• Home
  • News
  • LIC Policy: Retirement બાદ પણ આવક ચાલુ રાખવી હોય તો દરરોજ કરો 80 રૂપિયાનું રોકાણ
post

જો કોઇ વ્યક્તિ 35 વર્ષના સમયગાળા માટે 25 વર્ષની ઉંમરમાં રોકાણની શરૂઆત કરે છે તો, તેને પહેલાં વર્ષે 4.5 ટકા ટેક્સ સાથે પ્રીમિયમ ચૂકવવું પડશે, જોકે 29,5555 રૂપિયા થાય છે. એટલે કે દરરોજના 80 રૂપિયા થયા.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-26 17:32:26

નવી દિલ્હી: લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) લાંબા ગાળામાં રોકાણ માટે સૌથી વિશ્વાસપાત્ર કંપનીઓમાંની એક ગણવામાં આવે છે. જીવનની સુરક્ષાથી માંડીને નિવૃતિ સુધીના પ્લાનિંગમાં એલઆઇસીનો મોટો રોલ રહે છે. અમે તમને જણાવી દઇએ કે એલઆઇસીની જીવન આનંદ પોલિસી દ્વારા કેવી રીતે તમે દરરોજ 80 રૂપિયાનું રોકાણ કરીને 28,000 રૂપિયા પેન્શન મેળવી શકો છો. 

LIC જીવન આનંદ પોલિસીમાં રોકણ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષ હોવી જોઇએ. આ પ્લાન 25 વર્ષના સમયગાળા બાદ રિટર્ન ઓફર કરે છે. બોનસ સુવિધા, લિક્વિડિટી અને રોકાણ મુજબ આ LIC ની સૌથી સારી પોલિસીઝમાંથી એક ગણવામાં આવે છે. આ પોલિસી હેઠળ ન્યૂનતમ સમ અશ્યોર્ડ 1 લાખ રૂપિયા છે અને મેક્સિમમ કોઇ લિમિટ નથી. આ ઉપરાંત રોકાણકારનું રિસ્ક પણ કવર કરવામાં આવે છે. આ એક એંડોમેન્ટ પોલિસી છે, એટલે કે રોકાણનું રોકાણ અને વિમો બંનેનો ફાયદો મળે છે. 

કેવી રીતે મળશે 28,00 રૂપિયાનું પેન્શન
હવે તમને જણાવી દઇએ કે 80 રૂપિયા દરરોજ રોકાણ કરીને તમે કેવી રીતે 28,000 રૂપિયા દર મહિને પેન્શન મેળવી શકો છો. 

જો કોઇ વ્યક્તિ 35 વર્ષના સમયગાળા માટે 25 વર્ષની ઉંમરમાં રોકાણની શરૂઆત કરે છે તો, તેને પહેલાં વર્ષે 4.5 ટકા ટેક્સ સાથે પ્રીમિયમ ચૂકવવું પડશે, જોકે 29,5555 રૂપિયા થાય છે. એટલે કે દરરોજના 80 રૂપિયા થયા.  

આ પહેલાં પ્રિમિયમ બાદ આ 80 થી ઘટીને 2.5 ટકા ટેક્સ સાથે 79 રૂપિયા થઇ જશે. આ ગણતરી મુજબ તમને 35 વર્ષ પછી 50,15,00 રૂપિયા મળશે. 61 વર્ષની ઉંમરમાં તમારું પેન્શન બનશે 3,48,023 વાર્ષિક. રિપોર્ટ અનુસાર આ ગણતરી મુજબ દર મહિને તમારું પેન્શન હશે 27,664 રૂપિયા. લાખો લોકો LIC માં રોકાણ કરે છે. કારણ કે અહીંયા રોકાણ સુરક્ષિત ગણવામાં આવે છે કારણ કે આ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post