• Home
  • News
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો શેર 9% તૂટ્યો:માર્કેટ કેપ આજે 1.09 લાખ કરોડ અને એક સપ્તાહમાં 1.36 લાખ કરોડ ઘટી
post

આ વર્ષે 12 મેના રોજ એક દિવસમાં આ શેર 7 ટકા તૂટ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 11:22:19

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના શેરમાં આજે 9 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત શેર હવે 1,900 રૂપિયાથી પણ નીચે પહોંચી ગયો છે. એ 1885 રૂપિયા પર બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) પર કારોબાર કરી રહ્યો છે.

આજે રિલાયન્સના માર્કેટ કેપિટલાઇઝેશનમાં 1 લાખ 9 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, 13.89 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 12.80 લાખ કરોડ રૂપિયા થઈ છે. એક સપ્તાહમાં કંપનીની એમકેપ 1.36 લાખ કરોડ રૂપિયા ઘટી છે. આ પહેલાં 12 મેના દિવસે શેર 7 ટકા તૂટ્યો હતો.

શેરમાં 42 ટકા ઘટાડાની શક્યતા
મૈક્વાયરીએ RILના શેરમાં 42 ટકાના ઘટાડાનું રેટિંગ આપ્યું છે. આ બ્રોકરેજ હાઉસે કહ્યું છે કે શેર અહીંથી અન્ડર પર્ફોર્મ કરશે અને આગળ 1195 રૂપિયા સુધી જઈ શકે છે. શુક્રવારના સ્તરેથી એ 42 ટકા નીચે જશે. એડલવાઈસ અને એમકે ગ્લોબલે શેરનો લક્ષ્યાંક 2105 રૂપિયા અને 1970 રૂપિયા રાખ્યો છે. બંનેએ તેને હોલ્ડ કરવાની સલાહ આપી છે.

adv

Related News

post
post
post
post
post
post
post