• Home
  • News
  • 31 માર્ચ સુધીમાં PANને આધાર સાથે લિંક કરો:આવું ન કરતા પાન કાર્ડ ઈનએક્ટિવ થઈ જશે, જાણો લિંક કરવાની સમગ્ર પ્રક્રિયા
post

આવકવેરા અધિનિયમ 1961 હેઠળ, કેટલાક લોકોને PANને આધાર સાથે લિંક કરવાથી મુક્તિ આપવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-20 18:02:32

જો તમે હજી સુધી તમારા PANને આધાર સાથે લિંક કરાવ્યું નથી, તો તેને 31 માર્ચ, 2023 સુધીમાં કરાવી લો. આમ કરવામાં નિષ્ફળતા તમારા PANને નિષ્ક્રિય બનાવી દેશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) 30 જૂન, 2022થી PANને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી વસૂલ કરી રહ્યું છે.

આધાર-પાન લિંક કરવાની પ્રોસેસ

·         સૌથી પહેલા ઈન્કમ ટેક્સની વેબસાઈટમાં જાઓ

·         ત્યાં ક્વિક લિંકમાં આધાર લિંક પર ક્લિક કરો

·         પાન અને આધાર નંબર નાખી વેલિડેટ પર ક્લિક કરો.

·         પેમેન્ટ માટે NSDLની વેબસાઈટ પર જવા માટેની લિંક જોવા મળશે

·         CHALLAN NO./ ITNS 280માં પ્રોસીડ પર ક્લિક કરો.

·         ટેક્સ એપ્લિકેબલ(0021) incometax(otherthan companies) પર ક્લિક કરો.

·         ટાઈપ ઓફ પેમેન્ટમાં(500) other recepitsને પસંદ કરવાનું રહેશે.

·         મોડ ઓફ પેમેન્ટમાં બે ઓપ્શન મળશે નેટ બેંકિંગ અને ડેબિટ કાર્ડ

·         પોતાની સુવિધા અનુસાર બંનેમાંથી કોઈ પણ ઓપ્શન પસંદ કરી શકાય છે.

·         કાયમી એકાઉન્ટ નંબરમાં પોતાનો પાન કાર્ડ નંબર દાખલ કરો.

·         અસેસમેન્ટ યરમાં 2023-24ની પસંદગી કરો.

·         એડ્રેસવાળી જગ્યામાં કોઈ પણ એડ્રેસ લખો.

·         કેપ્ચા કોડ નાખી પ્રોસીડ બટન પર ક્લિક કરો.

·         પ્રોસીડ પર ક્લિક કર્યા પછી સ્ક્રીન પર તમે દાખલ કરેલી માહિતી જોવા મળશે.

·         માહિતીની ચકાસણી કર્યા પછી આઈ એગ્રી પર ક્લિક કરો અને સબ્મિટ ટુ ધ બેંક પર ક્લિક કરો.

·         તમે દાખલ કરેલી માહિતીમાં કોઈ ભૂલ હોય તો એડિટ પર ક્લિક કરવાનું રહેશે.

·         હવે નેટ બેંકિંગ અથવા ડેબિટ કાર્ડ ઓપ્શન પસંદ કરી અધર્સમાં 1000 રૂપિયા ભરો.

·         ટ્રાન્ઝેક્શન પૂરું થયા પછી એક pdf મળશે. તે ડાઉનલોડ કરી તમારી પાસે રાખો.

·         પેમેન્ટ અપડેટ થવામાં 4-5 દિવસનો સમય લાગશે.

10,000 રૂપિયા સુધીનો દંડ
જો પાન કાર્ડ નિષ્ક્રિય છે, તો આવા લોકોને મ્યુચ્યુઅલ ફંડ અથવા સ્ટોક એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય જો તમે આ પાન કાર્ડનો ઉપયોગ ક્યાંય પણ દસ્તાવેજ તરીકે કરો છો તો ભારે દંડ થઈ શકે છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 272B હેઠળ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આ પાન કાર્ડ ધારકોને રાહત આપવામાં આવી છે
આવકવેરા અધિનિયમ 1961 હેઠળ, કેટલાક લોકોને PANને આધાર સાથે લિંક કરવાથી મુક્તિ આપવામાં આવી છે. આ કેટેગરીમાં આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલયના લોકો, બિન-નિવાસી, 80 વર્ષ કે તેથી વધુ વયના લોકો અને વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post