• Home
  • News
  • વિશ્વના 55માં ક્રમાંકના શક્તિશાળી મહિલા રોશની નાદર મલ્હોત્રાને કચ્છના ઘોરાડની ચિંતા, ઘોરાડને બચાવવા રૂ. 25 લાખનું દાન આપ્યું
post

ઘોરાડને બચાવવાના પ્રયાસ કરતી સંસ્થાને 25 લાખનું દાન આપ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-10 11:33:44

કચ્છમાં નામશેષ થવાની કગાર પર આવી ગયેલા ઘોરાડની ચિંતા સરકારને ભલે ન હોય પરંતુ અનેક પર્યાવરણવાદીઓ અને ઉદ્યોગપતિઓ પણ તેના માટે ચિંતા સેવી રહ્યાં છે. દેશના સાૈથી ધનિક મહિલા અને તાજેતરમાં જ ફોર્બ્સ મેગેઝિને વિશ્વના સાૈથી 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં 55મો ક્રમાંક મેળવાનારા રોશની નાદર મલ્હોત્રાએ કચ્છમાં લુપ્ત થતા ધોરાડની ચિંતા સેવી તેને બચાવવા 25 લાખનું દાન કર્યું છે.

અબડાસાના ધોરાડ અભ્યારણ્યમાં નર ઘોરાડ લુપ્ત થઇ ગયા છે. હાલ માત્ર માદા ધોરાડ બચ્યાં છે. ધોરાડને બચાવવા માટે ગુજરાત સરકારે કોઇ ગંભીર પગલા ભર્યા નથી. પક્ષીના મોત માટે વીજ લાઇન અંગે પણ કોઇ ઠોસ પગલા ભર્યા નથી. તેના કારણે કચ્છમાં આ પક્ષી લુપ્ત થવાની કગાર પર છે. તેવામાં ભારતના સાૈથી અમીર મહિલા ઉદ્યોગપતિ અને એચસીએલ કોર્પોરેશનના સીઇઓ રોશની મલ્હોત્રાએ ધોરાડની ચિંતા સેવી છે. તેમની સંસ્થા ધ હેબિટેટ્સ ટેસ્ટ દ્વારા કચ્છમાં ધોરાડ પર કાર્ય કરતી કોર્બેટ ફાઉન્ડેશનને રૂા.25 દાન અપાયું છે. નોંધનીય છે કે રોશની મલ્હોત્રા અંદાને 55 હજાર કરોડ સંપતિના માલિક છે. કોર્બેટ સંસ્થાની કામગીરી જોઇ તેઓએ આ દાન અર્પણ કર્યું હતું. તેવામાં હવે સરકાર પણ અસરકારક પગલા ભરે તે જરૂરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post