• Home
  • News
  • દેશમાં 12,500થી વધુ હેન્ડીક્રાફ્ટ એકમો, લોકડાઉન બાદ હેન્ડીક્રાફ્ટ સેક્ટરમાં 40 લાખ લોકોને રોજગાર મળ્યો
post

દેશમાં 12,500થી વધુ હેન્ડીક્રાફ્ટ એકમો, લોકડાઉન બાદ હેન્ડીક્રાફ્ટ સેક્ટરમાં 40 લાખ લોકોને રોજગાર મળ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 09:55:06

કોરોના રોગચાળાના જોખમને પહોંચી વળવા માટે 200 જેટલા હેન્ડક્રાફ્ટ નિકાસ કરનારા એકમોએ ફેશન ફેસ માસ્કનું ઉત્પાદન અને નિકાસ શરૂ કરી દીધી છે. ઘણા વધુ એકમો પણ ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે હસ્તકળા એકમોને ફેશન ફેસ માસ્કના ઉત્પાદન અને નિકાસની મંજૂરી આપી છે. દેશમાં 12,500 થી વધુ હસ્તકળાના એકમો છે. તે સીધા જ આશરે 40 લાખ કારીગરોને રોજગારી આપે છે. લોકડાઉન દરમિયાન લગભગ બે મહિનાના શટડાઉન પછી હેન્ડીક્રાફ્ટ યુનિટ્સ શરૂ થવા લાગ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 4,000 એકમોમાં ઉત્પાદન શરૂ થયું છે. નિકાસ પ્રમોશન કાઉન્સિલ ઓફ હેન્ડીક્રાફ્ટ્સ (ઇપીસીએચ)ના ડિરેક્ટર જનરલ રાકેશ કુમારે વાતચીતમાં આ માહિતી આપી.

ઇપીસીએચ અનુસાર, કોરોના સંકટને કારણે, ગયા નાણાકીય વર્ષ 2019-20 માં રૂ. 25,027 કરોડ હેન્ડક્રાફ્ટ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી. આ ગત વર્ષ કરતાં 2% ઓછું છે. જ્યારે લક્ષ્ય આશરે રૂ. 30,000 કરોડ હતું. એપ્રિલ 2019થી ફેબ્રુઆરી 2020 સુધીમાં હેન્ડક્રાફ્ટની નિકાસમાં 15% થી વધુનો વધારો થયો છે. પરંતુ યુએસએ, ઇટાલી, સ્પેન, બ્રાઝિલ અને જાપાન જેવા દેશોના ઓર્ડર રદ થવાને કારણે માર્ચમાં લગભગ રૂ. 1000 કરોડના હેન્ડક્રાફ્ટ ઉત્પાદનોની નિકાસ થઈ શકી હતી. આના કારણે આખા વર્ષના નિકાસના આંકડા ઘટયા હતા. જીએસટી રિફંડ તાત્કાલિક પરત આપવા અરજી કરી છે. હેન્ડીક્રાફ્ટ સેક્ટરને મનરેગાના કાર્યક્ષેત્ર હેઠળ લાવવા કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે. આનાથી ઓછી કિંમતે હેન્ડક્રાફ્ટ ઉત્પાદનો તૈયાર કરી ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરી શકાશે. આગામી સમયમાં આ સેક્ટરમાં રોજગારી જાળવી રાખવા માટે સરકાર દ્વારા વધુને વધુ સહાય પુરૂી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

હેન્ડિક્રાફ્ટ નિકાસ સેગમેન્ટમાં દિવાળીમાં તેજી સંભવ
આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં, હેન્ડિક્રાફ્ટ ઉત્પાદનોની નિકાસ પાછલા વર્ષની તુલનામાં 8% રહી છે. વિદેશી બજારોના ઓછા ઓર્ડરને કારણે જૂનની નિકાસમાં ઘણો વધારો થવાની સંભાવના નથી. દિવાળીની આસપાસ હસ્તકલાના વ્યવસાયમાં તેજી આવે તેવી સંભાવના છે તેવો નિર્દેશ ઇપીસીએચના ડીજી રાકેશકુમારે કર્યો હતો.

સ્થાનિક બજારમાં હિસ્સો વધવાની સંભાવના
દેશમાં લગભગ રૂ. એક લાખ કરોડનું હેન્ડક્રાફ્ટ માર્કેટ છે. જેમાં ઘરેલું ઉત્પાદકોનો હિસ્સો આશરે 25% છે. કોરોના ચેપને કારણે દેશી અને વિદેશી પ્રવાસીઓની હિલચાલના બંધ થતાં જયપુર, આગ્રા અને ખજુરાહો સહિત દેશના વિવિધ શહેરોમાં ચાલતા હેન્ડિક્રાફ્ટ શોરૂમ્સને આંચકો લાગ્યો છે. દર વર્ષે 10,000 કરોડનો બિઝનેસ કરે છે.

હેન્ડક્રાફ્ટને મનરેગામાં સમાવવા સૂચન
ઘણા નિકાસકારોના હસ્તકલા એકમો બે મહિના બંધ રહ્યા હતા. આને ધ્યાનમાં રાખીને, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, તેમના વીજ બિલોમાં કાયમી ચાર્જમાંથી મુક્તિ, કામદારોના વેતનની અડધી રકમ અને વિવિધ ખર્ચ માટે રાહત પેકેજની માંગ કરાઇ છે. તેમજ જીએસટી રિફંડ તાત્કાલિક પરત આપવા અરજી કરી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post