• Home
  • News
  • મોરબી બ્રિજ દુર્ઘટનાઃ કોંગ્રેસના SITની તપાસ પર ગંભીર આરોપ, કલેક્ટર અને ચીફ ઓફિસર સામે કાર્યવાહીની માંગ
post

લલિત કગથરાએ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આક્ષેપ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-23 18:31:15

અમદાવાદઃ (Morbi)મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટતાં 135 જેટલા લોકોનાં મોત થયાં હતાં. (Bridge disaster)આ ઘટનામાં હવે કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદ કરીને આ ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને નિર્દોષ ગણાવ્યા છે. તે ઉપરાંત SITની તપાસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે.(Congress) તેમણે મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. (SIT Probe)કોંગ્રેસના નેતાઓ લલિત કગથરા, લલિત વસોયા અને ડૉ.કિરીટ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં લલિત કગથરાએ આક્ષેપ કર્યો હતો કે, બ્રિજ દુર્ઘટનામાં SITનો રિપોર્ટ એક તરફી છે. જેમાં અધિકારીઓને બચાવવા કોન્ટ્રાક્ટરોને હેરાન કરાયા છે. લલિત કગથરાએ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે.  

મોરબી કલેક્ટર અને નગરપાલિકા આ ગુના માટે જવાબદાર ગણાય

પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આક્ષેપ કર્યો હતો કે,આ દુર્ઘટના માટે નગર પાલિકા, કલેક્ટર,ચીફ ઓફિસર પણ જવાબદાર છે. જ્યારે દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો અંતિમ સમય હતો. આ દુર્ઘટના પર તંત્રના અધિકારીઓને બદલે કંપનીના કર્મીઓને જવાબદાર ઠેરવીને તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે. કલેક્ટરની સૂચના મુજબ એગ્રીમેન્ટના મુદ્દા નક્કી થયા હતા. મોરબી કલેક્ટર અને નગરપાલિકા પણ આ ગુના માટે જવાબદાર ગણાય. એગ્રીમેન્ટ ડ્રાફ્ટ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તૈયાર કરાયો હતો, જેમાં બધા સહમત હતાં. 

જો સાચી તપાસ નહીં થાય તો આંદોલન કરાશે

કગથરાએ વધુમાં ઉમેર્યું હતું કે, SITના રિપોર્ટ પ્રમાણે ફક્ત ઓરેવા કંપની તમામ બાબતો માટે જવાબદાર કેમ? એગ્રીમેન્ટ મુજબ કલેક્ટર અને મોરબી નગરપાલિકા જવાબદાર કેમ નહીં?  ચૂંટણીનું વર્ષ હોવાથી સરકારે કંપનીના માલિકની ધરપકડ કરી છે. આમાં ઓરેવાની જેટલી જવાબદારી છે એટલી જ કલેક્ટરની જવાબદારી છે. તો કેમ માત્ર ઓરેવા ગ્રુપને ટાર્ગેટ કરાઈ રહ્યું છે. SITએ માત્ર એક તરફી તપાસ કરીને ઓરેવા ગ્રુપને હોળીનું નાળિયેર બનાવવામાં આવ્યું છે. અમારી માંગ છે કે મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો સાચી તપાસ નહીં થાય તો આંદોલન કરાશે. સામાજિક સંસ્થાઓને એકત્ર કરી અમારી વાત સરકાર સમક્ષ મુકીશું. 

સરકારની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે

તે ઉપરાંત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું કે, સરકારે પોતાને બચાવવા માટે જયસુખ પટેલને બલિનો બકરો બનાવ્યો છે. અમે જયસુખ પટેલનો બચાવ નથી કરતાં, પરંતુ સરકારે જે ચાર્જ લગાડ્યા છે તે કલેક્ટર અને અધિકારીઓ સામે લગાવવા જોઈએ. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કહ્યું કે, હું લલિત ભાઈની વાતને સમર્થન આપું છું. અધિકારીઓને જવાબદારીમાંથી દૂર કરવામાં આવે છે. ઈરાદા પૂર્વક અવાજ દબાવાય છે. પોલીસે કલેક્ટરની કેમ પૂછપરછ કરી નથી, કલેક્ટરને એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. સરકારની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 

adv

Related News

post
post
post
post
post
post
post