• Home
  • News
  • દેશમાં ઘટી રહ્યા છે મોબાઇલ યુઝર્સ:બે મહિનામાં 54.77 લાખ લોકોએ મોબાઇલથી અંતર રાખ્યું, જિયો નંબર વન પર કાયમ
post

જિયો સાથે 14.14 લાખ અને એરટેલ સાથે 8.05 લાખ યુઝર્સ જોડાયા

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-20 18:04:03

નવી દિલ્હી: દેશમાં મોબાઇલ યુઝર્સની સંખ્યા સતત ઘટી રહી છે. છેલ્લા બે મહિનામાં 54.77 લાખ લોકોએ મોબાઇલથી અંતર જાળવ્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના અનુસાર ઓક્ટોબર 2022માં દેશભરમાં મોબાઇલ યુજર્સની સંખ્યા 114.36 કરોડ થઇ ગઇ છે. જ્યારે ઓગસ્ટમાં લગભગ 114.91 કરોડ મોબાઇલ યુઝર્સ હતા. સપ્ટેમ્બર માસમાં મોબાઇલ યુઝર્સની સંખ્યા 36.64 લાખ ઘટીને 114.54 કરોડ થઇ ગઇ હતી. તો ઓક્ટોબરમાં 18.13 લાખ મોબાઇલ યુઝર્સ ઓછા થયા છે.

જિયો સાથે 14.14 લાખ અને એરટેલ સાથે 8.05 લાખ યુર્સ જોડાયા
રિલાયન્સ જિયો ટેલિકોમ સેક્ટરમાં પોતાનો દબદબો જાળવી રાખતા અને પોતાની નંબર વનની પોઝિશન પર કાયમ છે. ઓક્ટોબરમાં જિયોએ 14.14 લાખ નવા યુઝર્સને પોતાના નેટવર્ક સાથે જોડ્યા છે. તેનાથી જિયો નેટવર્કની યુઝર્સની સંખ્યા વધીને 42.13 કરોડ પર પહોંચી ગઇ છે. તો ભારતીય એરટેલ સાથે ઓક્ટોબરમાં 8.5 લાખ નવા યુઝર્સ જોડાયા છે. ત્યાર બાદ એરટેલના ગ્રાહકોની સંખ્યા 36.50 કરોડ થઇ ગઇ છે.

વોડાફોન-આઇડિયાના યુજર્સ ઓછા થયા
વોડાફોન આઇડિયાના યુઝર્સ લગાતાર ઓછા તઇ રહ્યા છે. વોડાફોન-આઇડિયા કંપનીના 35.09 લાખ યુઝર્સે ઓક્ટોબરમાં નેટવર્કને છોડ્યું છે. આનાથી કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા 24.56 કરોડ રહી ગઇ છે. તો બીએસએનએલના 5.92 લાખ યુઝર્સ ઓછા થયા છે. આનાથી તેના યુઝર્સની સંખ્યા ઘટીને 10.86 લાખ રહી ગઇ છે.

જિયોના 36.85% માર્કેટ શેર
ટ્રાઇના અનુસાર ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયોના માર્કેટ શેર 36.66%થી વધીને 36.85% થઇ ગયા છે, જ્યારે ભારતીય એરટેલના માર્કેટ શેર 31.80%થી વધીને 31.92% પર પહોંચી ગયો છે. તો વોડાફોન-આઇડિયાની ભાગીદારી સપ્ટેમ્બરના મુકાબલે 21.75થી ઘટીને 21.48% રહી ગઇ છે.

દેશમાં 20,980 5G બેઝ સ્ટોશન લાગ્યાં
વાત કરીએ 5G સર્વિસની તો દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 26 નવેમ્બર સુધી 20,980 બેઝ સ્ટેશન લગાવવામાં આવ્યાં છે. સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે રાજ્યસભામાં શુક્રવારે એક સવાલના જવાબમાં બતાવ્યું હતું કે દેશમાં દરેક અઠવાડિયે 5Gના લગભગ 2500 નવા ટાવર લગાવવામાં આવી રહ્યાં છે.

સૌથી વધુ દિલ્હીમાં 5829 5G ટાવર લાગી ચૂક્યાં છે. દિલ્હીમાં 938 5G ટાવર એરટેલે લગાવ્યા છે, તો રિલાયન્સ જિયોએ 4891 ટાવર લગાવ્યા છે. અત્યાર સુધીમાં આઇડિયા-વોડાફોને દિલ્હીમાં 5G સેવાઓ માટે એક પણ ટાવર નથી લગાવ્યાં. દિલ્હી પછી સૌથી વધુ ટાવર મહારાષ્ટ્રમાં લાગ્યા છે. મહારાષ્ટ્રમાં 4051 5G ટાવર લાગ્યા છે. આવી સ્થિતિમાં એરટેલ અને રિલાયન્સ જિયોના ગ્રાહકો વધશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post