• Home
  • News
  • મની લૉન્ડરીંગ:હવે જીએસટીની વિગતો ED સાથે શૅર થશે, સરકારે જાહેરનામુ આપ્યું
post

સરકારે શુક્રવારે આદેશ જારી કરીને પીએમએલએની કલમ 66માં સુધાર કરીને જીએટીએ નેટવર્કનો અન્ય 26 એજન્સીઓની યાદીમાં સમાવેશ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-10 19:33:38

કેન્દ્ર સરકારે એક જાહેરનામુ બહાર પાડીને જીએસટી નેટવર્કને પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરીંગ એક્ટ (પીએમએલએ) હેઠળ આવરી લેવાની જાહેરાત કરી હતી. આ સાથે હવે જીએસટી નેટવર્કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો (ઇડી) અને ફાયનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઇયુ)ને વિગતો શૅર કરવી પડશે.

સરકારે શુક્રવારે આદેશ જારી કરીને પીએમએલએની કલમ 66માં સુધાર કરીને જીએટીએ નેટવર્કનો અન્ય 26 એજન્સીઓની યાદીમાં સમાવેશ કર્યો હતો. આ એવી એજન્સીઓ કે સંસ્થાઓ છે જેમણે ઇડી અને એપઆઇયુને મની લૉન્ડરીંગ સંબંધિત જાણકારી શૅર કરવી પડે છે.

જો કોઈ કંપની કે પેઢી દ્વારા વિદેશમાં શંકાસ્પદ લેણદેણ કરવામાં આવી હશે તો ઇડી અને એફઆઇયુ આ અંગે જીએસટી નેટવર્કને જાણ કરશે. હાલમાં જ નકલી જીએસટી રજિસ્ટ્રેશનને લગતા સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યા છે ત્યારે ઇડી દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post