• Home
  • News
  • ફ્રાંસમાં એક દિવસમાં 10 હજારથી વધારે કેસ સામે આવ્યા, ન્યૂઝીલેન્ડમાં નવા કોઈ કેસ નહીં; વિશ્વમાં 3.12 કરોડ કેસ
post

દુનિયામાં 9.64 લાખથી વધારે લોકોના મૃત્યુ, 2.28 કરોડથી વધારે લોકો સ્વસ્થ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-22 10:34:01

દુનિયામાં સંક્રમિતોના આંકડો 3.12 કરોડથી વધારે છે. સાજા થનારા દર્દીની સંખ્યા 2 કરોડ 28 લાખ 17 હજાર 541થી વધારે છે. બીજી બાજુ અત્યાર સુધી 9 લાખ 64 હજાર 764 મૃત્યુ થઈ ચુક્યુ છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. ફ્રાંસમાં સંક્રમણની બીજી લહેર સરકાર માટે ભારે પડી રહી છે. અહીં રવિવારે 10 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.

ફ્રાંસઃ હેલ્થ મિનિસ્ટ્રીનું નિવેદન
ફ્રાંસની હેલ્થ મિનિસ્ટ્રીએ રવિવારે રાત્રે એક નિવેદનમાં કહ્યું કે- દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજાર 569 નવા કેસ સામે આવ્યા છે. તેના એક દિવસ અગાઉ એટલે કે શનિવારે 13 હજાર 498 કેસ સામે આવ્યા હતા. આ સ્પષ્ટપણે સંક્રમણની બીજી લહેર છે અને સરકાર તેને લઈ કડક પગલા ભરવાની તૈયારી કરી રહી છે. રવિવારે વધુ 12 લોકોના સંક્રમણને લીધે મૃત્યુ થયુ હતું. ફ્રાંસમાં 31 હજાર 585 લોકોની અત્યાર સુધી મૃત્યુ થઈ ચુક્યુ છે. બીજી બાજુ, સંભવિત લોકડાઉન જેવા પગલાનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે.

ન્યૂઝીલેન્ડઃ કોઈ નવો કેસ નહીં
સોમવારે જારી નિવેદન પ્રમાણે ન્યૂઝીલેન્ડમાં રવિવારે કોઈ નવા કેસ સામે આવ્યા નથી. ઓકલેન્ડમાં ખાસ કરીને પ્રતિબંધોને લઈ સાવચેતી વધી રહી છે. તેનું એક કારણ એ છે કે અહીં અત્યારે અહી હજુ અનેક પર્યટક એવા છે જેમને આરોગ્ય સંબંધિત સમસ્યા છે. કેટલાકશહેરોમાં પ્રતિબંધ જારી રાખવામાં આવશે. તેમા સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાની જાણકારી આપશે. ન્યૂઝીલેન્ડમાં 1464 કેસ સામે આવી ચુક્યા છે અને 25 લોકોના મૃત્યુ થયા છે. ત્રણ સંક્રમિતોના હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

ચીનઃ 12 નવા કેસ
ચીનમાં ફરી એક વખત 12 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસ અગાઉ પણ અહીં 12 કેસ મળ્યા હતા. નેશનલ હેલ્થ ઓથોરિટીની તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તમામ કેસ તે લોકોના છે જે અન્ય દેશોથી ચીન પહોંચ્યા. 25 એવા કેસ પણ સામે આવ્યા છે કે જેમા સંક્રમણના લક્ષણ નથી મળ્યા. ચીનના હેલ્થ મિનિસ્ટ્રીએ શનિવારે જારી નિવેદનમાં કહ્યું કે વિદેશથી આવનારા લોકોનું ટેસ્ટિંગને લઈ નવી ગાઈડલાઈન જારી કરવામાં આવશે. આ કારણથી મોટાભાગના કેસમાં આ પેસેન્જર્સને લીધે સામે આવી રહ્યા છે અને તે ઉપરાંત સ્થાનિક સ્તરે લોકોનો સંપર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે.


બ્રિટનમાં વિરોધ વચ્ચે કડક નિયંત્રણો
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને શનિવારે દેશમાં કોરોનાને લગતા નવા નિયંત્રણોની જાહેરાત કરી હતી. દેશમાં સંક્રમણની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. લોકો સરકાર તરફથી જારી ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યા છે. હવે નિયંત્રણોનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. પોઝિટિવ આવ્યા તેમ છતાં સેલ્ફ આઈસોલેશનમાં નહીં જનારા લોકો પર 13 હજાર ડોલર (આશરે 9.56 લાખ રૂપિયા)નો દંડ લગાવવામાં આવશે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 3 લાખ 90 હજાર 358 લોકો સંક્રમિત છે. ખાસ વાત એ છે કે બગડતી સ્થિતિ વચ્ચે સરકારના પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post