• Home
  • News
  • ચૌરી-ચૌરા શતાબ્દી સમારોહમાં મોદી:મોદીએ કહ્યું- સો વર્ષ પહેલા ચૌરી-ચૌરામાં માત્ર પોલીસ સ્ટેશનમાં જ આગ નહોતી લાગી, આ આગ લોકોના દિલમાં પણ લાગી હતી
post

ચૌરી-ચૌરાની ઐતિહાસિક ઘટનાને યાદ કરવા માટે ઉત્તરપ્રદેશ સરકાર આ વર્ષે શતાબ્દી સમારોહની ઉજવણી કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-04 12:17:00

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (4 ફેબ્રુઆરી) ગોરખપુરમાં ચૌરી ચૌરા કાંડના શતાબ્દી સમારોહની વિડિયો કોન્ફરન્સ દ્વારા શરૂઆત કરી છે. ઐતિહાસિક ઘટનાને યાદ કરવા માટે ઉત્તરપ્રદેશ સરકાર આ વર્ષે શતાબ્દી સમારોહની ઉજવણી કરી રહી છે.આ અવસરે એક પોસ્ટ ટિકિટ પણ જાહેર કરી છે.

મોદીએ કહ્યું કે, આ પવિત્ર ભૂમિ પર બલિદાન આપનાર દેશના સ્વતંત્રતા સંગ્રામને નવી દિશા આપનાર શહીદોને પ્રણામ કરું છું. સો વર્ષ પહેા ચૌરી-ચૌરીમાં જે બન્યું તે માત્ર આગ ચાંપી દેવાની ઘટના ન હતી. તે આંદોલન ઘણું વ્યાપક હતું, પહેલા જ્યારે પણ તેની વાત થઈ ત્યારે આ ઘટનાને તેને અગ્નિદાહ તરીકે જોવામાં આવી. આવું કેમ બન્યું તે પણ જોવું જરૂરી છે. તે આગ પોલીસ સ્ટેશનમાં નહોતી લાગી, લોકોના દિલમાં પણ લાગી હતી.

અંગ્રેજી હુકુમત તો સેંકડો સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવા માટે અડી ગઈ હતી, પણ બાબા રાઘવદાસ અને મહામના માલવીય જીના પ્રયાસોથી સેંકડો લોકોને ફાંસીથી બચાવી લેવાયા હતા.એવામાં આ દિવસ બાબા રાઘવદાસ અને મહામના માલવીય જીને યાદ કરવાનો પણ છે. આ કાર્યક્રમોમાં યુવાનો સ્પર્ધામાં પણ ભાગ લઈ રહ્યાં છે. તેમને સ્વતંત્રતાના ઘણા ન જોયેલા પાસા ખબર પડશે.

1922માં સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા પ્રદર્શનકારીઓએ ચૌરી ચૌરામાં એક પોલીસ ચોકીમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં 22 પોલીસકર્મી માર્યા ગયા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા.

હવે કાંડ નહીં, જનવિદ્રોહ કહેવાશે ઘટના
ચૌરીચૌરા વિદ્રોહને અત્યાર સુધી કાંડના રૂપમાં યાદ કરાતો હતો, પણ વડાપ્રધાન શહીદોના સન્માનમાં આજની નવી વ્યાખ્યા કરશે. હવેથી આ ઘટના જનવિદ્રોહી કહેવાશે.

ગોરખપુર ક્રાંતિકારીઓનો ગઢ હતું
જો કે, 13 એપ્રિલ,1919ના રોજ થયેલા જલિયાંવાલા બાગ કાંડ અને 4 ફેબ્રુઆરી 1922ના ચૌરી ચૌરાની ઘટના પછીથી જંગે આઝાદીમાં ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહિડી, અશફાક ઉલ્લાહ જેવા ક્રાંતિકારી વિચારધારા વાળા લોકો હારાવલ ટૂકડી તરીકે સામે આવ્યા હતા. આ તમામનું માનવું હતું કે, આઝાદી માત્ર અહિંસાથી તો નહીં મળે. આ દરમિયાન ગોરખપુર એવા ક્રાંતિકારીઓનો ગઢ બની ગયો હતો. કકોરી કાંડના આરોપમાં રામપ્રસાદ બિસ્મિલે ત્યાંની જેલમાં સજા કાપી. પછી 10 ડિસેમ્બર 1927ના રોજ તેઓ હસતા હસતા ફાંસીના ફંદા પર લટકી ગયા.

 

adv

Related News

post
post
post
post
post
post
post