• Home
  • News
  • નિયમભંગ બદલ કોટક બેન્ક અને ઇન્ડ્સઇન્ડ બેન્કને કુલ રૂ. 2 કરોડનો દંડ
post

બેંક નિર્ધારિત સમયગાળામાં ડિપોઝિટર એજ્યુકેશન અને અવેરનેસ ફંડ્સમાં રકમ જમા કરવામાં નિષ્ફળ રહી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-05 11:41:57

મુંબઇ: રિઝર્વ બેન્કે કોટક મહિન્દ્રા બેન્ક અને ઈન્ડસઈન્ડ બેંકને લોન તેમજ કેવાયસી સહિતના નિયમોનું પાલન ન કરવા બદલ અલગ-અલગ આદેશમાં કુલ રૂ. 2.05 કરોડનો દંડ ફટકાર્યો છે. 

રિઝર્વ બેન્કે એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું કે બેંકિંગ રેગ્યુલેટરે કોટક મહિન્દ્રા બેંક પર ગ્રાહક સુરક્ષા અને લોન અને એડવાન્સિસ અંગેના તેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ રૂ. 1.05 કરોડનો દંડ ફટકાર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે બેંક નિર્ધારિત સમયગાળામાં ડિપોઝિટર એજ્યુકેશન અને અવેરનેસ ફંડ્સમાં રકમ જમા કરવામાં નિષ્ફળ રહી હતી.

ઉપરાંત ઇન્ડસઇન્ડ બેન્કને પણ કેવાયસીના નિયમોનું પાલન ન કરવા બદલ રૂ. 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો, એવુ રિઝર્વ બેન્કે એક અલગ રિલીઝમાં જણાવ્યું હતું. ઇન્ડસઇન્ડ બેંકે વન-ટાઇમ પાસવર્ડ આધારિત ઇ-કેવાયસીનો ઉપયોગ કરીને ખોલવામાં આવેલા ખાતાઓમાં ગ્રાહકની ડ્યૂ ડિલિજન્સ પ્રક્રિયાનું પાલન કર્યું નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post