• Home
  • News
  • LTTE પ્રમુખ પ્રભાકરન જીવિત છે અને સ્વસ્થ છે:દાવો- જલદી જ સામે આવશે; શ્રીલંકા સરકારે 14 વર્ષ પહેલાં મૃત જાહેર કર્યા હતા
post

પ્રભાકરનને 18 મે 2009ના રોજ શ્રીલંકા સરકારે મૃત ઘોષિત કર્યા હતા. સરકારે જણાવ્યું હતું કે તેઓ 17 મે, 2009ના રોજ એ સમયે માર્યા ગયા, જ્યારે દેશના ઉત્તરી ભાગમાં શ્રીલંકાઈ સૈનિક તેમને પકડવાની કોશિશ કરી રહ્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 17:27:41

કોલંબો:  LTTE વેલુપિલ્લઈ પ્રભાકરન જીવિત છે. આ દાવો તામિલનાડુના પૂર્વ કોંગ્રેસનેતા અને વર્લ્ડ કોન્ફડરેશન ઓફ તમિળના અધ્યક્ષ પાઝા નેદુમારને સોમવારે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ જીવિત છે અને સ્વસ્થ છે. અમને વિશ્વાસ છે કે તેમના મૃત્યુની ચર્ચાઓને વિરામ મળશે. તેઓ જલદી જ દુનિયા સામે આવશે. પ્રભાકરનને 18 મે 2009ના રોજ શ્રીલંકા સરકારે મૃત ઘોષિત કર્યા હતા. સરકારે જણાવ્યું હતું કે તેઓ 17 મે, 2009ના રોજ એ સમયે માર્યા ગયા, જ્યારે દેશના ઉત્તરી ભાગમાં શ્રીલંકાઈ સૈનિક તેમને પકડવાની કોશિશ કરી રહ્યા હતા. બીજા દિવસે તેમનું શબ શ્રીલંકાઈ મીડિયામાં જોવા મળ્યું હતું. એક અઠવાડિયા પછી LTTEના પ્રવક્તા સેલ્વારાસા પથ્મનાથાને તેની પૃષ્ટિ કરી હતી. તેનાં બે અઠવાડિયાં પછી ડીએનેએ ટેસ્ટમાં પણ એવું કહેવામાં આવ્યું કે તે શબ પ્રભાકરનનું જ છે. આ દરમિયાન તેમના દીકરા એન્થની ચાર્લ્સનું પણ મૃત્યુ થઈ ગયું હતું.

લિબરેશન ટાઇગર્સ ઓફ તમિળ ઈલમ(LTTE) શું છે?
LTTE
શ્રીલંકાનું આતંકી સંગઠન છે. શ્રીલંકાનું આ અલગાવવાદી સંગઠન તમિળો માટે અલગ રાષ્ટ્રની માગ સાથે બન્યું હતું. આ સંગઠનના નેતા વેલુપિલ્લઈ પ્રભાકરન હતા. 1976માં આ સંગઠને વિલિકાડેમાં નરસંહાર કરી પોતાની હિંસક અને મજબૂત હાજરી નોંધાવી. સંગઠન ધીમે-ધીમે પોતાની પકડ વધારતું ગયું. આ દરમિયાન આ સંગઠને અનેકવાર શ્રીલંકાઈ નેતાઓને પોતાના નિશાન બનાવ્યા. 80ના દશક પછી સંગઠનને અન્ય દેશોથી પણ સહયોગ મળવા લાગ્યો અને તેમની તાકાત વધવા લાગી. 1985માં શ્રીલંકા સરકાર અને તમિળ વિદ્રોહીઓ વચ્ચે શાંતિવાર્તાની પહેલી કોશિશ કરવામાં આવી, જે અસફળ રહી.

રાજીવ ગાંધીની હત્યાનું જવાબદાર હતું LTTE

LTTEની હાજરીથી શ્રીલંકામાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું હતું. એને શાંત કરવા માટે 29 જુલાઈ 1987ના રોજ ભારત અને શ્રીલંકાની વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી. 1987માં LTTE સાથે મુકાબલો કરવા માટે ભારતે પણ પોતાની સેના શ્રીલંકા મોકલી હતી. ભારતના આ પગલાથી LTTE ભારત વિરુદ્ધ થઈ ગયું અને તેની સામે બદલો લેવાનું નક્કી કર્યું. રાજીવ ગાંધીની હત્યા સાથે LTTEનો બદલો પૂરો થયો.

adv

Related News

post
post
post
post
post
post
post