• Home
  • News
  • ટ્રમ્પની જેમ અમેરિકાના 10થી વધુ રાષ્ટ્રપતિ તેમની ગંભીર બીમારી છુપાવી ચૂક્યા છે, વિલિયમ હેરિસનું તો રાષ્ટ્રપતિપદના શપથ લીધાના એક મહિનામાં જ મોત થયું હતું
post

1841માં હેનરીએ બીમારી છુપાવી અને 9 દિવસ બાદ મોત થઇ ગયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 10:13:34

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાઇરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. વ્હાઇટ હાઉસે પહેલાં એમ કહ્યું કે તેમનામાં સંક્રમણના આંશિક લક્ષણછે પણ શુક્રવારે સાંજ સુધીમાં તેમણે દાખલ થવું પડ્યું. અહીં રાષ્ટ્રપતિઓએ બીમારી છુપાવ્યાનો લાંબો ઇતિહાસ છે. વાંચો રિપોર્ટ...

ટ્રમ્પની જેમ વિલ્સને પણ સંક્રમણની વાત છુપાવી હતી
વુડરો વિલ્સન એપ્રિલ, 1919માં પેરિસ ગયા હતા અને બીમાર પડી ગયા. ડૉ. કૈરી ગ્રેસને આખી રાત વિલ્સનની દેખરેખ બાદ વોશિંગ્ટનને જણાવ્યું કે તેમની સ્થિતિ ગંભીર છે. તેઓ સ્પેનિશ ફ્લૂનો શિકાર હતા, જેનાથી અમેરિકામાં 6.75 લાખ મોત થયા હતા.

રુઝવેલ્ટે 1944માં તેમની બીમારી છુપાવી, બીજી ટર્મ પૂરી ન કરી શક્યા
ફ્રેન્કલીન ડી. રુઝવેલ્ટને 1944માં હાઇ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓ અંગે જાણ થઇ હતી. ચૂંટણી નજીક આવી રહી હતી તો વ્હાઇટ હાઉસે કહ્યું કે તેમની બીમારી ગંભીર નથી. રુઝવેલ્ટ ચૂંટણી તો જીતી ગયા પણ થોડા મહિના બાદ તેમનું નિધન થયું.

ગ્રોવરે આઇલેન્ડમાં જઇને ખાનગી જહાજમાં ઓપરેશન કરાવ્યું હતું
રાષ્ટ્રપતિ ગ્રોવર ક્લીવલેન્ડે પોતાની બીમારી ગુપ્ત રાખીને એક ખાનગી જહાજમાં મોઢાનું ઓપરેશન કરાવ્યું હતું, જેમાં કેન્સરગ્રસ્ત હિસ્સો કાઢી નંખાયો હતો. તેમને ડર હતો કે જનતાને ખબર પડશે તો તેમને નબળા રાષ્ટ્રપતિ ગણવામાં આવશે.

1841માં હેનરીએ બીમારી છુપાવી અને 9 દિવસ બાદ મોત થઇ ગયું
1841
માં વિલિયમ હેરિસ ન્યૂમોનિયાથી બીમાર પડ્યા પણ વ્હાઇટ હાઉસે તેમની ગંભીર બીમારી છુપાવી. બીમાર પડ્યાના 9 દિવસ બાદ તેમનું મોત થઇ ગયું. તેમણે રાષ્ટ્રપતિપદના શપથ લીધાને પણ એક મહિનો જ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post