• Home
  • News
  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો મોટો દાવો, ભાજપે અમારા ધારાસભ્યોને 50-50 કરોડની ઓફર કરી
post

ભાજપના લોકો છેલ્લા એક વર્ષથી અમારી સરકારને પાડવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. અમારી સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરશે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-13 12:14:36

કર્ણાટક: લોકસભા ચૂંટણી પહેલા ભાજપ કર્ણાટકમાં ઓપરેશન લોટસ ચલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ દાવો કર્યો છે. સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે 50-50 કરોડ રૂપિયાની ઓફર કરી છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર લોકસભા ચૂંટણી બાદ પડી જશે. આ સવાલ પર સિદ્ધારમૈયાએ કહ્યું કે આ શક્ય નથી. અમારા ધારાસભ્યો આવું નહીં કરે. ભાજપના લોકો છેલ્લા એક વર્ષથી અમારી સરકારને પાડવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. અમારી સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post