• Home
  • News
  • ન્યુયોર્કમાં બે મહિના પછી પ્રથમ વખત 100થી ઓછાં મોત, બીમારી ટોચ પર હતી ત્યારે એક દિવસમાં 800 લોકો મરતા હતા
post

મંગળવારથી ન્યૂયોર્કના અનેક વિસ્તારો ખોલવામાં આવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 11:55:23

ન્યુયોર્ક: અમેરિકાના કેટલાક રાજ્યોમાં કોરોનાવાઈરસના પ્રકોપમાં ઘટાડો થયો છે. ન્યૂયોર્કમાં પ્રથમ વખત બે મહિના પછી નવા મૃત્યુની સંખ્યા 100થી ઓછી રહી છે. રાજ્યના ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોએ શનિવારે વાઈરસથી 84 નવી મોતની માહિતી આપી છે.


હોસ્પિટલમાં દાખલ થનારા અને ગંભીર દર્દીઓની સંખ્યા પણ હવે ઘટી રહી છે
24
માર્ચ પછી પ્રથમ વખત મૃતકોની આટલી ઓછી સંખ્યા નોંધાઈ છે. કુઓમોએ કહ્યું કે, આ સારા સમાચાર છે. બીમારી જ્યારે ટોચ પર હતી ત્યારે એક દિવસમાં 800 મોત થતાં હતાં. કુઓમોએ એક ડોક્ટર સાથે પોતાની ચર્ચાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ કહી રહ્યા હતા કે જો મૃતકોની સંખ્યા 100થી ઓછી થઈ જાય છે તો તમે રાહતનો શ્વાસ લઈ શકો છો. 100થી નીચે આવવું લગભગ અશક્ય લાગતું હતું. હોસ્પિટલમાં દાખલ થનારા અને ગંભીર દર્દીઓની સંખ્યા પણ હવે ઘટી રહી છે. આ દરમિયાન મંગળવારથી ન્યૂયોર્કના અનેક વિસ્તારો ખોલવામાં આવી રહ્યા છે. અમેરિકામાં પણ ચેપના ફેલાવાનો દર ધીમો પડ્યો છે. 25 રાજ્યોમાં આંકડો સ્થિર છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post