• Home
  • News
  • રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પહેલાં કોંગ્રેસમાં કમઠાણ, અંબરિશ ડેરે સી.આર. પાટીલનો રૂમાલ ઉંચકી લીધો અને ભાજપની બસ પકડી લીધી
post

રામમંદિર મામલે ખાસ નારાજગી થઈ હતી. લાગણીઓમાં સોદા ક્યારેય ન હોય. હું લાગણી સાથે જોડાયો છું. ભાજપ સાથે કોઈ બેઠક કે અન્ય કોઈ વાત થઇ નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-04 18:25:35

અમદાવાદમાં સીઆર પાટીલ સાથેની મુલાકાતના ગણતરીના મિનિટો બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અંબરીશ ડેરે રાજીનામું આપ્યું છે. પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ આખરે કોંગ્રેસમાંથી વિદાય લીધી છે. આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને અંબરીશ ડેર વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત સમયે પ્રદેશ ભાજપ નેતા ભરત ડાંગર સહિત આહીર સમાજના અન્ય સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ડેરના ઘરે 20 મિનિટ સુધી ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક, આવતીકાલે કેસરિયા કરશે. તો બીજી તરફ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરસન્માં માહિતી આપી કેઅમરીશ ડેરને કોંગ્રેસે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં છે. 

રાજીનામાની જાહેરાત બાદ અંબરીશ ડેરે મીડિયાને જણાવ્યું કેહું ભાજપના અમરેલી જિલ્લાના ભાજપ યુવા પાર્ટીમાં કામ કરી ચુક્યો છું. કોંગ્રેસમાં ધારાસભ્ય પણ રહ્યો. છેલ્લા કેટલાક સમયથી 370, રામ મંદિર સહિતના મુદ્દા કોંગ્રેસમાં મુકતો આવ્યો છું. આ દેશમાં વિવિધતામાં એકતા છે. છેલ્લા ત્રણ વર્ષથી પાટીલજી મને આમંત્રણ આપી રહ્યા હતા. આજે પાટીલજી મારા માતાના ખબર અંતર પૂછવા આવ્યા હતા. એમની મુલાકાત બાદ મેં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે. મને સસ્પેન્ડ કરવા મામલે મારી પાસે કોઈ માહિતી નથી. દરેક રાજકીય પાર્ટીમાં ખામી અને ખૂબી હોય છે. કોંગ્રેસે મને જવાબદારી આપી હતી એટલે મને કોઈ માટે ખરાબ કહેવું નથી. રામ મંદિર મામલે કોર્ટ ચુકાદો આપે અને કોંગ્રેસ કહે ત્યાં ન જવું જોઈએ એ યોગ્ય નહતું. મેં ત્યારે પણ ધ્યાન દોર્યું હતું. હું વ્યક્તિગત કોઈને દોષ દેવા નથી માંગતો. આવતીકાલે હું કમલમમાં જઈશ ભાજપમાં જોડાઇશ. ભાજપ એ જવાબદારી સોંપશે એ સ્વીકારીશ. કોંગ્રેસમાં હતો ત્યારે જે જવાબદારી અપાઈ તે સ્વીકારી હતી. વિધાનસભા ચૂંટણી સમયે પણ ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ મને આમંત્રણ આપ્યું હતું. પાટીલજીએ જુદા જુદા સમયે મારા માટે વાત કરી હતી. અમુક મુદ્દા આધારિત મારી નારાજગી હતી , રામમંદિર મામલે ખાસ નારાજગી થઈ હતી. લાગણીઓમાં સોદા ક્યારેય ન હોય. હું લાગણી સાથે જોડાયો છું. ભાજપ સાથે કોઈ બેઠક કે અન્ય કોઈ વાત થઇ નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post