• Home
  • News
  • આ ક્રિકેટર સાથે લગ્ન કરવાની હતી માધુરી દિક્ષિત, પરંતુ પરિસ્થિતિ એવી બની કે થયું બ્રેકઅપ
post

બોલીવુડની ખૂબસુરત ધક ધક ગર્લ માધુરી દિક્ષિત આ ક્રિકેટર માટે બધુ જ છોડવા તૈયાર હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-20 19:11:00

મુંબઈ: ધક ધક માધુરી દિક્ષિતનું કેરિયર જ્યારે ટોપ પર હતુ ત્યારે તેના ચાહકોની કોઈ કમી નહોતી. તેના કેરિયર કે જેમાં ક્યારેય રુપિયા અને નામની ક્યારેય કમી હતી અને નહોતા કોઈ વિવાદો. તેમની અદા અને એક મુસ્કાન પર લાખો યુવાનો કુરબાન હતા. આ ભીડમાં એક ક્રિકેટર પણ હતો તેના માટે આ બોલીવુડની ખૂબસુરત ધક ધક ગર્લ માધુરી બધુ જ છોડવા માટે તૈયાર હતી. આ ક્રિકેટર હતો અજય જાડેજા. જેને માધુરી ખૂબ જ પ્રેમ કરતી હતી. પરંતુ આ સંબંધ મજબુત થાય તે પહેલા જ એવી પરિસ્થિતિ ઉભી થઈ કે તેની આ ઈચ્છા અધુરી રહી ગઈ. 

આ રીતે શરુ થઈ હતી બન્ને વચ્ચે પ્રેમ 

બોલીવુડની માહિતી આપનાર લોકો તરફથી મળતી માહિતી પ્રમાણે અજય જાડેજા અને માધુરી દિક્ષિતના પ્રેમ એક એડ શૂટ દરમિયાન માધુરી દીક્ષિતનો પ્રેમ ખીલ્યો હતો. બન્નેની રોમેન્ટીક તસ્વીરો જોયા બાદ તેમના પ્રેંમની ચર્ચા લોકો ખુલ્લે આમ કરવા લાગ્યા હતા. એવુ પણ કહેવામાં આવે છે કે માધુરી દિક્ષિત અજય જાડેજાના પ્રેમમાં એટલી બધી પાગલ હતી કે અજય જાડેજાને ફિલ્મોમાં કામ કરવા માટે ડાયરેક્ટરને ભલામણ કરી હતી. તેનુ એ કારણ હતુ કે અજય જાડેજા પણ એક્ટીંગ કરવા ઈચ્છતા હતા. પરંતુ એક રોમેન્ટીક ફિલ્મમાં વિલનની કમી નથી હોતી તે રીતે માધુરી અને અજયની લવ સ્ટોરીમાં પણ આવુ જ થયું હતું.  માધુરી-અજયની લવ સ્ટોરીમાં પરિવાર વિલન બન્યો હતો. અને આ લવ સ્ટોરી અધુરી રહી ગઈ હતી. 

આ રીતે થયુ હતુ બન્ને વચ્ચે બ્રેકઅપ

માધુરી દિક્ષિત અને અજય જાડેજા લગ્ન કરવા માટે પણ તૈયાર હતા. પરંતુ અજય જાડેજાનો પરિવાર આ સંબંધના વિરોધમાં હતો. અજય જાડેજા રોયલ ફેમિલીથી જોડાયેલા હતા. અને માધુરી દિક્ષિત એક સાધારણ ઘરમાથી આવતી હતી. જેના કારણે જાડેજા પરિવારે આ સંબંધ માટે રાજી નહોતા. આ સમસ્યા પુરો થાય તેની પહેલા અજય જાડેજાના કેરિયર પર સવાલ ઉઠવા લાગ્યા હતા. અને મોહમ્મદ અજરૂદીન સાથે તેમનુ નામ મેચ ફિક્સીંગના આરોપમાં બહાર આવ્યુ હતુ. એ પછી માધુરી દિક્ષિતના પરિવારે પણ આ સંબંધ પર પુર્ણવિરામ મુકી દીધુ હતુ. અને થોડા સમય પછી માધુરીએ શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post