• Home
  • News
  • વેક્સિન માટે નેતાઓ ઉતાવળ ના કરે, વૉરિયર્સને પહેલાં અપાશે, કોવિશીલ્ડના 1.1 કરોડ ડોઝ ખરીદશે, ખર્ચ કેન્દ્ર ઉઠાવશેઃ મોદી
post

મોદીએ કહ્યું, '16 જાન્યુઆરીથી આપણે વિશ્વનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન શરૂ કરી રહ્યા છીએ. જે બે વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી અપાઈ છે, તે બંને મેડ ઇન ઈન્ડિયા છે.'

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 09:58:02

કેન્દ્ર સરકારે સોમવારે પૂણે સ્થિત ફાર્મા કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાને કોવિશીલ્ડના 1.1 કરોડ ડૉઝનો ઓર્ડર આપ્યો છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઈ રહી છે, તે અંતર્ગત જ આ તૈયારી થઈ રહી છે. ઉત્પાદનની રીતે દુનિયાની સૌથી મોટી દવા કંપની સીરમના અધિકારીઓના મતે, કોવિશીલ્ડના એક ડૉઝની કિંમત ભારતમાં રૂ. 200 હશે. સોમવારે સાંજે નક્કી કરેલા કેન્દ્રો પર તે મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. શરૂઆતમાં દેશના 60 કેન્દ્ર પર તે મોકલાશે અને બાદમાં વિતરણ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વેક્સિનેશનને દુનિયાનું સૌથી મોટું અભિયાન જણાવી રહ્યા છે. પહેલા તબક્કામાં કોરોના વૉરિયર્સને વેક્સિન અપાશે, જેમાં આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સનો સમાવેશ થાય છે. તેમણે દેશભરના મુખ્યમંત્રીઓ સાથે થયેલી સમીક્ષા બેઠકમાં કહ્યું કે, પહેલા તબક્કામાં 3 કરોડ લોકોના વેક્સિનેશનનો ખર્ચ સરકાર ઉઠવાશે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રીઓને કહ્યું કે, વેક્સિન સાથે સંકળાયેલી અફવાઓ રોકવાની પણ હવે તૈયારી કરો.

કોવેક્સિનની પણ ખરીદી ઝડપથી શક્ય
સરકારે એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ (જેને સીરમ બનાવી રહી છે) સિવાય સ્વદેશી કોવેક્સિનને પણ ભારતમાં ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે. કોવેક્સિન ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા વિકસિત કરાઈ છે. આરોગ્ય મંત્રાલય ઝડપથી તેની ખરીદી માટે આદેશ જારી કરી શકે છે.

ભારતની બે વેક્સિન દુનિયામાં સૌથી કિફાયતી, હજુ ચાર આવશે: મોદી
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓને જણાવ્યું કે, દેશ માટે મંજૂર કરેલી બે વેક્સિન દુનિયામાં સૌથી વધુ કિફાયતી છે. તેને દેશની જરૂરિયાત પ્રમાણે બનાવાઈ છે. હજુ વધુ ચાર વેક્સિન વિકસાવાઈ રહી છે. દેશવાસીઓને અસરકારક વેક્સિન મળે, એ માટે નિષ્ણાતોએ સંપૂર્ણ સાવધાની રાખી છે. દેશ કોરોના વિરુદ્ધ હવે મહત્ત્વના તબક્કામાં પ્રવેશી રહ્યો છે.

મોદીએ કહ્યું- આપણી વેક્સિન કોસ્ટ ઇફેક્ટિવ
PM
મોદીએ જણાવ્યુ હતું કે 'આપણી બંને વેક્સિન વિશ્વની તમામ વેક્સિનની દ્રષ્ટિએ કોસ્ટ ઇફેક્ટિવ છે. જો આપણને સંપૂર્ણ વિદેશી વેક્સિન પર નિર્ભર રહેવું પડત તો આપ વિચારો કે કેટલી મુશ્કેલીઓ પડી હોત. વેક્સિનેશનનો ભારતનો જે અનુભવ છે, જે દૂરના વિસ્તારોમાં પહોંચાડવાની સુવિધાઓ છે, તે વેક્સિનેશન માટે જરૂરી છે.'

દેશમાં હજી વધુ ચાર કોરોના વેક્સિન પ્રક્રિયામાં
મોદીએ કહ્યું, 'વધુ 4 વેક્સિન પ્રક્રિયામાં છે. જ્યારે વધુ વેક્સિન આવશે, ત્યારે આપણને ભવિષ્યની યોજના કરવામાં ઘણી સુવિધા મળશે. થોડા જ અઠવાડિયામાં વેક્સિનેશન માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને લોજિસ્ટિક્સ સુધીની તૈયારીઓ કેન્દ્ર અને રાજ્યો સાથે વાતચીત કરીને પૂર્ણ કરવામાં આવી છે.

વેક્સિનેશન માટે કોવિન એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન
બેઠકમાં મોદીએ કહ્યું કે, 'વેક્સિનેશન સૌથી મહત્વનું કામ તે લોકોને ઓળખવાનું છે જેમને વેક્સિન લેવી પડે તેમ છે. આ માટે કોવિન નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. વેક્સિનેશનનો રીઅલ-ટાઇમ ડેટા કોવિન પર અપલોડ કરવો પડશે. વેક્સિનેશન બાદ ડિજિટલ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. આ તેમને બીજા ડોઝની યાદ અપાવે છે. બીજા ડોઝ પછી ફાઇનલ સર્ટિફિકેટ આપવામાં આવશે. ભારત જે કરવાનું છે, તેને દુનિયા ફોલો કરશે.'

લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ
મોદીએ કહ્યું, 'જે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે તેઓ પણ સંક્રમણને અટકાવવા માટે સાવચેતીઓનું પાલન કરે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો સુનિશ્ચિત કરવું જોઈશે કે અફવાઓને કોઈ હવા ન મળે. દેશ અને દુનિયાના તોફાની તત્વો આ અભિયાનમાં અવરોધ ઉભો કરવાના પ્રયાસ કરી શકે છે. આપણે ધાર્મિક, સામાજિક સંસ્થાઓ, એનજીઓ, રેડ ક્રોસ જેવી સંસ્થાઓને સાથે જોડવાની છે. આ વેક્સિનેશનની સાથે-સાથે અન્ય રસીકરણ અભિયાન પણ વ્યવસ્થિત ચાલતા રહે, તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

વેક્સિનના બે ડોઝ હશે. તેને 28 દિવસના અંતર પર લગાવાશે
કોરોના વેક્સિનના બે ડોઝ હશે. તેને 28 દિવસના અંતર પર આપવામાં આવશે.દરેકને બે ડોઝ લાગાવવા પડશે, ત્યારે જ વેક્સિનનું શેડ્યૂલ પૂર્ણ થશે. બીજો ડોઝ લગાવ્યાના બે અઠવાડિયા પછી શરીરમાં એન્ટિબોડી રચાય છે જે શરીરને કોરોનાથી સુરક્ષિત કરે છે. એન્ટિબોડી એ શરીરમાં હાજર તે પ્રોટીન છે, જે વાયરસ, બેક્ટેરિયા, ફૂગના હુમલોને અટકાવે છે.

દેશમાં 2 વેક્સિનને મંજૂરી

·         ભારતના ડ્રગ કંટ્રોલર જનરલઓફ ઈન્ડિયા (DCGI)એ ઈમરજન્સી ઉપયોગ માટે બે વેક્સિનને મંજૂરી આપી છે.

·         પ્રથમ વેક્સિન કોવીશીલ્ડ છે, જેને એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ મળીને બનાવી છે.

·         ભારતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) કોવીશીલ્ડનું ઉત્પાદન કરી રહ્યું છે.

·         જ્યારે તેનો અડધો ડોઝ આપવામાં આવશે, ત્યારે અસરકારકતા 90% રહી. એક મહિના પછી ફૂલ ડોઝમાં અસરકારકતા 62% રહી.

·         બંને પ્રકારના ડોઝમાં સરેરાશ અસરકરકતા 70% રહી. કોવીશીલ્ડના 5 કરોડ ડોઝ તૈયાર છે

·         બીજી વેક્સિન કોવેક્સિન છે. તેના તબક્કા-3 ટ્રાયલનાં પરિણામો હજી સુધી આવ્યાં નથી. કોવેક્સિન ભારત બાયોટેક બનાવી રહી છે.

·         તેના તબક્કા-2 ટ્રાયલના પરિણામો અનુસાર, કોવેક્સિનને કારણે શરીરમાં બનેલા એન્ટિબોડી 6 થી 12 મહિના સુધી ચાલશે. કોવેક્સિનના 2 કરોડ ડોઝ તૈયાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post