• Home
  • News
  • પ્રસૂતાને ખાટલા પર સુવડાવી નદી પાર કરાવી:પાણીના પ્રવાહ વચ્ચે યુવાનોએ સાંકળ બનાવી મહિલાને ઉના સરકારી હોસ્પિટલ પહોંચાડી; સરખો જવાબ ન મળતા ખાનગી દવાખાને લઈ જવી પડી
post

ઉનામાં ભારે વરસાદના કારણે રૂપેણ નદીમાં પૂર આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-02 12:14:03

ઉના: ઉનાના ખત્રીવાડા ગામે રહેતી મહિલાને પ્રસૂતિનો દુખાવો ઊપડતા રૂપેણ નદીમાં પૂરના પાણીના પ્રવાહ વચ્ચે 50થી વધુ યુવાનોએ સાંકળ બનાવી નદી પાર કરાવી હતી. ખત્રીવાડાની રૂપેણ નદીનું પાણી ચારો તરફ ફરી વળતા ગામ લોકોની અવરજબર બંધ થઈ ગઈ હતી. ગામના સરપંચ, આગેવાનો, યુવાનો, પોલીસ સ્ટાફ સહિત ટ્રેક્ટર, JCB, એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી ફરી વળતા મહામુસીબતે જીવના જોખમે નદીમાં પૂરના વહેતા પાણીમાંથી મહિલાને હેમખેમ રીતે નદી પાર કરાવવામાં આવી હતી. જ્યાં મહિલાને ટ્રેક્ટરમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડી ઉના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી, પરંતુ ઉનાની સરકારી હોસ્પિટલમાં સરખો જવાબ ન મળતા પરિવાર ન છૂટકે મહિલાને ખાનગી હોસ્પિટલમા લઈ ગયો હતો ને ત્યાં સિઝેરિયન કરવું પડ્યું હતું.

પાણીમાં એકબીજાના હાથ પકડી સાંકળ બનાવી
ઉનાના ખત્રીવાડા ગામે રહેતા તેજલબેન પ્રતાપભાઈ રાઠોડનો ડિલિવરી સમય નજીક હોવાથી પ્રસૂતિનો દુખાવો ઊપડતા તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવા જરૂરી હતાં, પરંતુ ગામમાંથી પસાર થતી રૂપેણ નદી પર કોઇ જાતનો પુલ ન હોવાથી ત્યાંથી પસાર થવું મુશ્કેલ હતું. ગામના સરપંચ અને આગેવાનોને જાણ કરતા ગામના પચાસથી વધુ યુવાનો એકઠા થઈ ગયા હતા. પોલીસને પણ આ બાબતની જાણ કરી હતી. ગામમાંથી પસાર થતી રૂપેણ નદીમાં પૂરના પાણીનો પ્રવાહ વધારે હોવાથી આ પાણીનાં વહેતા પ્રવાહમાંથી કોઈ વાહન પસાર થઈ શકે તેમ ન હતું. જેથી આ ગામના 50થી વધુ યુવાનો ગામના સરપંચ, આગેવાનો તેમજ ઉના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. તમામ યુવાનોએ રૂપેણ નદીમાં વહેતા પાણીમાં એકબીજાના હાથ પકડી સાંકળ બનાવી હતી. આ રૂપેણ નદીનાં વહેતા પાણીનાં પ્રવાહ વચ્ચે સગર્ભા મહિલાને ખાટલામાં સુવડાવી નદી પાર કરાવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post