• Home
  • News
  • મેગનનો ખુલાસો - શાહી પરિવારમાં રહી હોત તો આપઘાત કરત, દીકરા આર્ચીના અલગ રંગને કારણે પ્રિન્સનો નિયમ બદલાયો
post

પ્રિન્સ હેરી અને મેગને કહ્યું - શાહી પરિવાર પરીઓની દુનિયા જેવો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-09 11:53:42

બ્રિટનના શાહી પરિવારની નાની વહુ મેગન મર્કેલે ખુલાસો કર્યો હતો કે શાહી પરિવાર સાથે જોડાયા બાદ તેમની આઝાદી મહદઅંશે ઘટી ગઈ હતી. રૉયલ પરિવારમાં જીવન ખૂબ જ એકાકી હતું. તેમને મિત્રો સાથે લંચ પર જવાની પણ છૂટ નહોતી કેમ કે તેમને મીડિયામાં વધારે કવર કરવામાં આવતા હતા.

શાહી પરિવારથી અલગ થઈ ચૂકેલાં બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમનાં પત્ની મેગન મર્કેલે રવિવારે ચર્ચિત અમેરિકી ટીવી હસ્તી ઓપ્રા વિન્ફ્રેને આપેલા ઈન્ટરવ્યૂમાં મોટા ખુલાસા કર્યા. મેગને કહ્યું કે એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે હું સંપૂર્ણપણે પડી ભાંગી ગઈ હતી. હું જીવવા જ નહોતી માગતી અને આપઘાત કરી લેવા જેવા ખ્યાલો મગજમાં આવતા હતા. એવું લાગતું હતું કે ઈતિહાસનું પુનરાવર્તન થવાનું છે.

ડચેસ ઓફ સસેક્સ મેગન અનુસાર મને શાહી પરિવાર વિશે એટલી જ ખબર હતી જેટલું મારા પતિ હેરીએ મને જણાવ્યું હતું. લોકોને લાગે કે આ પરીઓની દુનિયા છે પણ સત્ય તેનાથી અલગ જ છે. મર્કેલે જણાવ્યું કે તેમણે શાહી લગ્નથી ત્રણ દિવસ પહેલાં જ લગ્ન કરી લીધાં હતાં.

19 મે 2018ના રોજ થયેલાં તેમના શાહી લગ્ન ફક્ત ઔપચારિકતા હતી. મેગને કહ્યું કે શાહી લગ્નના દિવસે તેમને ખબર હતી કે આ દિવસ હેરી અને તેમની જગ્યાએ દુનિયા માટે વધારે મહત્ત્વપૂર્ણ હતું.

શાહી પરિવાર રંગભેદ કરે છે, આર્ચી અશ્વેત હોવાથી અધિકાર ન મળ્યા
શાહી પરિવાર હેરી-મેગનના દીકરા આર્ચીને પ્રિન્સ બનાવવા માગતો હતો કેમ કે તેમને ડર હતો કે ક્યાંક તે અશ્વેત ન હોય. આર્ચીના જન્મ પહેલાં જ પરિવારે હેરી સાથે આ મામલે ચર્ચા કરી હતી, આ પીડાદાયક હતું. મેગને કહ્યું કે હું ગર્ભવતી હતી, તે સમયે નિયમ બદલી નખાયા. મને તેનાથી આંચકો લાગ્યો કેમ કે મુદ્દો ફક્ત ઉપાધિનો નહોતો, સુરક્ષા સંબંધિત પણ હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post