• Home
  • News
  • LPG સિલિન્ડરના ભાવ સહિત 1 જુલાઈથી અનેક નિયમોમાં થશે ફેરફાર, આમ આદમીના બજેટ પર થશે અસર
post

નવા મહિનાની શરૂઆતમાં સામાન્ય માણસ સાથે જોડાયેલ નિયમ 1 જુલાઈથી બદલાઈ જશે. નિયમોમાં ફેરફાર થવાને કારણે સામાન્ય માણસના ખીસ્સા પર અને ઘરના બજેટ પર સીધી અસર થશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-24 10:24:02

દર મહિને નિયમોમાં કોઈને કોઈ ફેરફાર થાય છે. એક સપ્તાહ બાદ જુલાઈ મહિનો શરૂ થઈ જશે. નવા મહિનાની શરૂઆતમાં સામાન્ય માણસ સાથે જોડાયેલ નિયમ 1 જુલાઈથી બદલાઈ જશે. નિયમોમાં ફેરફાર થવાને કારણે સામાન્ય માણસના ખીસ્સા પર અને ઘરના બજેટ પર સીધી અસર થશે. દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય છે. SBI બેન્કના ATMમાંથી પૈસા કાઢવા માટે અને ચેકના નિયમમાં ફેરફાર થશે. 1 જુલાઈથી કયા કયા નિયમોમાં ફેરફાર થશે તે અહીં જણાવવામાં આવ્યું છે.

LPG
સિલિન્ડરની કિંમત
1
જુલાઈએ LPG સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવશે. દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ રસોઈ ગેસની કિંમતો નક્કી કરે છે. કંપનીઓ જુલાઈમાં રસોઈ ગેસ અને કમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે કે નહીં તે જોવાનું રહેશે.

SBI
ના નિયમોમાં થશે ફેરફાર
દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ATMમાંથી પૈસા કાઢવા, બેન્કમાંથી પૈસા ઉપાડવા અને ચેકબુકના નિયમોમાં ફેરફાર કરશે. આ નિયમો આગામી મહિના એટલે કે 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે. SBI બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝીટ એકાઉન્ટ(BSBD) ખાતાધારકોને દર મહિને ચાર વખત પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે. જેમાં ATM અને બેન્ક શાખાઓ શામેલ છે. બેન્ક ફ્રી લિમિટ બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર રૂ. 15 પ્લસ GST ચાર્જ લેવામાં આવશે. રોકડ રૂપિયા ઉપાડવા પર હોમ બ્રાન્ચ, ATM અને SBI સિવાયના ATM પર ચાર્જ લેવામાં આવશે.

ચેક બુક ચાર્જ
SBI BSBD
એકાઉન્ટ હોલ્ડર્સને એક ફાયનાન્સિયલ યરમાં 10 ચેકની કોપી મળે છે. 10 ચેકવાળી ચેકબુક પર ચાર્જ આપવાનો રહેશે. 10 ચેકના પેજ માટે બેન્ક રૂ.40 અને GST ચાર્જ લેવામાં આવશે.
25
ચેક લીવ માટે બેન્ક તરફથી રૂ. 75 અને GST ચાર્જ લેવામાં આવશે.
ઈમરજન્સી ચેકબુક પર 10 પેજ માટે રૂ. 50 અને GST ચાર્જ લેવામાં આવશે.
વરિષ્ઠ નાગરિકોને ચેકબુક પર અન્ય ચાર્જથી છૂટ આપવામાં આવશે.
બેન્ક BSBD ખાતાધારકો તેમની હોમબ્રાન્ચ અથવા અન્ય બ્રાન્ચમાંથી પૈસા ઉપાડશે તો તેના પર ચાર્જ લેવામાં નહીં આવે.

ઈન્કમ ટેક્સ
જો તમે હજુ સુધી Income Tax રિટર્ન નથી ભરી શક્યા તો જેમ બને તેમ જલ્દી Income Tax રિટર્ન ભરી દો. Income Taxના નિયમો અનુસાર જો તમે 30 જૂન સુધીમાં રિટર્ન નહીં ભરો તો તમારે 1 જુલાઈથી ડબલ TDS ચૂકવવાનો રહેશે. આ નિયમના કારણે તમે ITR ફાઈલ કરવા માટે બીજી તક આપવામાં આવ્યો છે. ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હોય છે, પરંતુ તેને વધારીને 30 સપ્ટેમ્બર સુધીની કરવામાં આવી છે. તમારે 30 સપ્ટેમ્બર સુધીમાં ITR ફાઈલ કરવાનો રહેશે.

કેનરા બેન્કનો IFSC code
કેનરા બેન્ક 1 જુલાઈ 2021થી સિંડિકેટ બેન્કનો IFSC code બદલી રહી છે. સિંડીકેટ બેન્કના તમામ ગ્રાહકોને તેમની બ્રાન્ચ પાસેથી અપડેટેડ IFSC codeની જાણકારી લેવાની સૂચના આપવામાં આવી છે. કેનરા બેન્ક તરફથી કહેવામાં આવ્યું છે કે સિંડીકેટ બેન્કના મર્જર બાદ તમામ બ્રાન્ચના IFSC code બદલવામાં આવ્યા છે. બેન્કે ગ્રાહકોને IFSC code અપડેટ કરવા કહ્યું છે. જો IFSC code અપડેટ કરવામાં નહીં આવે તો NEFT, RTGS અને IMPS જેવી સુવિધાઓને લાભ નહીં મળે.

adv

Related News

post
post
post
post
post
post
post