• Home
  • News
  • મોહન યાદવ MPના નવા સીએમ:ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય; ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે
post

મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણ સીટથી ધારાસભ્ય છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-11 17:07:41

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ બનશે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. ભોપાલમાં બીજેપીના પ્રદેશ કાર્યાલયમાં પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લગાવવામાં આવી હતી. મોહન યાદવ ઓબીસી વર્ગમાંથી આવે છે.

ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપવા માટે નિરીક્ષક મનોહર લાલ ખટ્ટર (CM હરિયાણા), ડૉ. કે. લક્ષ્મણ (રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપ ઓબીસી મોરચા) અને આશા લાકરા (રાષ્ટ્રીય સચિવ ભાજપ) ભોપાલ પહોંચ્યા હતા. અહીં ભાજપના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી.

જાણો મોહન યાદવ વિશે..

  • મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણ સીટથી ધારાસભ્ય છે.
  • ઉંમર - 58 વર્ષ, શૈક્ષણિક લાયકાત - B.Sc., L-L.B., M.A.(રાજકીય વિજ્ઞાન), M.B.A., Ph.D.
  • વ્યવસાય - વકીલ, વેપાર, ખેતી
  • કાયમી સરનામું - 180, રવીન્દ્રનાથ ટાગોર માર્ગ, અબ્દાલપુરા, જિલ્લો-ઉજ્જૈન
  • રાજકીય કારકિર્દી - 1982માં માધવ સાયન્સ કોલેજ સ્ટુડન્ટ યુનિયનના સહ-સચિવ, 1984માં પ્રમુખ હતા

adv

Related News

post
post
post
post
post
post
post