• Home
  • News
  • Small Savings Schemes ના રોકાણકારોને મળી મોટી રાહત, સરકારે વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો
post

નાની બચત યોજનાઓના રોકાણકારો માટે મોટા ખુશખબર છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-01 10:01:55

Small Savings Schemes: નાની બચત યોજનાઓના રોકાણકારો માટે મોટા ખુશખબર છે. સરકારે આ યોજનાઓના ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે આ યોજનાઓના રોકાણકારોને ગત ત્રિમાસિકના દરો પર જ વ્યાજ મળતું રહશે. નવા રોકાણકારોને પણ યોજનામાં ગત ત્રિમાસિકના દરો પર જ વ્યાજ મળશે. 

નાણા મંત્રાલયે બહાર પાડ્યું નોટિફિકેશન
નાણા મંત્રાલય તરફથી આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સરકાર દરેક ત્રિમાસિકમાં નાની બચત યોજનાના વ્યાજ દરોને રિવાઈઝ કરે છે. માર્ચ 2021માં સરકારે વ્યાજદર ઘટાડવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. પરંતુ ત્યારબાદ પાછું ખેંચી લીધુ. હવે સરકારે એકવાર ફરીથી 30 સપ્ટેમ્બરે પૂરા થતા ત્રિમાસિક માટે વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. 

5મી વાર વ્યાજ દરમાં ફેરફાર નહીં
આ સતત પાંચમા ત્રિમાસિકમાં એવું બન્યું છે કે જ્યારે સરકારે પોસ્ટ ઓફિસ યોજનાઓ જેમ કે પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(NSC) અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણા મંત્રાલય તરફથી 30 જૂન 2021ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ PPF પર 7.10 ટકા, NSC પર 6.8 ટકા, પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ પર 6.6 ટકાના દરથી વ્યાજ મળતું રહેશે. સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપર પણ હાલ 7.6 ટકા વ્યાજ મળે છે. જ્યારે સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર 7.4 ટકા વ્યાજ મળે છે જે આગળ પણ મળતું રહેશે. 

યોજના                                               વ્યાજ દર
સુકન્યા સમૃદ્ધિ યોજના(SSS)                  7.6% 
સીનિયર સિટિઝન બચત યોજના              7.4%
પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF)                   7.1%
કિસાન વિકાસ પત્ર  (KVP)                     6.9%
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ(NSC)              6.8% 
માસિક ઈન્કમ એકાઉન્ટ                          6.6%

31 માર્ચના રોજ વ્યાજ દર ઘટાડવાની જાહેરાત થઈ હતી
જે પ્રમાણે અગાઉ જણાવ્યું કે 31 માર્ચના રોજ સરકારે નાની બચત યોજનાઓમાં વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી હતી, નાણા મંત્રાલય તરફથી એવી જાહેરાત કરાઈ હતી કે પહેલા ત્રિમાસિક એટલે કે 30 જૂનના રોજ પૂરા થતા ત્રિમાસિક માટે નાની  બચત યોજનાઓના વ્યાજદરોમાં 0.40 ટકાથી લઈને 1.1 ટકાનો કાપ કરવામાં આવ્યો છે. આ કાપ જો લાગૂ થઈ જાય તો PPF ના દર 7 ટકાથી નીચે જતા રહેત અને જો આમ થાત તો 1974 બાદ પહેલીવાર એવું બન્યું હોત. પરંતુ અચાનક 1 એપ્રિલના રોજ સવારે નાણામંત્રીએ ટ્વીટ કરીને નાની બચત યોજનાઓમાં કાપને એક ભૂલ ગણાવતા નિર્ણય પાછો ખેંચ્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post