• Home
  • News
  • જેપી નડ્ડાએ કહ્યું-UPA વખતે વડાપ્રધાન રિલીફ ફંડના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ડાયવર્ટ થયા, આ દેશ સાથે દગો છે
post

ભાજપ અધ્યક્ષ નડ્ડાએ સતત બીજા દિવસે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 11:51:42

નવી દિલ્હી: કોંગ્રેસ-ભાજપમાં ચીન મુદ્દે શરૂ થયેલી ખેંચતાણ હવે વંશવાદ અને ભ્રષ્ટાચારના આરોપો સુધી પહોંચી ગઈ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સતત બીજા દિવસે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, UPAના સમયે વડાપ્રધાન નેશનલ રિલીફ ફંડ(PMNRF)ના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશન(RGF)ને આપવામાં આવ્યા હતા. સોનિયા PMNRFના બોર્ડમાં પણ હતા અને RGFના અધ્યક્ષ પણ હતા.

રિલીફ ફંડની રકમ જરૂરિયાતવાળા લોકોની મદદ માટે હતી
નડ્ડાએ કહ્યું કે, દેશના લોકોએ મહેનતની કમાણી PMNRFમાં એટલા માટે દાન કરી હતી, કે જેથી જરૂર પડ્યે જનતાની મદદ કરી શકાય. આ ફંડની રકમને એક પરિવારના ફાઉન્ડેશનમાં ડાયવર્ટ કરવી છેતરપિંડી જ નહીં પણ દેશની જનતા સાથે દગો પણ છે.

કોંગ્રેસના રાજવંશે માફી માંગવી જોઈએ
નડ્ડાએ કહ્યું કે, એક પરિવારના રૂપિયાની ભૂખના કારણે દેશને મોટું નુકસાન થયું. પોતાના ફાયદા માટે કરવામાં આવેલી કોઈ પણ પ્રકારની રોક વગરની લૂંટ અંગે કોંગ્રેસના રાજવંશે માફી માંગવી જોઈએ.

આ પહેલા ગુરુવારે ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે, 2005-06માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી 3 લાખ ડોલર(ત્યારે 90 લાખ રૂપિયા)  મળ્યા હતા. જેના બદલામાં ફાઉન્ડેશને ચીન સાથે ફ્રી ટ્રેડને પ્રોત્સાહીત કરતો અભ્યાસ કરાવ્યો.ફાઉન્ડેશનના અધ્યક્ષ સોનિયા ગાંધી છે, જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ઉપરાંત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પી.ચિદમ્બર ટ્રસ્ટી છે. કોંગ્રેસે વળતો જવાબ આપતા કહ્યું કે, સરકાર 2005માં રહેવાનું છોડી દે અને 2020ના સવાલોનો જવાબ આપે. 

રાજીવ ગાંધી ફાઉન્ડેશન શું છે?
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લક્ષ્યને આગળ વધારવા માટે 21 જૂન 1991ના રોજ સોનિયા ગાંધીએ તેની શરૂઆત કરી હતી. ફાઉન્ડેશન 2010થી એજ્યુકેશનને પ્રોત્સાહિત કરવા પર ભાર આપી રહ્યું છે. જેનું કામકાજ ડોનેશનથી મળીત રકમ દ્વારા ચાલે છે. સોનિયા તેના ચેરપર્સન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post