• Home
  • News
  • ઊંચું ઉછળીને ફરી નીચે આવ્યું બજાર:સેન્સેક્સ 158 પોઇન્ટ વધીને 59,708 પર બંધ, નિફ્ટીમાં 45 પોઇન્ટનો ઘટાડો, અદાણી એન્ટરપ્રાઇસિસ 26% તૂટ્યું
post

બજેટ ભાષણ પછી સેન્સેક્સમાં લગભગ 1000 પોઇન્ટની તેજી આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-01 17:36:14

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરી દીધું છે.ત્યારે બજારની ખાસ નજર સરકાની જાહેરાતો પર રહી હતી. જોકે ભારતીય બજાર આજે ઉછાળા સાથે ખુલ્યું હતું. બજેટ ભાષણ પછી સેન્સેક્સમાં લગભગ 1000 પોઇન્ટની તેજી આવી હતી.જોકે ત્યારબાદ, બજાર માત્ર 158 પોઇન્ટ વધીને 59,708ના સ્તર પર બંધ થયું છે. ત્યારે નિફ્ટી 45 પોઇન્ટ ગગડીને 17,616 પર બંધ થયું હતું.

ત્યારે બજેટના દિવસે બજારના એક્શનની વાત કરીએ તો છેલ્લા 7 વર્ષમાં સરેરાશ 0.9%ની પોઝિટિવ મૂવમેન્ટ આવી છે. છેલ્લા ત્રણ બજેટમાં 1.5%નો ઉતાર ચઢાવ રહ્યો હતો. જ્યારે 2021માં બજેટના દિવસે બજારમાં 5%ની તેજી આવી હતી.

બીજી બાજુ હિન્ડનબર્ગના રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેર- અદાણી એન્ટરપ્રાઇસિસ, અદાણી પાવર, અદાણી પોર્ટ્સ, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન, અદાણી વિલ્મર, એસીસી અને અંબુજા ચિંતામાં છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસીઝના શેર 26.70% ઘટીને 2,179.75 પર બંધ થયો હતા.

સેન્સેક્સ 49 પોઇન્ટની તેજી સાથે બંધ થયું હતું
શેરબજારમાં મંગળવારે(31 જાન્યુઆરી) તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 49 પોઇન્ટની તેજી સાથે 59,549ના સ્તર પર બંધ થયું હતું. ત્યારે નિફ્ટી 13 પોઇન્ટની તેજી સાથે 17,662ના સ્તર પર પહોંચ્યી ગયો હતો. સતત બીજા કારોબારી દિવસે માર્કેટમાં તેજી રહી હતી. સેન્સેક્સના 30 શેરમાંથી 15માં તેજી જોવા મળી હતી, જ્યારે 15 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

એક્સપર્ટનો અભિપ્રાય
માર્કેટ એક્સપર્ટ્સ મુજબ, નિફ્ટી સપોર્ટ ઝોનથી રિવર્સ થઈ ગયું છે અને એના 200 EMA ઉપર 17,550ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યું હતું. 17,900ના સ્તર સુધી રિલીફ રેલીની આશા કરી શકાય છે, જ્યાંથી 18050-18100 બંધ થવા સુધી વેચાણનું દબાણ ફરીથી આવી શકે છે. નીચેની બાજુ, તાત્કાલિક સપોર્ટ 17,550 પર અને એનાથી નીચે 17,400ના સ્તર પર જોઈ શકાય છે.

અમેરિકન બજારમાં તેજી, રૂપિયો પડ્યો
અમેરિકન સ્ટોક ઈન્ડેક્સ મંગળવારે 1%થી વધુની તેજી સાથે બંધ થયું હતું. ડાઓ જોન્સ 1.09% પર, S&P 500 1.46% વધ્યું અને નેસ્ડેકમાં 1.67% ચઢ્યું હતું. જાપાન, ઓસ્ટ્રેલિયા, હોન્ગકોન્ગના બજારમાં પણ આજે તેજી જોવા મળી હતી. ત્યારે રૂપિયાની વાત કરીએ તો મંગળવારે ડોલરની સરખાણીએ રૂપિયો 41 પૈસાના ઘટાડા સાથે 81.93 પર બંધ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post