• Home
  • News
  • કોરોનાથી બચવા માટે LED માસ્ક, જ્યારે તમે બોલતા હશો અને હસતા હશો ત્યારે લાઈટ થશે, એક માસ્કની કિંમત રૂ.3800
post

ગેમ ડિઝાઈનર અને પ્રોગ્રામર ટેલર ગ્લેયલે લગભગ એક મહિનાની સખત મહેનત બાદ માસ્ક તૈયાર કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 11:34:13

ગેમ ડિઝાઈનર અને પ્રોગ્રામર ટેલર ગ્લેયલે ખાસ પ્રકારનું માસ્ક તૈયાર કર્યો છે. તેને પહેરો છો ત્યારે વાત કરવા પર LED લાઈટ પ્રકાશિત થાય છે. આ લાઈટ જણાવે છે કે, સામેવાળી વ્યક્તિ ક્યારે વાત કરી રહ્યો હતો અને ક્યારે ચુપ છે. તમે જ્યારે હસતા હશો ત્યારે માસ્કની સામે સ્માઈલીનો સિમ્બોલ બને છે. કપડાના આ માસ્કમાં 16 LED લાઈટ લગાવવામાં આવી છે. 

તેને તૈયાર કરનાર પ્રોગ્રામર ટેલરના જણાવ્યા પ્રમાણે, મને તેની જરૂરિયાત અનુભવાઈ અને તેને બનાવવાનો વિચારનો જન્મ થયો. ત્યારબાદ એક મહિનો સતત મહેનત કર્યા બાદ તૈયાર થઈ ગયો. એક માસ્કની કિંમત આશરે 3800 રૂપિયા છે.

અચાનક મગજમાં વિચાર આવ્યો હતો
અમેરિકન પ્રોગ્રામ ટેલરના જણાવ્યા પ્રમાણે, માસ્કમાં વોઈસ પેનલ પણ છે, જેને LED સાથે જોડવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે અને ચૂપ રહે છે ત્યારે લાઈટ થાય છે. ટેલરના જણાવ્યા પ્રમાણે, માસ્કને બનાવવાનો વિચાર અચાનક મગજમાં આવ્યો હતો. હું ઓનલાઈન આવા માસ્ક શોધતો હતો, જ્યારે મળ્યો નહીં ત્યારે મેં તે જાતે તૈયાર કર્યો.

માસ્ક ધોતા પહેલા LED લાઈટને કાઢી શકાય છે
ટેલરના જણાવ્યા પ્રમાણે, માસ્કને તૈયાર કરવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો. તે કપડાથી બનેલું છે, તેથી જ્યારે તેને ધોવાનું હોય ત્યારે LED લાઈટની પેનલને કાઢીને બહાર કરી શકાય છે. તેમાં 9 વોલ્ટની બેટરી લગાવવામાં આવી છે જે LED પેનલને સપોર્ટ કરે છે.

યુવી લેમ્પથી સેનિટાઈઝ કરવું સરળ 
ટેલરના જણાવ્યા પ્રમાણે, માસ્કમાંથી કાપડને દૂર કર્યા પછી બીજી વસ્તુને સમાયંતરે યુવી લેમ્પથી સેનિટાઈઝ કરી શકાય છે. એક માસ્કની કિંમત લગભગ 3800 રૂપિયા છે. તે કહે છે અત્યારે મેં તેને મારા માટે બનાવ્યું છે અને તેને વેચવાની કોઈ યોજના નથી.

બાળકો માટે નથી આ માસ્ક
ટેલરના જણાવ્યા પ્રમાણે, આ માસ્કનો ઉપયોગ ત્યાં કરી શકાતો નથી જ્યાં લોકો લાંબા સમય સુધી પહેરી રાખે છે કેમ કે તેમાં LED લાઈટ લગાવવામાં આવી છે, જે થોડા કલાક બાદ ગરમ થઈ જાય છે. એટલા માટે તે બાળકો માટે યોગ્ય નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post