• Home
  • News
  • તુર્કી-સીરિયામાં 36 હજારથી વધારે મોત:સીરિયા 12 વર્ષ બાદ મદદ માટે ખોલશે 2 બોર્ડર, તુર્કી ઉપર અબજો રૂપિયાનો ભાર
post

WHOએ સીરિયાને 110 ટન મેડિકલ સપ્લાય આપવાની ઘોષણા કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-14 19:31:16

તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલાં ભૂકંપે ખતરનાક તબાહી મચાવી છે. આ બંને દેશોમાં અત્યાર સુધી 36 હજારથી વધારે લોકોનું મૃત્યુ થઈ ગયું છે. આ દરમિયાન સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદે તુર્કી સાથે જોડાયેલી 2 બોર્ડર ક્રોસિંગ ખોલવાની ઘોષણા કરી છે. જેના દ્વારા UN ભૂકંપ સાથે જોડાયેલી રાહત સામગ્રી સીરિયા મોકલી શકે. આવતાં 3 મહિના સુધી દેશવાસીઓની મદદ માટે આ બોર્ડર ખુલ્લી રહેશે. 2011માં સીરિયામાં શરૂ થયેલાં સિવિલ વોર પછી પહેલીવાર આ સીમાઓ ખોલવામાં આવી છે.

આ પહેલાં સોમવારે સંયુક્ત રાષ્ટ્ર(UN)એ કહ્યું હતું કે આ દુર્ઘટનામાં ઉત્તર-પશ્ચિમી સીરિયામાં લોકોની મદદ કરવામાં આખી દુનિયા અસફળ રહી છે. આ વિસ્તારમાં આતંકીઓનો કબજો છે. UNના જણાવ્યા પ્રમાણે સીરિયામાં 53 લાખ લોકો બેઘર થઈ શકે છે. બંને દેશોમાં 9 લાખ લોકોને તરત ગરમ ભોજનની જરૂરિયાત છે.

ત્યાં જ, તુર્કીના એક બિઝનેસ ગ્રુપના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટનામાં દેશ ઉપર 84 બિલિયન ડોલર એટલે 6946 અબજ રૂપિયાના ખર્ચનો ભાર આવી શકે છે. જેમાં 70.8 બિલિયન ડોલર બિલ્ડિંગનું સમારકામ કરવામાં લાગશે. સરકારને 10.4 બિલિયન ડોલરનું નુકસાન થશે. દેશભરમાં કામ ઠપ થવાથી 2.9 બિલિયન ડોલરની હાનિ થશે.

સીરિયામાં રેસ્ક્યૂ ઓપરેશન છોડીને અનેક ટીમ પાછી ફરી રહી છે
અનેક દેશ સીરિયા બોર્ડર ઉપર રેસ્ક્યૂ ઓપરેશન છોડીને પાછી ફરી રહી છે. રવિવારે ઇઝરાયલે સુરક્ષા કારણોનો હવાલો આપીને પોતાની ટીમ હતજાલા ગ્રુપને ઇમરજન્સી ફ્લાઇટથી પાછી બોલાવી લીધી છે. આ પહેલાં જર્મની અને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના બચાવ દળને તુર્કીમાંથી બહાર કાઢી લીધું હતું.

જોકે, ઇઝરાયલ સહિત અનેક દેશોની ઇન્ટલિજેન્સ એજેન્સીને ઇનપુટ મળ્યા છે કે તુર્કી બોર્ડર ઉપર વિવિધ જુથોમાં હિંસક ઝડપ થવાની છે. જેથી ત્યાં પહોંચેલાં બચાવ કર્મચારીઓના જીવને જોખમ છે. જર્મનીના બચાવ દળે પણ જણાવ્યું કે ત્યાં ગોળીબાર થઈ રહ્યો છે. ત્યાં જ, તુર્કીના કહરામનમારસમાં રવિવારે મોડી રાતે 4.7 તીવ્રતાનો એક અન્ય ભૂકંપનો ઝટકો અનુભવ કરવામાં આવ્યો. તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ આવેલાં ભૂકંપ પછી ત્યાં સતત આફ્ટરશોક આવી રહ્યા છે જેથી લોકો પરેશાન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post