• Home
  • News
  • મલેશિયાએ કુલ 3,737 મેટ્રીક ટન ગેરકાયદેસર પ્લાસ્ટિક કચરાના 150 કન્ટેનર્સ 13 શ્રીમંત દેશને પાછા મોકલી આપ્યા
post

2018માં ચીને પ્લાસ્ટિક કચરાની આયાત પર પ્રતિબંધ લગાવી 200થી વધુ ગેરકાયદે પ્લાસ્ટિક રિસાઈકલિંગ યુનિટ બંધ કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-22 10:50:33

મલેશિયાએ ગેરકાયદેસર રીતે આયાત કરવામાં આવેલા પ્લાસ્ટિક કચરા ભરેલા 42 શિપિંગ કન્ટેઈનર્સ (Shipping Containers) યુકે (UK) પરત મોકલ્યા છે, તેમ મલેશિયાના પર્યાવરણ પ્રધાન યેઓ બી યીને અંગે જાહેરાત કરી હતી. મલેશિયા વિશ્વના કચરાનો ઢગલો બને તે માટે અમે જરૂરી તમામ પગલાં ભરી રહ્યા છીએ. સાથે ગત વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાથી અત્યાર સુધીમાં મલેશિયાએ પ્લાસ્ટિક કચરાના 150 કન્ટેનર 13 જેટલા શ્રીમંત દેશને પરત મોકલી આપ્યા છે. બીજીબાજુ યુકે સરકારે અગાઉ જણાવ્યું હતું કે તેમને મલેશિયા સત્તાવાળાઓ પાસેથી કચરા અંગે એક વિનંતી મળી હતી અને કેટલાક કન્ટેનર્સ અમને પાછા મળ્યા હતા.

 

મલેશિયાએ જણાવ્યું છે કે કુલ 3,737 મેટ્રીક ટન બિનજરૂરી કચરો ધરાવતા 150 જેટલા કન્ટેનર 13 દેશને પાછો મોકલવામાં આવ્યો છે. 43 કન્ટેનર ફ્રાંસને, 42 કન્ટેનર યુકેને, 17 કન્ટેનર અમેરિકાને અને 11 જેટલા કન્ટેનર કેનેડાને પરત મોકલવામાં આવ્યા છે. તેમાં ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા તથા યુરોપિયન યુનિયન (EU)ના કેટલાક અન્ય કેટલાક દેશનો સમાવેશ થાય છે.


સાથે મલેશિયા સત્તાવાળાઓએ એવી પણ આશા દર્શાવી છે કે વર્ષ 2020ના મધ્યભાગ સુધીમાં વધુ 110 કન્ટેનર્સ પરત મોકલવામાં આવશે, પૈકી અમેરિકાને 60 કન્ટેનર્સ પાછા મોકલવામાં આવશે.



અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક સમૃદ્ધ દેશો તેમના રિસાઈકલેબલ વેસ્ટ વિદેશમાં મોકલે છે, કારણ કે તે રિસાઈકલિંગના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં ઓછું ખર્ચાળ સાબિત થાય છે અને સ્થાનિકસ્તર પર કચરાના ભરાવાની સ્થિતિને ઘટાડી શકાય છે.


યુરોપિયન યુનિયન પ્લાસ્ટિક કચરાનો સૌથી મોટું નિકાસકાર છે, દેશ પ્રમાણે જોઈએ તો અમેરિકા સૌથી મોટો નિકાસકર્તા દેશ છે. ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ જેવા દેશોએ છેલ્લા 12 મહિના દરમિયાન કચરાને પાછાં મોકલી ચુક્યા છે.



ચીને લગાવ્યો હતો પ્લાસ્ટિક કચરા પર પ્રતિબંધ

હકીકતમાં વર્ષ 2018માં ચીને પ્લાસ્ટિક કચરાની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ કચરો મલેશિયા સહિત દક્ષિણ-પૂર્વી એશિયાના દેશોમાં ઠાલવવામાં આવ્યો. સાથે 200 કરતા વધારે ગેરકાયદેસર પ્લાસ્ટિક રિસાઈકલિંગ યુનિટોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ચીન અનેક વર્ષોથી કચરાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ચીનમાં વર્ષ 2017માં 215 મિલિયન ટન શહેરી ઘરેલુ કચરો એકત્રિત કર્યો હતો, પરંતુ તેની પાસે નેશનલ રિસાઈકલિંગ ફિગર (National Recycling Figure) ઉપલબ્ધ નથી. વર્ષ 2010માં ચીને 60 મિલિયન ટન પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન કર્યું હતું. ત્યારે અમેરિકાએ 38 મિલિયન ટન પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન કર્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post