• Home
  • News
  • જસ્ટિન ટ્રુડો ચૂંટણી જીત્યા, પરંતુ અલ્પમતની સરકાર બનાવશે
post

કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોની લિબરલ પાર્ટી ઓફ કેનેડાએ ચૂંટણી જીતી લીઘી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-23 10:55:17

ઓટાવા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોની લિબરલ પાર્ટી ઓફ કેનેડાએ ચૂંટણી જીતી લીઘી છે પરંતુ તેઓ એકલાના દમ પર સરકાર બનાવી શકશે નહીં. લિબરલ પાર્ટીને 157 સીટો મળી છે જે બહુમતના આંકડા કરતાં 13 ઓછી છે. મુખ્ય વિપક્ષી નેતા એન્ડ્રયૂ સ્કીરની કન્ઝર્વેટીવ પાર્ટીએ 121 સીટ જીતી છે. ચૂંટણીમાં ડાબેરી રુઝાનવાળી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતા અને ભારતવંશી જગમીત સિંહ કિંગ મેકર બન્યા છે. એનડીપીએ 24 સીટ (16%) જીતી.

બીજી બાજુ ભાગલાવાદી પાર્ટી બ્લોક ક્યૂબેકોઈસને 32 સીટો મળી છે. આ પહેલાં સોમવારે થયેલી ચૂંટણીમાં અંદાજે 65 ટકા મતદાન થયું હતું. ચૂંટમીમાં 18 પંજાબી સાંસદ બન્યા છે. જેમાંથી 13 પંજાબી સાંસદ ટ્રુડોની પાર્ટીમાંથી છે. ટ્રુડો બીજી વખત પીએમ બન્યા છે. ટ્રુડોએ કહ્યું છે કે, કેનેડાની જનતાએ પ્રગતિશીલ એજન્ડાને પસંદ કર્યો છે. 40 દિવસના ચૂંટણી પ્રચાર અભિયાનના કારણે કેનેડા સરકારમાં થયેલા કૌભાંડ અને લોકોની વધારે અપેક્ષાઓના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

ટ્રુડોની જીત ભારત માટે રાહતના સમાચાર છે. જો કન્ઝર્વેટિવ પાર્ટી જીતી જાત તો ભારતીયોને વિઝા મળવામાં ઘણી મુશ્કેલી થતી. સૌથી વધારે મુશ્કેલી સ્ટૂડન્ટ વિઝા મળવામાં થતી. ઈમિગ્રેશ નિયમ વઝારે કડક થઈ જાત. ટ્રુડોના વડાપ્રધાન બન્યા પછી પહેલાં વર્ષે 80 હજાર વિદ્યાર્થીઓને સ્ટૂડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા, જે વધીને 2019 સુધી પ્રતિ વર્ષ દોઢ લાખ સુધી થઈ ગયા હતા. લિબરલ પાર્ટીને હંમેશા ઈમિગ્રેંટ્સ માટે નરમ વલણ રાખનાર માનવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post