• Home
  • News
  • મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ:PM મોદી બે દિવસના પ્રવાસ પર ઢાકા પહોંચ્યા, મોદી કોરોના વેક્સિનના 12 લાખ ડોઝ ભેટ તરીકે સાથે લઈને પહોંચ્યા બાંગ્લાદેશ
post

ઢાકામાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતુ.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-26 12:04:47

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ પર બાંગ્લાદેશ પહોંચ્યા છે. તેઓ શુક્રવારે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ રવાના થયા હતા. સવારે ઢાકાના હજરત શાહ જલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું વિશેષ વિમાન સવારે 10: 15 વાગ્યે પહોંચ્યુ હતું. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ રાષ્ટ્રીય ગીત વગાડીને મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેઓ કોરોના વેક્સિનના 12 લાખ ડોઝ ભેટ તરીકે લઈને બાંગ્લાદેશ પ્રવાસે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદી પાડોશી દેશના 50માં સ્વતંત્રતા દિવસ પર યોજાનારી સુવર્ણ જયંતિ સમારોહમાં સામેલ થશે.

મોદીએ ઢાકાના રાષ્ટ્રીય શહીદ સ્મારકની લીધી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઢાકાના રાષ્ટ્રીય શહીદ સ્મારક પર પહોંચ્યા હતા. અહીં મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ વિઝિટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની આઝાદીના પચાસ વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ અહીં એક છોડ પણ વાવ્યો હતો.

કોરોનાને કારણે વર્ષ 2020માં આ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો હતો
ગયા વર્ષે કોરોના સંક્રમણની શરૂઆત પછી વડાપ્રધાનની વિદેશ યાત્રા જે માર્ચ 2020માં રદ કરવામાં આવી હતી તે બાંગ્લાદેશ પ્રવાસની હતી. વડાપ્રધાન મોદી શેઠ મુજીબુર રહેમાન જન્મ શતાબ્દી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રથમ 17 માર્ચ 2020ના રોજ બાંગ્લાદેશનો પ્રવાસે જવાના હતા. જો કે, તેમણે કોવિડ-19 મહામારી વચ્ચે પોતાનાં વિદેશ પ્રવાસનો સિલસિલો શરૂ કરવા માટે માત્ર પડોશી દેશ બાંગ્લાદેશની પસંદગી કરી.

adv

Related News

post
post
post
post
post
post
post