• Home
  • News
  • બ્રિટનમાં લાખો લોકો કામ પર ફર્યા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખ્યું
post

મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા અફડા-તફડી મચી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 10:27:18

લંડન: લંડનની મોટાભાગની અંડરગ્રાઉન્ડ ટ્રેનોમાં આવા જ ભીડના દૃશ્યો જોવા મળી રહ્યા છે. પીએમ જોનસને કહ્યું હતું કે જે લોકો ઘરેથી કામ કરવા અસમર્થ છે, તેઓ કામ પર ફરી શકે છે. મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા અફડા-તફડી મચી હતી. વોટરલૂ પર 45 ટકા અને વિક્ટોરિયો સ્ટેશને 25 ટકા વધુ લોકો પહોચ્યાં. ઘણાએ ફેસ માસ્ક પણ પહેર્યા નહતા. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થયું નહતું. પરિવહન મંત્રી ગ્રાન્ટ શેપ્સે ટ્રેનોમાં ભીડ અંગે ચિંતા વ્યક્ત કરી. 

અમેરિકા પછી બ્રિટન કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત

ત્યાર બાદ મેયર સાદિક ખાને ટ્વીટ કરી કે- લોકડાઉન હટાવાયું નથી. જેમણે મુસાફરી કરવી છે, તેઓ ફરજિયાતપણે માસ્ક પહેરે. સ્કોટલેન્ડની નેતા નિકોલા સ્ટર્જને લોકોને આટલી જલદી કામ પર ફરવા માટે મજબૂર કરવા અંગે ચિંતા વ્યક્ત કરી. અમેરિકા પછી બ્રિટન કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અત્યાર સુધી અહીં 32 હજારથી વધુ લોકોનાં મોત થઇ ગયા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post