• Home
  • News
  • પાકિસ્તાનમાં આર્મીની ટીકા બદલ ટોર્ચર:મહિલા વકીલનું અપહરણ કરીને ચાર દિવસો સુધી પ્રતાડિત કરી, પછી હાથ-પગ બાંધી, મોઢામાં કપડું ભરાવીને ખેતરમાં ફેંકી દીધી
post

મહિલા વકીલે પાકિસ્તાનની સેનાને દેશની દુશ્મન કહી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 11:53:09

પાકિસ્તાનમાં સત્ય બોલનારને ત્યાંની આર્મી અને સરકાર તરફથી પ્રતાડિત કરીને ગાયબ કરી દેવા એ સામાન્ય બાબત છે. નવો કેસ એક મહિલા વકીલનો સામે આવ્યો છે. આ વકીલને આર્મીની ટીકા કરવાના લીધે કિડનેપ કરવામા આવી હતી. લગભગ ચાર દિવસ સુધી પ્રતાડિત કરીને ત્યારબાદ હાથપગ બાંધી, મોઢામાં કપડું ઠૂંસીને બેભાન અવસ્થામાં એક ખેતરમાં ફેંકી દેવામા આવી હતી. ઇશરત નસરીન નામની આ વકીલે તાજેતરમાં જ પાકિસ્તાની આર્મીની ટીકા કરી હતી. આર્મીને દેશની દુશ્મન કહી હતી.

માનવાધિકાર કાર્યકર્તા આરિફ અજાકિયાએ તેની જાણકારી આપી છે. તેમણે આ મામલે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં સેનાની ટીકા કરવામા આવી છે.

ઓફિસમાંથી અપહરણ થયું
જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર ગત અઠવાડિયએ એક મહિલા વકીલને અમુક લોકો તેમની ઓફિસમાંથી ઉઠાવી ગયા હતા. ત્યારબાદ મેલ્સીમાં ઢોડા રોડ કિનારે બેભાન હાલતમાં તે મળી આવી હતી. તેના હાથ પગ બાંધેલા હતા અને મોઢામાં કપડું ભરાવેલું હતું.

બેભાન હાલતમાં મળી આવી
અજાકિયાએ શેર કરેલા એક વીડિયોમાં સ્થાનિક લોકો વકીલની પૂછપરછ કરતા દેખાય છે. વીડિયોમાં વકીલ યોગ્ય રીતે બોલી શકતી પણ નથી. તેણે કહ્યું કે તે દિપાલપુરની રહેવાસી છે અને તેના છ બાળકો છે. 15 ઓગસ્ટે સવારે ચાર લોકોએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ ટોર્ચર કરીને ખેતરમાં ફેંકી દીધી હતા. અત્યારે વકીલને તાલુકાની હેડકવાર્ટર હોસ્પિટલમાં દાખલ કરવામા આવી છે. પોલીસે જણાવ્યું કે તેના દીકરાએ અપહરણનો રિપોર્ટ દાખલ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post