• Home
  • News
  • 6 તારીખોથી જાણો અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ કઈ રીતે ચૂંટાય છે; આપણા કરતાં કેટલી અલગ છે સિસ્ટમ?
post

ઈલેક્શન ડેના ચાર-પાંચ દિવસ પછી સામે આવી શકે છે ચૂંટણી પરિણામો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-30 09:37:48

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી માત્ર એક સપ્તાહ દૂર છે. 3 નવેમ્બરે વોટિંગ થવાનું છે, પરંતુ કોરોનાએ ચૂંટણી પ્રક્રિયાને ખૂબ પ્રભાવિત કરી છે. જે વોટર અત્યાર સુધી ઈલેક્શન ડે ( આ વર્ષે 3 નવેમ્બર)ના રોજ પોલિંગ બૂથ પર જઈને વોટિંગ કરતા રહ્યા છે, તેઓ ઘરે બેઠા મેઈલ-ઈન કે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી રહ્યા છે. અમેરિકામં કેટલાક રાજ્યોમાં ઈલેક્શન ડે અગાઉ પણ વોટ આપવામાં આવી શકે છે, જેને અર્લી વોટિંગ કહે છે. તેનો પણ લોકો લાભ ઉઠાવી રહ્યા છે, જેથી ભીડમાં જવું ન પડે. ગત ચૂંટણીઓમાં કુલ વોટિંગના 50% મતદાન તો આ વર્ષે ઈલેક્શન ડેના એક સપ્તાહ અગાઉ જ થઈ ગયું છે. આ આંકડો હજુ પણ વધી શકે છે.

અત્યાર સુધી 6.95 કરોડ લોકોએ વોટ નાખ્યા, 2016ના કુલ વોટના મુકાબલે પ્રી-વોટિંગમાં જ 50% મતદાન
દુનિયાને ખ્યાલ છે કે રિપબ્લિકન પાર્ટીમાંથી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીમાંથી પૂર્વ વાઈસ-પ્રેસિડન્ટ જો બાઈડન વચ્ચે મુખ્ય મુકાબલો છે. આવો અમેરિકન ચૂંટણી પ્રક્રિયાની મહત્વની તારીખો જોઈને જાણીએ કે કોરોનાના સમયમાં વોટિંગ કઈ રીતે થઈ રહ્યું છે અને તેની ચૂંટણી પ્રક્રિયાની તારીખો પર શું અસર પડવાની છે...

પ્રથમ મહત્વની તારીખ
3
નવેમ્બર 2020ઃવોટિંગ ખતમ થશે
અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી હંમેશા નવેમ્બરમાં આવતા પ્રથમ સોમવાર પછી મંગળવારે થાય છે. તેનો અર્થ એ છે કે જો નવેમ્બરનો મહિનો મંગળવારે શરૂ થાય છે તો ચૂંટણી આગામી મંગળવાર, એટલે કે 8 નવેમ્બરે થશે. એક અન્ય વાત અમેરિકામાં વોટિંગની તારીખનો મતલબ એ નથી કે વોટિંગ આ દિવસે શરૂ થશે, પરંતુ એ દિવસે ખતમ થશએ. આ વર્ષે મંગળવાર 3 નવેમ્બરે છે, જેને ઈલેક્શન ડે પણ કહી શકાય છે.

આ વખતે 50માંથી 38 સ્ટેટ્સે અર્લી વોટિંગની સુવિધા વોટર્સને આપી છે. અર્થાત્ આપ ઈલેક્શન ડે પર પોલિંગ બૂથ પર જઈને વોટિંગ ન કરી શકો તો આપ અગાઉથી અરજી કરીને અર્લી વોટિંગ કે ઈમેઈલ દ્વારા વોટિંગ કરી શકો છે. પોસ્ટલ બેલેટ પણ એવું જ છે. તેમાં પણ તમને ઈલેક્શન ડે અગાઉ વોટિંગનો મોકો મળે છે. આપણે ત્યાં વોટિંગ અને સમગ્ર ભારતમાં એક જેવા નિયમ છે, પરંતુ અમેરિકામાં એવું નથી. ત્યાં દરેક રાજ્યનો પોતાનો કાયદો છે અને વોટર્સનું રજિસ્ટ્રેશન ઈલેક્શન ડે સુધી ચાલે છે.

6 રાજ્યોની 10 સંસદીય સીટો પર ભારતીય નિર્ણાયક, તેમની વોટિંગમાં હિસ્સેદારી 6-18% સુધી છે કોરોનાને લીધે આ વખતે અત્યાર સુધી સાત કરોડથી વધુ વોટર અર્લી વોટિંગનો લાભ ઉઠાવી ચૂક્યા છે. કેટલાક રાજ્યોએ 15 ઓક્ટોબરથી જ તેની શરૂઆત કરી દીધી હતી અને અર્લી વોટિંગનો આ સિલસિલો ઈલેક્શન ડે એટલે કે 3 નવેમ્બર પહેલા સુધઈ ચાલતો રહેશે. ગત વર્ષે લગભગ 5.8 કરોડ લોકોએ અર્લી વોટિંગ કર્યુ હતું અને આ વખતે રેકોર્ડ તોડી રહ્યા છે. મોટી સંખ્યામાં યુવાનો અર્લી વોટિંગ કરી રહ્યા છે. ભારતમાં અર્લી વોટિંગ જેવી કોઈ જોગવાઈ નથી. બેલેટ વોટિંગની સુવિધઆ ચોક્કસ ચૂંટણી યોજવામાં સામેલ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સાથે જ સુરક્ષાદળોનાં જવાનોને મળે છે.

અમેરિકામાં તેના રાજ્યો વચ્ચે અંતર ઘણું વધુ છે. આ કારણથી ત્યાં આપણી જેમ વોટિંગ શરૂ કરવા અને ખતમ કરવાનો એક જેવો સમય નથી. દરેક સ્ટેટમાં પોલિંગ શરૂ થવાનો અને ખતમ થવાનો સમય અલગ છે. મોટાભાગના સ્ટેટ્સમાં 3 નવેમ્બરે સવારે 6 વાગ્યે એટલે કે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે વોટિંગ શરૂ થશે. ત્યાં રાતે 9 વાગ્યા સુધી ચાલશે, એટલે કે ભારતીય સમય અનુસાર 4 નવેમ્બરે સવારે 5.30 વાગ્યા સુધી વોટિંગ ચાલતું રહેશે.

મતોની ગણતરી
આપણે ત્યાં વોટિંગ થયા પછી તમામ મશીનો એક જગ્યાએ આવે છે અને કાઉન્ટિંગ અલગ તારીખે થાય છે. અમેરિકામાં એવું થતું નથી. ત્યાં તો વોટિંગ ખતમ થતા જ ગણતરી શરૂ થઈ જાય છે. ગત વર્ષે ઈલેક્શન ડેના આગલા દિવસની સવાર સુધીમાં પરિણામો આવવાના પણ શરૂ થઈ ગયા હતા, ત્યારે આપણે ત્યાં સાંજ થઈ ગઈ હતી. આ વખતે કાઉન્ટિંગમાં થોડો ટ્વીસ્ટ છે. આ વખતે કેટલાક સ્ટેટ્સે 13 નવેમ્બર સુધી પોસ્ટલ બેલેટસ મોકલવાની મંજૂરી આપી છે. આ કારણથી પરિણામો આવવામાં એક કે બે દિવસ પણ લાગી શકે છે.

એક મોટો તફાવત એ છે કે અમેરિકામાં વોટર સીધા રાષ્ટ્રપ્રમુખને ચૂંટતા નથી. ત્યાં , વોટર પોતાના પ્રતિનિધિ ચૂંટે છે, જે ઈલેક્ટર કહેવાય છે. કોઈ સ્ટેટમાં કેટલા ઈલેક્ટર હશે, એ તેની વસતી પર નિર્ભર કરે છે. કેલિફોર્નિયાની પાસે સૌથી વધુ 55 ઈલેક્ટર છે. સમગ્ર અમેરિકામાં 538 ઈલેક્ટર છે, જે પોતપોતાના ક્ષેત્રથી વોટરને રિપ્રેઝન્ટ કરે છે. આ ઈલેક્ટર જ આગળ જઈને પ્રેસિડન્ટની ચૂંટણી કરે છે. વોટર પોપ્યુલર વોટ પણ આપે છે, એટલે કે તેઓ જણાવશે કે તેમને કોણ પસંદ છે - ટ્રમ્પ કે બાઈડેન. કેટલાક સ્ટેટ્સમાં જે પોપ્યુલર વોટ્સ જીતે છે, તેને જ તમામ ઈલેક્ટર સીટો મળી જાય છે પરંતુ કેટલાક સ્ટેટ્સમાં એવું નથી. ત્યાં ઈલેક્ટર અલગ જ થઈ શકે છે. આ મહત્વપૂર્ણ છે, કેમકે ગત ચૂંટણીઓમાં પોપ્યુલર વોટ્સમાં જીત્યા છતાં હિલેરી ક્લિન્ટનને ઈલેક્ટોરલ કોલેજ વોટ્સમાં ટ્રમ્પથી હાર મળી હતી. એવું અમેરિકન ઈતિહાસમાં પાંચ વખત જ બન્યું છે.

બીજી મહત્વની તારીખ
10
નવેમ્બરઃ પરિણામોની ઘોષણાની શરૂઆત
ભલે પોપ્યુલર વોટ્સ અને તેમનું એનેલિસિસ આપણને અગાઉ જ જણાવી દેશે કે કોણ પ્રેસિડન્ટ બનવાનું છે, ચૂંટણી પ્રક્રિયામાં સર્ટિફિકેશન અત્યંત અગત્યનું છે. આ ઔપચારિક સરકારી પ્રક્રિયા છે. 10 નવેમ્બર પછી અલગ અલગ સ્ટેટ્સમાં વોટિંગ પછીની સ્થિતિના આધારે ઈલેક્ટરને સર્ટિફાઈ કરવાની પ્રક્રિયા શરૂ થશે. જો કોઈ વિવાદ થાય છે અને રી-કાઉન્ટની સ્થિતિ બની તો આ પ્રક્રિયામાં વિલંબ પણ થઈ શકે છે. આ વખતે અલગ-અલગ તારીખો પર સર્ટિફિકેશન શરૂ થશે.

ત્રીજી મહત્વની તારીખ
8
ડિસેમ્બરઃ પરિણામોનું સર્ટિફિકેશન પૂરું થશે
આ પણ એક ઔપચારિકતાવાળી સરકારી પ્રક્રિયા છે. કેલિફોર્નિયા સિવાય તમામ સ્ટેટ્સમાં પરિણામો સર્ટિફાઈ થઈ ચૂક્યા હશે. એટલે કે 8 સપ્ટેમ્બર સુધી ઈલેક્ટર્સને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હશે. તમામ 50 રાજ્યોમાં 538 ઈલેક્ટર નક્કી થઈ ચૂક્યા હશે.

ચોથી મહત્વની તારીખ
14
ડિસેમ્બરઃ ઈલેક્ટર સ્ટેટની રાજધાનીમાં વોટ આપશે
તમામ 50 સ્ટેટ્સની રાજધાનીઓમાં 538 ઈલેક્ટર પોતપોતાના વોટ નાખશે. કેટલાક સ્ટેટ્સ માટે આ માત્ર ઔપચારિકતા છે, કેમકે તેઓ પોતાની મરજીથી કોઈને વોટ ન આપી શકે. અમેરિકાના બંધારણમાં એવું ક્યાંય લખ્યું નથી કે ઈલેક્ટરે પોપ્યુલર વોટ્સને ફોલો કરવાના રહેશે, પરંત મોટાભાગના સ્ટેટ્સમાં કાયદેસર એવું કરવું જરૂરી છે. જુલાઈ 2020માં અમેરિકન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે જે સ્ટેટ્સમાં કાયદો લાગુ છે ત્યાં ઈલેક્ટર્સે પોપ્યુલર વોટને ફોલો કરવાના રહેશે. એટલે કે જેમને જનતા ચૂંટશે તેને જ વોટ આપવાનો રહેશે.

પાંચમી મહત્વની તારીખ
6
જાન્યુઆરી 2021ઃ કોંગ્રેસમાં થશે ઈલેક્ટર્સના મતોની ગણતરી થશે
તમામ રાજધાનીઓમાંથી ઈલેક્ટરના વોટ વોશિંગ્ટનમાં પહોંચશે. વાઈસ-પ્રેસિડન્ટની સામે કોંગ્રેસમાં જ ઈલેક્ટર્સના મતોને ગણવામાં આવશે. આ પણ એક ઔપચારિકતા જ છે. તેના પછી જ ઔપચારિક રીતે આગામી પ્રેસિડન્ટના નામની ઘોષણા થાયછએ. ક્યારેક-ક્યારેક એકાદ ઈલેક્ટર પોતાના વોટર્સની ઈચ્છાથી વિરુદ્ધ જઈને પણ વોટ કરતા રહ્યા છે પરંતુ મોટાભાગના સ્ટેટ્સમાં કાયદો બન્યા પછી એમ કરવું પણ તેમના માટે સંભવ નહીં હોય.

છઠ્ઠી મહત્વની તારીખ
20
જાન્યુઆરી, 2021ઃ નવા પ્રેસિડન્ટ શપથ ગ્રહણ કરશે
અમેરિકામં નવા પ્રેસિડન્ટ ક્યારે શપથ લેશે, એ અગાઉથી જ નક્કી છે. તેના માટે આપણે ત્યાં હોય છે તેમ મુહૂર્ત વગેરે કાઢવાની જરૂર પડતી નથી. અમેરિકાના બંધારણ અનુસાર, 20 જાન્યુઆરીએ નવા પ્રેસિડન્ટ પદના શપથ લે છે. તેને ઈનોગરેશન-ડે પણ કહે છે