• Home
  • News
  • લોખંડનો સળિયો 46 વર્ષીય વ્યક્તિના ચહેરાની આરપાર નીકળી ગયો, ડોક્ટરે 2 સર્જરી કરી જીવ બચાવ્યો
post

સળિયાની પોઝિશન જોવા માટે અનેક એક્સ-રે લેવા પડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 11:46:05

જેરુસેલમ: ઈઝરાઈલની રાજધાની જેરુસેલમમાં 46 વર્ષીય વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. 4 અઠવાડિયાં પહેલાં કમલ રહેમાન નામનો વ્યક્તિ ફ્લેટમાં બીજા માળ પરથી પડી ગયો હતો, પડતાની સાથે જમીન પર રહેલો લોખંડણો સળિયો તેના ચહેરામાં ઘૂસી ગયો હતો. જો કે, ડોક્ટરની ટીમે 2 સર્જરી કરીને રહેમાનને પહેલાં જેવો સાજો કરી દીધો છે.

કમલને કોઈ પીડા નહોતી થતી

કમલે તે ઘટનાને યાદ કરતાં મીડિયાને જણાવ્યું કે, હું એવી રીતે સળિયા પર પડ્યો હતો કે મારું શરીર પણ હલાવી શકતો નહોતો. મેં મદદ માટે બૂમો પાડી. હું બેભાન નહોતો થયો પણ નવાઈની વાત એ હતી કે મને થોડી પણ પીડા નહોતી થતી. થોડા સમયમાં મારી ફેમિલી મને હદસાહ મેડિકલ સેન્ટર લઇ ગયા. 

સળિયાની પોઝિશન જોવા માટે અનેક એક્સ-રે લેવા પડ્યા

હદસાહ મેડિકલ સેન્ટરના સિનિયર ડો. સેમ્યુઅલ મોસ્કોવિકીએ જણાવ્યું કે, હું જ્યારે ટ્રોમા રૂમમાં ગયો ત્યારે મેં એક વ્યક્તિને જોયો જેના ચહેરાની આરપાર લોખંડનો સળિયો ઘૂસી ગયો હતો. દર્દીના શ્વાસ ચાલી રહ્યા હતા અમે સળિયાની પોઝિશન જોવા માટે અનેક એક્સ-રે લીધા. આ સળિયાને કેવી રીતે કાઢી શકાય તે માટે અમારે ઘણા સમય સુધી એક્સરે અભ્યાસ કરવો પડ્યો હતો. આ સળિયાએ નાક, દાંત અને ગાલને નુકસાન પહોચાડ્યું હતું. 

કમલનો ચમત્કારિક બચાવ

પ્રથમ સર્જરી કર્યા બાદ બીજી સર્જરી વધારે જોખમી હતી. આ સર્જરી પાછળ અમને 10 કલાક લાગ્યા. સર્જરી પછી મારી ટીમ વિચારી રહી હતી કે આ દર્દી ઉઠશે કે નહિ ! થોડા કલાક બાદ કમલ ઊઠી ગયો આ એક ચમત્કાર હતો. તેના ચહેરાના બધા અંગો પ્રોપર કામ કરી રહ્યા હતા. 

કમલ રહેમાનને હાલ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. પોતાની અમૂલ્ય જિંદગી બચાવવા તે ડોક્ટરનો આખી જિંદગી આભારી રહેશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post