• Home
  • News
  • MPની 28 બેઠકનું એનાલિસિસ:ભાજપ 13 બેઠક પર મજબૂત, કોંગ્રેસ 10 પર આગળ; 5 બેઠક પર રસાકસી
post

3 નવેમ્બરે પેટાચૂંટણી માટે મતદાન છે. ઉમેદવાર અને પાર્ટીઓએ પ્રચારમાં પૂરેપૂરી તાકાત લગાવી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-29 11:15:26

3 નવેમ્બરે પેટાચૂંટણી માટે મતદાન છે. ઉમેદવાર અને પાર્ટીઓએ પ્રચારમાં પૂરેપૂરી તાકાત લગાવી દીધી છે. આ લોકો એ જાણવા માગે છે કે હાલ કોણ ક્યાં મજબૂત છે. ચૂંટણીક્ષેત્રની વાસ્તવિકતાનું એનાલિસિસ કર્યું અને જોયું કે આ 28 બેઠક પર કઈ પાર્ટીનો ઉમેદવાર મજબૂત છે અને કોને કાંટાની ટક્કરનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જે સમીકરણ છે એ પ્રમાણે, 13 બેઠક પર ભાજપ મજબૂત જોવા મળી રહ્યો છે. 10 પર કોંગ્રેસ આગળ છે અને 5 બેઠક પર કાંટાની ટક્કર છે.

ગ્વાલિયર- 9 બેઠકો
અશોકનગર- ભાજપના જજ્જી ફસાતા જોવા મળી રહ્યા છે, કોંગ્રેસની આશા આત્મવિશ્વાસમાં છે
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જજપાલ સિંહ જજ્જી આ ચૂંટણીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. પહેલેથી જ તેઓ અંગત કારણોથી વિરોધનો સામનો કરી રહ્યા હતા, સાથે જ ભાજપમાં આંતરિક ઘાતને કારણે તેમને બેવડું નુકસાન વેઠવું પડી શકે છે. કોંગ્રેસની આશા પૂરા આત્મવિશ્વાસથી મેદાનમાં છે. પક્ષપલટા અંગે વિસ્તારમાં મોટો મુદ્દો બની રહ્યો છે.

ભાંડેરઃ મહેન્દ્ર બૌદ્ધ ફેક્ટરને બાદ કરતાં કોંગ્રેસના ફૂલસિંહ બરૈયાની સ્થિતિ મજબૂત
ભાજપની રક્ષા સિરોનિયાના મુકાબલે કોંગ્રેસના ફૂલસિંહ બરૈયાની ચૂંટણી રણનીતિ વધારે કારગર જોવા મળી રહી છે. દલિતોના વોટ સાથે મુસ્લિમ વોટ પણ એકજૂથ કરવામાં કોઈ કસર બાકી નથી મૂકી. રક્ષાના પતિના વ્યવહાર અંગે એક વર્ગમાં નારાજગી છે. પાર્ટીને બીક છે કે તેની અસર વોટિંગમાં ન જોવા મળે એટલા માટે પાર્ટી નાના સ્તર સુધી મીટિંગ કરી રહી છે. જોકે કોંગ્રેસને માત્ર પૂર્વ મંત્રી મહેન્દ્ર બૌદ્ધની ચૂંટણી લડવાથી ચિંતા છે, કારણ કે પૂર્વ મંત્રી હોવાના કારણે તેઓ સારો જનાધાર પણ રાખે છે.

પોહરીઃ મુખ્યમંત્રીની ચાર સભા છતાં ભાજપ ઉમેદવાર આગળ
ભાજપે અહીં જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને સુરેશ ધાકડને ઉતાર્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આ જ સમાજના છે. તેમણે સમાજના ઉમેદવારને જિતાડવા માટે ચાર સભા પણ કરી છે. આનાથી પાર્ટી રાહત અનુભવી રહી છે તો કોંગ્રેસ મુશ્કેલીમાં જોવા મળી રહી છે.

કરૈરાઃ પક્ષપલટાના મુદ્દા વચ્ચે ત્રણ વખત હારેલા કોંગ્રેસના પ્રાગીલાલ જાટવ આગળ
આ બેઠક પર મુકાબલો મજબૂત છે. અહીં બસપાની ટિકિટ પર ત્રણ વખત ચૂંટણી હારી ચૂકેલા પ્રાગીલાલ જાટવ આગળ જોવા મળી રહ્યા છે. ભાજપે જસવંત જાટવને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

મુંગાવલીઃ કોંગ્રેસ સારી સ્થિતિમાં, સાંસદના કારણે ભાજપ ઉમેદવાર મુશ્કેલીમાં
કોંગ્રેસમાં સતત બે વખત ચૂંટણી જીતેલા બ્રેજન્દ્ર સિંહ યાદવ હવે ભાજપમાં ભાગ્ય અજમાવી રહ્યા છે. યાદવ બહુમતીવાળી બેઠક પર તેમનો મુકાબલો કોંગ્રેસના કન્હઈ રામ લોધી સાથે છે. બૂથ મેનેજમેન્ટ ભાજપનું બરાબર ચાલી રહ્યું છે, પણ અંગત કારણોસર બ્રજેન્દ્ર સિંહ મુશ્કેલીમાં ફસાયા છે.

બમોરીઃ કોંગ્રેસ ઉમેદવાર એકલા પડ્યા, ભાજપ ઉમેદવારની સ્થિતિ મજબૂત તાજેતરનાં સમીકરણોથી ભાજપ ઉમેદવાર અને મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાના સમર્થક ઉત્સાહમાં છે. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા અને અહીં સફળ થતા જોવા મળી રહ્યા છે. તેમનો મુકાબલો અપક્ષ ચૂંટણી હારી ચૂકેલા કોંગ્રેસના કે. એલ. અગ્રવાલ સાથે છે, જે સિંધિયાના કહેવા પર જ કોંગ્રેસમાં જોડાયા હતા. અગ્રવાલ હવે કોંગ્રેસમાં એકલા જોવા મળી રહ્યા છે

ગ્વાલિયર પૂર્વઃ ભાજપના મુન્નાને કોંગ્રેસના સિકરવારની કડક ટક્કર
કોંગ્રેસથી ભાજપમાં આવેલા મુન્નાલાલ ગોયલ સામે કોંગ્રેસે સતીશ સિકરવારને ઉતાર્યા છે, જેનાથી મુકાબલો કડક થઈ ગયો છે. ગોયલ સરળ સ્વભાવ, કથિત અંતિમ ચૂંટણીની સહાનુભૂતિ અને જાતિગત સમીકરણથી મેદાનમાં છે. સિકરવાર માટે ઠાકુર વર્ગને બાદ કરતાં અન્ય વોટર્સને સાધવા મુશ્કેલ જોવા મળી રહ્યા છે.

ગ્વાલિયરઃ ભાજપ મજબૂત, કોંગ્રેસને મુશ્કેલથી ઉમેદવાર મળ્યો હતો
કોંગ્રેસ શરૂઆતથી જ ચિંતાજનક સ્થિતિમાં છે, કારણ કે અહીં ઉમેદવાર શોધવા મુશ્કેલ બની ગયું છે. છેલ્લે, સુનલી શર્માને ટિકિટ આપવામાં આવી. ભાજપમાંથી મંત્રી પ્રદ્યુમ્ન તોમર ઉમેદવાર છે.

ડબરાઃ આઈટમથી કોંગ્રેસની ચૂંટણીને નુકસાન થઈ રહ્યું, ઈમરતી દેવી મજબૂત
કમલનાથના આઈટમવાળા નિવેદને અહીંના ચૂંટણીના ચિત્રને જ બદલી દીધું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલી મંત્રી ઈમરતી દેવીએ એને મુદ્દો બનાવી દીધો છે. જે કોંગ્રેસ ગદ્દાર અને પક્ષપલટાના મુદ્દાને વધારીને ઉઠાવી રહી હતી એ હવે બેક ફૂટ પર છે.

ચંબલ- 7 બેઠક
મુરૈનાઃ દલિત વોટબેન્ક અને બ્રાહ્મણ ઉમેદવારથી બસપાના રાજૌરિયા મજબૂત
અહીં બસપાના ઉમેદવાર રામપ્રકાશ રાજૌરિયાના મેદાનમાં ઊતરવાથી મુકાબલો ત્રિકોણીય થઈ ગયો છે. આ બેઠક પર ભાજપના રઘુરાજા કંસાનાની સામે કોંગ્રેસે રાકેશ માવઈને ઉતાર્યા છે. એવામાં ગુર્જર વોટ વહેંચાઈ શકે છે. આ વાત કોંગ્રેસ અને ભાજપ બન્નેને હેરાન કરી રહી છે, કારણ કે બ્રાહ્મણ ઉમેદવાર રાજૌરિયા બસપામાંથી ઊતર્યા છે, જેને મોટી સંખ્યામાં દલિત વોટ પણ મળે છે.

દિમનીઃ જાતિગત સમીકરણથી ભાજપ મુશ્કેલીમાં, કોંગ્રેસ હાલ અહીં ભારે
આ બેઠક પર જાતિગત સમીકરણ છે. ભાજપના ઉમેદવાર ગિર્રાજ દંડોતિયા માટે ઠાકુર વોટ બેન્ક સૌથી મોટો પડકાર છે, જે કોંગ્રેસ ઉમેદવાર રવીન્દ્ર તોમર માટે એકજૂથ થયા છે.

સુમાવલીઃ ગુર્જરોના દમ પર ભાજપના એન્દર સિંહ કંસાના મજબૂત
ભાજપના એન્દર સિંહ કંસાના સામે કોંગ્રેસના અજબસિંહ કુશવાહને ઉતાર્યા છે. સ્થિતિ રસપ્રદ બની ગઈ છે, પણ અહીં ગુર્જર વોટ બેન્ક નિર્ણાયક માનવામાં આવે છે.

જૌરાઃ કોંગ્રેસનો નવો ચહેરો ભાજપના સૂબેદારને કાંટાની ટક્કર આપી રહ્યો છે
અહીં ભાજપના પૂર્વ ધારાસભ્ય સૂબેદાર સિંહ સામે કોંગ્રેસે નવા ચહેરા પંકજ ઉપાધ્યાયને ઉતારીને ચોંકાવી દીધા હતા. જોકે આ નિર્ણયે હવે કોંગ્રેસને મુકાબલામાં બરાબરી પર લાવી દીધા છે. જાતિગત સમીકરણને પણ પંકજ સારી રીતે સંભાળવામાં સફળ થતા જોવા મળી રહ્યા છે.

અંબાહઃ અપક્ષે ભાજપ ઉમેદવારની મુશ્કેલી વધારી, કોંગ્રેસ ફાયદામાં
અહીં એક અપક્ષ ઉમેદવાર અભિનવ છારીએ ભાજપની મુશ્કેલી વધારી દીધી છે, જેનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. સખવાર બહુમતીવાળી આ બેઠક પર બસપામાંથી આવેલા સત્યપ્રકાશ સખવારને કોંગ્રેસ ઉમેદવાર બનાવીને જાતિગત સમીકરણ સાધવાના પ્રયાસ કર્યો છે.

મેહગાંવઃ ભાજપની રણનીતિએ કોંગ્રેસને પાછળ છોડ્યું
અહીંથી હેમંત કટારેને કોંગ્રેસે મોડેથી ટિકિટ આપી. આ કારણે તે પ્રચારમાં પાછળ રહી ગયા હતા, હવે સ્થિતિ બદલાઈ છે. તેઓ મુકાબલામાં આવી ગયા છે. અહીં ઠાકુર અને બ્રાહ્મણ વોટ નિર્ણાયક ગણવામાં આવે છે. ભાજપમાંથી ઓપીએસ ભદૌરિયા પણ આ ફેક્ટરના આધારે આગળ વધી રહ્યા છે, પણ મુકાબલો રસપ્રદ થઈ ગયો છે.

ગોહદઃ ભાજપ મજબૂત, પણ જેને 84 ગામને સાધી લીધા તેની જીત થશે
આ બેઠક પર જીત કોની થશે એ ઠાકુર બહુમતીવાળા 84 ગામનું વલણ નક્કી કરશે. કોંગ્રેસના પૂર્વ મંત્રી ગોવિંદ સિંહ આ સમીકરણને વોટમાં બદલવામાં લાગી ગયા છે. કોંગ્રેસથી ભાજપમાં આવેલા રણવીર જાટવ સહિત પાર્ટી પણ 84 ગામના ફેક્ટર પર કામ કરી રહ્યાં છે.

માલવા- 5 બેઠક
હાટપીપલ્યાઃ સીએમની સભા પછી મનોજ ચૌધરી મજબૂત થયા
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મનોજ ચૌધરીની સ્થિતિ પક્ષપલટા ફેક્ટરના કારણે થોડાક દિવસ પહેલાં નબળી હતી, પણ હવે તેઓ મજબૂત થઈ ગયા છે. ચાર દિવસ પહેલાં મુખ્યમંત્રીને રેલી પછી માહોલ બદલાઈ ગયો છે. સંઘ પણ સાથે ઊભો છે.

સાંવેરઃ કાંટાની ટક્કર, મુખ્યમંત્રીએ સિલાવટ માટે તાકાત લગાવી
આ બેઠક પર આખા રાજ્યની નજર છે. કોંગ્રેસથી ભાજપમાં આવેલા મંત્રી તુલસી સિલાવટને જિતાડવા અને હરાવવામાં દિગ્ગજો લાગી ગયા છે. હાલ અહીં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપને આ વાતનો અહેસાસ છે, એટલા માટે હજુ સુધી અહીં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પાંચ સભા તો સિંધિયાની ત્રણ સભા થઈ ચૂકી છે.

બદનાવરઃ કોંગ્રેસે ઉમેદવાર બદલ્યો છતાં ભાજપ અહીં મજબૂત
કોંગ્રેસને અહીં ઉમેદવાર શોધવામાં મહેનત કરવી પડી. પહેલાં યુવા નેતા અભિષેક સિંહને ટિકિટ આપી દેવાઈ હતી, પણ ભારે વિરોધ અને પાર્ટીને મળેલા ઈનપુટ પછી નિર્ણય બદલવો પડ્યો. વરિષ્ઠ નેતા કમલ પટેલને ઉતારવામાં આવ્યા.

સુવાસરાઃ કોંગ્રેસ ઉમેદવારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે
અહીં ભાજપના હરદીપ સિંહ ડંગ મજબૂત સ્થિતિમાં છે. ડંગની છાપ મિલનસાર નેતા તરીકે છે. કોંગ્રેસના રાકેશ પાટીદારે અહીં ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

આગરઃ ઊંટવાલને સહાનુભૂતિ મળતી નથી, કોંગ્રેસના વિપિન મજબૂત
ભાજપના મનોજ ઊંટવાલને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. મનોજની સક્રિયતા ઓછી હોવાના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસના વિપિન વાનખેડેનો સતત સંપર્ક તેમનો રસ્તો વધુ સરળ બનાવી રહ્યો છે.

નિમાડ-2 બેઠક
નેપાનગરઃ ભાજપ ઉમેદવારથી નારાજગી, કોંગ્રેસ ઉમેદવારની સ્થિતિ વધુ સારી
કોંગ્રેસમાંથી બે વખત ચૂંટણી હારી ચૂકેલા રામકિશન પટેલની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે. ધારાસભ્યપદ પરથી રાજીનામું આપવાને કારણે ભાજપમાં જોડાયેલા સુમિત્રા કાસ્ડેકર લોકોથી નારાજ જોવા મળી રહી છે.

માંધાતાઃ કોંગ્રેસની સ્થિતિ મજબૂત, ભાજપ સમીકરણ બદલવામાં લાગી
ભાજપ ઉમેદવાર નારાયણ પટેલે 2018ની ચૂંટણીમાં 1236 વોટથી જીત મેળવી હતી. આ વખતે તેમની સામે કોંગ્રેસના રાજનારાયણના દીકરા ઉત્તમ પાલ સિંહ મેદાનમાં છે, જે હાલના સમયમાં મજબૂત જોવા મળી રહ્યાં છે. અહીં ભાજપે પરસેવો પાડવો પડી રહ્યો છે.

ભોપાલઃ 2 બેઠક
બ્યાવરાઃ કોંગ્રેસની પક્કડ નબળી, ભાજપના નારાયણ પવારની સ્થિતિ સારી
કોંગ્રેસના ગોવર્ધન દાંગીના નિધનથી ખાલી થયેલી બેઠક પર ભાજપ સારી સ્થિતિમાં છે, પણ તેમનો સામનો આ વખતે કોંગ્રેસના એવા ઉમેદવાર રામચંદ્ર દાંગી સાથે છે, જેમની પક્કડ નબળી છે.

સાંચીઃ ભાજપના પ્રભુરામ મજબૂત, કોંગ્રેસ ઉમેદવારને ઓળખનું સંકટ
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રભુરામ ચૌધરી કોંગ્રેસના મદન ચૌધરીના મુકાબલે આગળ જોવા મળી રહ્યાં છે. પ્રભુરામના ગત વખતનાં ઘણાં કામ અને તેમનો વ્યક્તિગત સંપર્ક તેમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે.

બુંદેલખંડ- 2 બેઠક
સુરખીઃ ભાજપની રણનીતિથી ગોવિંદ સિંહ રાજપૂત મજબૂત સ્થિતિમાં
અહીં કોંગ્રેસ ઉમેદવાર પારુલ સાહુને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ગોવિંદ રાજપૂત ટક્કર આપી રહ્યા છે. કોંગ્રેસને હરાવવા માટે ભાજપે રણનીતિ બનાવી છે, જેના કારણે સમીકરણ ઝડપથી રાજપૂતોના પક્ષમાં થતાં જોવા મળી રહ્યાં છે.

મલહરાઃ કોંગ્રેસ મજબૂત, લોધી વોટ કરશે જીત-હારનો નિર્ણય
કોંગ્રેસની સાધ્વી રામસિયા ભારતીની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે. પાર્ટી બદલવાને કારણે ભાજપને પ્રદ્યુમન સિંહ લોધીથી સમાજના જ લોકો નારાજ છે.

મહાકૌશલ- 1 બેઠક
અનુપપુરઃ ભાજપના બિસાહુલાલની સ્થિતિ મજબૂત
ભાજપના મંત્રી બિસાહુલાલ સાહુની સ્થિતિ મજબૂત છે. કોંગ્રેસમાંથી અહીં વિશ્વનાથ મેદાનમાં છે. બન્ને ઉમેદવાર ગોંડ સમાજમાંથી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post