• Home
  • News
  • દેશમાં 7 તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણી, 4 જૂને આવશે મહાસંગ્રામનું પરિણામ
post

19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-16 16:47:38

નવી દિલ્લી : ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. આ સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. આ ચૂંટણીની જાહેરાતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં 7 મેના રોજ લોકતંત્રનું  પર્વ ઉજવવામાં આવશે. તે દિવસે જ લોકસભાની 26 બેઠકો પર એક જ તબક્કામાં સાથે સાથે રાજ્યની કુલ 5 રાજ્યમાં વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પર મતદાન થશે. 

 

પ્રથમ તબક્કામાં 21 રાજ્યોમાં મતદાન યોજાશે 

• 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે 

• 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે 

• 07 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે 

• 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન 

• 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન 

• 25 મે રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન 

• 1 જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન

• ચોથી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

 

adv

Related News

post
post
post
post
post
post
post