હાલ કમલા હેરિસ સૌથી વધુ ચર્ચામાં છે. તેઓ આજે અમેરિકાના વાઈસ-પ્રેસિડેન્ટ બની જશે. ભારતીય પ્રવાસીની આ સફર ક્યારેય સરળ નથી રહી. આ સ્ટોરીમાં અમે આ સફર વિશે જણાવી રહ્યા છીએ.

240 વર્ષ પહેલાં શરૂ થઈ હતી સફર
મદ્રાસ (હવે ચેન્નઈ)ની રહેવાસી એક વ્યક્તિ સૌથી પહેલા અમેરિકાના કાંઠે પહોંચી હતી. વર્ષ હતું 1790. એ તેમનો વિસ્તાર હતો, જ્યાં શ્યામલા ગોપાલનનો પરિવાર રહે છે. શ્યામલા ગોપાલન એટલે કે વાઈસ- પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસનાં માતા. તેમના 240 વર્ષ પછી હવે શ્યામલા ગોપાલનની દીકરી વાઈસ- પ્રેસિડેન્ટ બનવા જઈ રહી છે. એ અમેરિકામાં ભારતીયો માટે એક લાંબી રાજકીય સફર પણ છે.

આ દરમિયાન તેમણે બહિષ્કારનો સામનો કર્યો, તેમને નાગરિકતા આપીને પાછી લઈ લેવાઈ, ભેદભાવ સહન કરવો પડ્યો. તેમ છતાં તેમણે જાતે પોતાના અધિકાર હાંસિલ કર્યા. લોકલ કાઉન્સિલથી માંડી સરકારમાં ચૂંટાયા. વાઈસ-પ્રેસિડેન્ટ ચૂંટાયાથી માંડી ઘણી મોટી કંપનીઓનાં હેડ બન્યાં. નોબલ પુરસ્કાર જીત્યા અને યુનિવર્સિટીનું નેતૃત્વ કર્યું.

આ રીતે તેઓ સૌથી વધુ આવક અને એજ્યુકેશન હાંસલ કરનાર સમુદાય બની ગયાં. હવે ભારતીય પ્રવાસી અમેરિકાની વસતિમાં એક ટકાથી વધુ ભાગીદારી ધરાવે છે. આ સમુદાય ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે.

પહેલી સદીની શરૂઆતમાં પહેલી લહેર અમેરિકા પહોંચી
અમેરિકા જતા ભારતીયોની પહેલી લહેરમાં સૌથી વધુ શીખ સામેલ હતા. ગત સદીની શરૂઆતમાં તેઓ કેનેડા થઈને અમેરિકા પહોંચ્યા હતા. ત્યાં તેઓ ખેતર અને લાકડાંની મિલ પર કામ કરવા માટે ગયાં હતાં. અન્ય એશિયન લોકોની જેમ તેમણે પણ વંશવાદીય પ્રહારોનો સામનો કરવો પડ્યો. ત્યારે 1917ના ઈમિગ્રેશન એક્ટ હેઠળ એશિયનના આવવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.

·         18મી સદીના એક કાયદાએ તેમને અમુક હદ સાથે નાગરિકતા આપી હતી. 1910 પછી કોર્ટે અમુક ભારતીયોને નાગરિકતા આપવાની મંજૂરી આપી, કારણ કે તેમને કોકેશિયાન સમુદાયના સભ્ય ગણવામાં આવતા હતા.

·         1923ના અંતમાં ભગત સિંહ થિંદની નાગરિકતા છીનવી લેવાઈ, જેઓ અમેરિકન સેનામાં રહી ચૂક્યા હતા. એવો નિર્ણય સંભળાવાયો કે તે કોકેશિયાન હોઈ શકે છે, પણ ભારતીયોને શ્વેત ન ગણી શકાય. આ દરમિયાન ઘણા ભારતીયોને આપવામાં આવેલી નાગરિકતા રદ કરી દેવાઈ. જોકે તેમને દેશમાં રહેવા દેવાયા.

·         1935માં ભગત સિંહ થિંદને ફરી નાગરિકતા મળી ગઈ. એક નવા કાયદાએ જાતીય ઓળખની પરવા કર્યા વગર તમામ ફોર્મર સર્વિસ પર્સનલને નાગરિકતા આપી દેવાઈ. આ બધાની વચ્ચે ઘણા ભારતીય અભ્યાસ, વેપાર અને રિલિજસ શિક્ષક બનીને અમેરિકા ગયા. તેમાંથી અમુક તો ત્યાંના થઈને રહી ગયા. તેમાંથી એક દિલીપ સિંહ સૌંડ હતા. તેઓ બર્કલેમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં PhD. કરવા માટે ગયા હતા.

·         1946માં એક કાયદા દ્વારા 100 ભારતીયોને એન્યુઅલ ઈમિગ્રેશન કોટા મળી ગયો, જેનાથી દિલીપ સિંહ અમેરિકન નાગરિક બની ગયા. 1956માં તેમને US હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ માટે પસંદ કરાયા. આવું કરનાર તેઓ પહેલા ભારતીય-અમેરિકન બન્યા. પછી પણ તેમણે બે વખત ચૂંટણી જીતી.

·         1960માં અમેરિકમાં સિવિલ રાઈટ્સ મૂવમેન્ટ ચાલી, જેને અમેરિકન સિસ્ટમમાં સામેલ વંશવાદની તરફ ધ્યાન દોર્યું. પાડોશી દેશોને બાદ કરતાં તમામ દેશોના 20,000 ઈમિગ્રેન્ટ્સ માટે એન્યુઅલ કોટા કરી દેવાયો છે. આનાથી ભારતીય પ્રવાસીઓ માટે રસ્તો ખૂલી ગયો.

·         હાયર એજ્યુકેશન અને વેપાર સાથે જોડાયેલા લોકોને પ્રાથમિકતા મળી. હજારો પ્રોફેશનલ્સ ભારતથી અમેરિકા પહોંચવા લાગ્યા. પછી હજારો સગાં-વહાલાંને સિસ્ટમ હેઠળ અમેરિકા આવવાની મંજૂરી મળી ગઈ.

90ના દાયકામાં આવી બીજી લહેર
ભારતીયોની બીજી મોટી લહેર 90ના દાયકાના અંતમાં આવી. ત્યારે Y2K બગને ઠીક કરવા માટે કમ્પ્યુટર પ્રોફેશનલ્સની ઘણી જરૂર પડી. Y2K એક વાઈરસ હતો, જેને નવી સદી શરૂ થવા પર હજારો કમ્પ્યુટર સિસ્ટમ માટે જોખમ ઊભું કરી દીધું હતું.

એમાંથી મોટા ભાગના માટે H1-B અસ્થાયી વર્ક વિઝા રસ્તો બન્યા. ટેક્નોલોજીમાં પોતાની શાખ ઊભી કર્યા પછી અન્ય ઘણા ભારતીય આ વિઝા પર અમેરિકા તરફ ચાલ્યા ગયા. ઘણા હજારો લોકોને ગ્રીન કાર્ડ મળી ગયાં. છેલ્લે, ઘણા H1-B વિઝાધારકોનું જીવન અધ્ધર લટકી ગયું, કારણ કે ઈમિગ્રેશન કોટા પર દબાણ વધી ગયું હતું.

કમાણી અને અભ્યાસમાં અમેરિકન્સ કરતાં બે ગણા આગળ
હાલ લગભગ 31.80 લાખ ભારતીય મૂળના લોકો અમેરિકન નાગરિક છે. 32% અમેરિકન્સની તુલનામાં 72 ટકા ભારતીય પ્રવાસીઓ પાસે ગ્રેજ્યુએશન અથવા આના કરતાં મોટી ડીગ્રી છે. ભારતીયોને એવરેજ એન્યુઅલ ઈન્કમ 1,00,000 ડોલર એટલે કે લગભગ 73 લાખ રૂપિયા છે. આ અમેરિકન પરિવારોની તુલનામાં બમણી છે.

ત્રણ સેક્ટર્સમાં પ્રભાવ
ત્રણ એવાં સેક્ટર છે, જ્યાં ભારતીય- અમેરિકન્સની સૌથી વધુ અસર છે, જેમાં મેડિકલ, એજ્યુકેશન અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી સામેલ છે.

મેડિકલઃ ડોક્ટર, નર્સ અને એક્સપર્ટ કોરોના સામે લડવામાં ભારતીય સૌથી આગળ છે. સર્જન જનરલ-નોમિની વિવેક મૂર્તિ સીધી રીતે આની સામે પહોંચી વળવા માટે પોલિસી, એનાલિસિસ અને સોલ્યુશન ડેવલપ કરવાની જવાબદારી નિભાવી રહ્યા છે.

80,000થી વધુ ભારતીય મૂળના ડોક્ટર અમેરિકામાં કુલ ડોક્ટર્સના લગભગ 8 ટકા છે. 40,000 ભારતીય મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિન(AAPI)ના અધ્યક્ષ સુરેશ રેડ્ડીના જણાવ્યા પ્રમાણે, દેશમાં દરેક છઠ્ઠા દર્દીમાંથી એકની સારવાર ભારતીય ડોક્ટર કરી રહ્યા છે.

એજ્યુકેશનઃ હાયર એજ્યુકેશનની લગભગ દરેક ઈન્સ્ટિટ્યૂટમાં ભારતીય ફેકલ્ટી તરીકે કાર્યરત છે. હાર્વર્ડ યુનિવર્સિટીના બિઝનેસ સ્કૂલમાં શ્રીકાંત દાતાર અને નીતિન નોહરિયા ડીન તરીકે સફળ રહ્યા છે. માધવ રાજન શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં ડીન છે. ઈવી લીગ હાર્વર્ડ કોલેજના હેડ રાકેશ ખુરાના છે.

અમેરિકન યુનિવર્સિટીમાં ત્રણ ભારતીય શિક્ષણવિદોને નોબલ પુરસ્કાર મળ્યો છે, જેમાં હરગોવિંદ ખુરાનાએ મેડિકલમાં, ફિઝિક્સ માટે સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર અને ઈકોનોમિક્સમાં અભિજિત બેનર્જીને આ પુરસ્કાર મળ્યો છે. મંજુલ ભાર્ગવ અને અક્ષ્ય વેન્કટેશે ગણિત માટે ફિલ્ડ્સ મેડલ જીત્યો છે.

હોસ્પિટાલિટીઃ હોસ્પિટાલિટી ઈન્ડ્રસ્ટીમાં પણ ભારતીયોનું વર્ચસ્વ છે. અમેરિકાના દરેક બેમાંથી એક હોટલના માલિક એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિયેશનના મેમ્બર છે. આ સંસ્થા આ સેક્ટરમાં ભારતીયોને રિપ્રેઝન્ટ કરે છે, જેમાં 19,500થી વધુ મેમ્બર્સ છે.

ટેક્નોલોજી વર્લ્ડમાં સૌથી આગળ

·         ભારતીય-અમેરિકન સિલિકોન વેલીની ડ્રાઈવિંગ ફોર્સ રહ્યા છે. આ સ્થળ દુનિયાનું ટેક્નોલોજી એન્જિન છે. ત્રણ સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓને ભારતીય-અમેરિકન લીડ કરી રહ્યા છે.

·         ગૂગલના બોસ સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટમાં સત્ય નડેલા અને IBMમાં અરવિંદ કૃષ્ણ હેડ છે.

  • ટેક્નોલોજી અને અન્ય સેક્ટરમાં પણ ભારતીય ઈન્ટ્રપ્રિનર્સ કામ કરી રહ્યા છે. ટેક સેક્ટરમાં વિનોદ ખોસલા મોટું નામ છે. તેઓ સનમાઈક્રો સિસ્ટમના ફાઉન્ડર છે.
  • નેશનલ ફાઉન્ડેશન ફોર ઈકોનોમિક પોલિસીના એક રિપોર્ટ પ્રમાણે, એક બિલિયન ડોલર વેલ્યુએશનવાળી અડધા કરતાં વધુ યુનિકોર્ન કંપનીઓના ફાઉન્ડર મેમ્બરમાં ભારતીય સામેલ છે.
  • એક અંદાજ પ્રમાણે, સિલિકોન વેલીમાં 2,00,000થી વધુ ભારતીય કામ કરે છે.
  • સિલિકોન વેલીના ટેક્નોલોજી ઈનોવેશનનું સેન્ટર બન્યા પહેલાં મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર અમર બોઝે હાઈ એન્ડ ઓડિયો સિસ્ટમ ડેવલપ કરી. 1960ના દાયકામાં તેમણે કંપની બનાવી લીધી હતી.

ભણતરમાં આગવી ઓળખ ઊભી કરી
ભારતીય બાળકોનો સાયન્સ અને સ્પેલિંગ બી કોમ્પિટિશનમાં લગભગ દસ વર્ષ સુધી વર્ચસ્વ રહ્યું છે. પાંચ ભારતીય-અમેરિકન્સે પુલિત્ઝર પુરસ્કાર જીત્યા છે, જેમાં ગોબિંદ બિહારી લાલ અને ગીતા આનંદને જર્નાલિઝમ માટે, ઝુમ્પા લાહિડીને ફિક્શન માટે, સિદ્ધાર્થ મુખર્જીને નોન ફિક્શન અને વિજય શેષાદ્રિને કવિતાઓ માટે પુરસ્કાર મળ્યો છે.
ભારતીયોએ લૉ ફિલ્ડમાં પોતાની ઓળખ બનાવી છે. શ્રી શ્રીનિવાસન ફેડરલ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયાના ચીફ જજ છે. આ સુપ્રીમ કોર્ટ પછી સૌથી મહત્ત્વની કોર્ટ છે. તેમને સુપ્રીમ કોર્ટના ચીફ જજના દાવેદાર પણ ગણવામાં આવે છે.

સૌથી વધુ રાજકારણમાં દખલગીરી

·         વનિતા ગુપ્તાને પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડને એસોસિયેટ એર્ટની જનરલ નામિત કર્યાં છે. બરાક ઓબામાના કાર્યકાળમાં નીલ કાત્યાલ એક્ટિંગ સોલિસિટર જનરલ તરીકે કાર્યરત હતા.

·         નિક્કી હેલી અમેરિકન કેબિનેટના મેમ્બર બનનાર પહેલા ભારતીય બન્યા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને કેબિનેટ રેન્ક સાથે સંયુક્ત રાષ્ટ્રમાં પર્મનન્ટ રિપ્રેઝેન્ટેટિવ બનાવ્યા.

·         ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં પ્રભાવશાળી પદો પર રહી ચૂકેલાં ભારતીયોમાં સીમા વર્મા, અજિત પઈ, મનીષા સિંહ અને રાજ શાહ સામેલ છે.

·         હવે બાઈડન અને હેરિસે ઓછામાં ઓછા 21 ભારતીય-અમેરિકન્સને મહત્ત્વના પદ પર રાખ્યા છે, જેમાં નીરા ટંડન, વિનય રેડ્ડી, વેદાંત પટેલ, નેહા ગુપ્તા, રીમા શાહ ખાસ છે.

·         પહેલા રાષ્ટ્રપતિ રહી ચૂકેલા જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને બિલ ક્લિન્ટને પણ પોતાના એડમિનિસ્ટ્રેશનમાં મહત્ત્વનાં પદો પર ભારતીયોને સ્થાન આપ્યું

·         દિલીપ સિંહ સૌંડની ચૂંટણી પછી 2004 સુધી કોઈપણ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ તરીકે ન ચૂંટાયું. 2004માં બોબી જિંદાલ આના માટે ચૂંટાયા.

·         તેમની પહેલાં કનક દત્તાએ 80ના દાયકામાં ન્યૂ જર્સી સ્ટેટ એસેમ્બ્લી માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી માટે અભિયાન શરૂ કર્યું હતું, જેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા.

·         કુમાર બર્વે 1991માં મેરીલેન્ડ અને ઉપેન્દ્ર ચિવકુલા 2001માં ન્યૂજર્સી સ્ટેટ એસેમ્બ્લી માટે ચૂંટાયા હતા.

·         બે ભારતીય બોબી જિંદાલ લુઈસિયાના અને નિક્કી હેલી દક્ષિણ કેરોલિનામાં ગવર્નર તરીકે ચૂંટાયા.

·         ત્રણ ડેમોક્રેટ અમી બેરા 2010માં, રાજા કૃષ્ણમૂર્તિ, પ્રમિલા જયપાલ અને રો ખન્ના 2017માં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટાયા.

·         હેરિસને 2017માં સેનેટ માટે ચૂંટ્યા હતા. હવે તેઓ વાઈસ-પ્રેસિડેન્ટની જવાબદારી સંભાળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post