• Home
  • News
  • લિંકન ફાર્માસ્યુટિકલ્સનો દવાના રેગ્યુલેટેડ માર્કેટમાં પ્રવેશ, જર્મની એફડીએ પાસેથી યુરોપિયન યુનિયન જીએમપી સર્ટિફિકેશન મળ્યું
post

આ મંજૂરીથી કંપનીનું બિઝનેસ નેટવર્ક 90થી વધુ દેશોમાં વિસ્તરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 11:54:27

અમદાવાદ: ગુજરાતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સ્થાન ધરાવતી અમદાવાદની લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડને જર્મની એફડીએ પાસેથી યુરોપિયન યુનિયન જીએમપી સર્ટિફિકેશન મળ્યું છે . આ સાથે જ કંપનીએ દવાના રેગ્યુલેટેડ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમારી હાજરી રેગ્યુલેટેડ માર્કેટમાં નહોતી. આ સર્ટિફિકેશનથી કંપની યુરોપિયન યુનિયનના તમામ 27 સભ્ય દેશોમાં તેની પ્રોડક્ટ્સ વેચવા માટે મંજૂરી મળશે અને યુરોપિયન ઈકોનોમિક એરિયા (ઈઈએ) દેશોમાં પ્રવેશવાનો માર્ગ પણ મળશે. કંપનીએ આ માટેની મંજુરી પ્રક્રિયાને ગત વર્ષે ડિસેમ્બરમાં શરુ કરી હતી.


પ્રારંભિક તબક્કે ખાત્રજ પ્લાન્ટમાં ઉત્પાદન થશે
મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, રેગ્યુલેટેડ માર્કેટ માટે શરૂઆતના તબક્કે અમારા ખાત્રજ ખાતેના પ્લાન્ટમાં ઉત્પાદન કરીશું અને જે પ્રમાણે માગ વધશે તે મુજબ નવા પ્લાન્ટમાં ઉત્પાદન શરુ કરવામાં આવશે. આ પ્લાન્ટના અપગ્રેડેશન માટે કંપનીએ રૂ. 30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ખાત્રજ ઉત્પાદન એકમમાં એન્ટિ-ઈન્ફેક્ટિવ, રેસ્પિરેટરી સિસ્ટમ, ગાયનેકોલોજી, ડર્મેટોલોજી, ગેસ્ટ્રો, પેઈન મેનેજમેન્ટ, કાર્ડિયો અને સીએનએસ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ડાયાબિટીક, એન્ટિ-મેલેરિયા વગેરેનો સમાવેશ થાય છે.


રેગ્યુલેટેડ માર્કેટ માટે રૂ. 50 કરોડના રોકાણ સાથે નવો પ્લાન્ટ બનાવશે
લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ હવે યુરોપ, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ જેવા રેગ્યુલેટેડ માર્કેટમાં પ્રવેશ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપની અમદાવાદ નજીક નંદાસણમાં રૂ. 50 કરોડના રોકાણ સાથે એક ટેબ્લેટ પ્લાન્ટ બનાવશે જે બે વર્ષની અંદર કાર્યરત થઇ જશે.


કંપનીનું બિઝનેસ નેટવર્ક વધશે
મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, ઈયુ સર્ટિફિકેશનથી કંપની તેનું બિઝનેસ નેટવર્ક 90થી વધુ દેશોમાં વિસ્તારશે. કંપની હાલ ઈસ્ટ અને વેસ્ટ આફ્રિકા, સેન્ટ્રલ અને લેટિન અમેરિકા તથા સાઉથઈસ્ટ એશિયા સહિતના 60થી વધુ દેશોમાં નિકાસ કરે છે. આ દેશોમાં તેણે અનેક પ્રોડક્ટ્સનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને અનેક ગ્લોબલ ટેન્ડર્સ પણ મળેલા છે. નાણાંકીય વર્ષ 2020માં નિકાસનો હિસ્સો વધીને કુલ વેચાણના 61 ટકા થયો હતો જે નાણાંકીય વર્ષ 2011માં કુલ વેચાણના 11 ટકા હતો.

adv

Related News

post
post
post
post
post
post
post