• Home
  • News
  • રામ મંદિર અને આબુધાબીમાં મંદિરના ઉદ્ઘાટન બાદ થશે લોકસભાની ચૂંટણી', શશી થરૂર શા માટે આવું બોલ્યા?
post

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2024ની 22 જાન્યુઆરીએ યોજાશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-29 17:02:34

 અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ હવે 2024ની 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને રાજકારણ ગરમાયું છે અને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ આ મુદે એકબીજાને ઘેરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે (Shashi Tharoor) રામ મંદિરને લઈને ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.


શશી થરૂરે વડાપ્રધાનને કર્યા આ સવાલ

શશી થરૂરે અયોધ્યમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને તેના થોડાક દિવસ બાદ ફેબ્રુઆરીમાં અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના ઉદ્ધાટનને લઈને કહ્યું છે કે આ બંને આયોજન 2024ની ચૂંટણીનો તખ્તો તૈયાર કરશે. તેમણે આગાહી કરતા કહ્યું કે આ પછી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. આ સિવાય થરૂરે કહ્યું કે નરેન્દ્ર મોદી 2024 માટે સંદેશ આપવા માંગે છે કે તેઓ હિન્દુ હ્રદય સમ્રાટ છે પરંતુ તેમણે સવાલો કર્યા હતા કે 'અચ્છે દિન'નું શું થયું? દર વર્ષે 2 કરોડ નોકરીઓનું શું થયું? આર્થિક વિકાસનું શું થયું, દરેકને 15 લાખ રૂપિયા આપવાનું શું થયું?

મોદી ફેબ્રુઆરીમાં અબુધાબીમાં કરશે મંદિરનું ઉદ્ઘાટન

એક તરફ વિપક્ષ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેવા અંગે અસમંજસમાં છે ત્યારે બીજી તરફ વડાપ્રધાન મોદી અબૂધાબીમાં  BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ સ્વીકારી લીધું છે, જે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં સૌથી મોટું હિન્દુ મંદિર હશે.


adv

Related News

post
post
post
post
post
post
post