• Home
  • News
  • દેશમાં દર ત્રણ સંક્રમિતોમાં બે પુરુષ, પરંતુ મૃત્યુ મહિલાઓના વધુ, દર 100 મહિલા દર્દીઓમાં ત્રણનું મૃત્યુ થઇ રહ્યું છે
post

જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થ સાઇન્સના સ્ટડી મુજબ, 20 મે સુધી દેશમાં મૃત્યુ દર 3.1% હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 12:03:05

કોરોના વાઇરસના સંપર્કમાં આવનાર મહિલાઓને પુરુષોની સરખામણીએ મૃત્યુનું વધુ જોખમ છે. આવો દાવો જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થ સાઇન્સના સ્ટડીમાં કરવામાં આવ્યો છે. આ સ્ટડીમાં 20 મે સુધીનો ડેટા લેવામાં આવ્યો છે. જે મુજબ, 20 મે સુધી દેશમાં પુરુષોમાં મૃત્યુ દર 2.9% અને મહિલાઓમાં 3.3% હતો. એટલે કે દરેક 100 મહિલા દર્દીઓમાં ત્રણથી વધુ મહિલાઓના મૃત્યુ થઇ રહ્યા છે. જ્યારે દરેક 100 પુરુષ દર્દીઓમાં આ આંકડો ત્રણથી પણ ઓછો છે.

સ્ટડી મુજબ, 20 મે સુધી 1 લાખ 12 હજાર કોરોના સંક્રમિત હતા જેમાં હર ત્રણ સંક્રમિતોમાં એક મહિલા હતી.

80 લાખથી વધુ ઉંમરની મહિલાઓને વધુ જોખમ 
કોરોનવાઈરસને લઈને શરૂઆતથી એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃધ્ધોને વધુ જોખમ છે. ઘણા સ્ટડીમાં આ વાત સાબિત પણ થઇ છે. 20 મે સુધી દેશમાં મૃત્યુ દર 3.1% હતો. એટલે કે 100 દર્દીઓમાંથી 3.1 દર્દી મૃત્યુ પામતા હતા.

ઉંમર મુજબ મૃત્યુ દર પણ અલગ -અલગ છે. 80 વર્ષની ઉંમર સુધીના પુરુષ દર્દીઓમાં મૃત્યુ દર મહિલાઓની સરખામણીએ વધુ હતો પણ 80 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં મૃત્યુ દર પુરુષોથી વધુ હતો.

80 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં મૃત્યુ દર 25.3% હતો. જ્યારે, પુરુષોમાં મૃત્યુ દર 20.5% હતો. જ્યારે આ ઉંમરથી વધુના બંને કોરોના દર્દીઓનો મૃત્યુ દર 22.2% હતો. એટલે કે, 80 વર્ષથી વધુ ઉંમરના દરેક 100 દર્દીઓમાં 22થી વધુ મૃત્યુ પામી રહ્યા હતા. 

જોકે, આ સ્ટડીમાં કોરોનાથી પુરુષોની સરખામણીએ મહિલાઓના વધુ મૃત્યુ થવાના કારણો જણાવાયા નથી.

20 મે સુધી સંક્રમિતોમાં 65%થી વધુ પુરુષો હતા 
સ્ટડી મુજબ 20 મે સુધી દેશમાં 1 લાખ 12 હજાર 27 કોરોના સંક્રમિત હતા. જ્યારે, 3 હજાર 433 લોકોના મૃત્યુ થયા હતા. સંક્રમિતોમાં 65%થી વધુ એટલે કે 73 હજાર 654 પુરુષ દર્દી હતા. 38 હજાર 373 મહિલાઓ હતી. મૃત્યુ પામનારામાં પણ 63%થી વધુ પુરુષ જ હતા.

પરંતુ, મહિલા સંક્રમિત દર્દીઓમાંથી 1 હજાર 268ના નિધન થયા હતા. જ્યારે, 2 હજાર 165 પુરુષ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. માટે સંક્રમિતોમાં મહિલાઓની સંખ્યા ભલે પુરુષોની સરખામણીએ ઓછી હોય પરંતુ મૃત્યુનો દર મહિલાઓનો વધુ હતો.

પરંતુ, દુનિયાના 47 દેશોમાં કોરોનાથી પુરુષોના મૃત્યુ વધુ 

ગ્લોબલ હેલ્થ 50/50 પાસે 47 દેશોનો ડેટા છે. આ તે દેશ છે, જે ત્યાંના કોરોના સંક્રમણથી થનાર મૃત્યુના જેન્ડર વાઈઝ ડેટા શેર કરી રહ્યા છે.  તે મુજબ, આ દરેક 47 દેશોમાં મહિલાઓની સરખામણીએ પુરુષોના વધુ મૃત્યુ થયા છે.

ઇંગ્લેન્ડમાં 3 જૂન સુધી 35 હજાર 430 મૃત્યુ થયા જેમાં 57% પુરુષો છે. ઇટલીમાં પણ 3 જૂન સુધી 32 હજાર 354 મૃત્યુ થયા જેમાં 59% પુરુષો છે.  ચીનમાં 28 ફેબ્રુઆરી સુધી 2 હજાર 114 મૃત્યુ પામનારામાં 64% પુરુષો છે.

પુરુષોના મૃત્યુ વધુ, તેના ત્રણ કારણ 
1.
બીમારી: કોરોનાથી થનાર મૃત્યુ બાબતે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિને પહેલેથી કોઈ ગંભીર બીમારી છે, તેને મૃત્યુનું જોખમ વધુ છે. ગ્લોબલ હેલ્થ 50/50 મુજબ, મહિલાઓની સરખામણીએ પુરુષ ગંભીર બીમારીઓથી વધારે પીડિત હોય છે. દરેક એક લાખ વસ્તીમાંથી 2,776 પુરુષ અને 1,534 મહિલાઓને હૃદયની બીમારી છે. આ રીતે દર એક લાખમાં 1,924 પુરુષ અને 1,412 મહિલાઓને સ્ટ્રોકનું જોખમ છે.


2.
સ્મોકિંગ રેટ: મહિલાઓની સરખામણીમાં પુરુષો વધુ સ્મોકિંગ કરે છે. સિગરેટ- બીડી સિવાય કોઈના કોઈ પ્રકારના તમ્બાકુનું સેવન કરવામાં પણ પુરુષો આગળ છે. પુરુષોમાં સ્મોકિંગ રેટ 36% વધુ છે, જ્યારે મહિલાઓમાં આ 7% છે.
3.
આલ્કોહોલ: દારૂ પીવાની વાતમાં પણ પુરુષો મહિલાઓ કરતાં આગળ છે. 2016 સુધીના આંકડા જણાવે છે કે 15 વર્ષથી ઉપરના પુરુષ દર વર્ષે એવરેજ 10.5 લીટર દારૂ પીવે છે જ્યારે મહિલાઓ વાર્ષિક 2.3 લીટર દારૂ પીવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post