• Home
  • News
  • ભારતમાં મધ્યમવર્ગના ત્રણ કરોડથી વધુ લોકો ગરીબ થયા, આર્થિક સ્થિતિ વધુ ખરાબ થવાનું અને બેરોજગારી વધવાનું જોખમ
post

વેક્સિનેશનની ધીમી ગતિથી આર્થિક સમસ્યાઓ વધશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-19 10:18:00

નોએડાના આશીષ આનંદનું સ્વપ્ન ફેશન ડિઝાઈનર બનવાનું હતું. તે અગાઉ ફ્લાઈ એટેન્ડન્ટ હતો. તેણે સગા-સંબંધી પાસેથી પૈસા ઉધાર લઈને દિલ્હીની બહારના વિસ્તારમાં કપડાની દુકાન ખોલી હતી. તે ડિઝાઈન સૂટ, શર્ટ અને પેન્ટ વેચતો હતો. તેણે બારતમાં કોરોનાવાયરસના પ્રકોપ ફેલાવાના થોડા સપ્તાહ પહેલા ફેબ્રુઆરી, 2020માં દુકાન ખોલી હતી. દેશમાં દુનિયાનું સૌથી કડક લૉકડાઉન લાગુ થયાના બે મહિના પછી ભાડું ન ચૂકવી શકવાને કારણે દુકાન બંધ કરવી પડી હતી. આનંદ, તેની પત્ની અને બે બાળકો એ લોકોમાં સામેલ છે જેમના મધ્યમ વર્ગમાંથી ગરીબીમાં ધકેલાઈ જવાનું જોખમ છે. હવે કોરોનાની બીજી લહેરે કરોડો લોકોને મુસીબતમાં નાખ્યા છે. ગયા વર્ષે ભારતમાં લગભગ 3 કરોડ 30 લાખ લોકો ગરીબ થઈ ચુક્યા છે. પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર દુનિયાભરમાં કુલ 5 કરોડ 40 લાખ લોકો મધ્યમ વર્ગમાંથી નીચે ખસ્યા છે.

·         9 કરોડ 90 લાખ હતી ગયા વર્ષે મહામારીથી પહેલા ભારતમાં મધ્યમ વર્ગના લોકોની સંખ્યા

·         6 કરોડ 60 લાખ રહી ગયા છે, હવે મધ્યમવર્ગની વ્યાખ્યાના દાયરામાં. (સ્રોત પ્યૂ રિસર્ચ)​​​​​​​

મહામારીએ દેશમાં અનેક દાયકા દરમિયાન થયેલી પ્રગતિ પર પાણી ફેરવી દીધું છે. અગાઉ અનેક બુનિયાદી સમસ્યાઓ અને વડાપ્રધાન મોદીના ઉતાવળિયા નિર્ણયોથી લાગુ થયેલી નીતિઓ વિકાસમાં અવરોધરૂપ બની રહી છે. મેસાચુસેટ્સ એમહર્સ્ટ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર જયતી ઘોષનું કહેવું છે કે મહામારીથી આપણી આર્થિક પ્રગતિને જબરદસ્ત ધક્કો લાગ્યો છે.

બીજી લહેરે દેશ સામે કપરા વિકલ્પ મુક્યા છે. કેટલાક રાજ્યોમાં લૉકડાઉન લાગુ છે, છતાં મોદી સરકારે ગયા વર્ષ જેવું કડક લૉકડાઉન લાગુ કરવાના સંકેત આપ્યા નથી. એ સમયે 10 કરોડથી વધુ ભારતીય બેરોજગાર થયા હતા. અનેક અર્થશાસ્ત્રી મહામારીની સમસ્યાઓ માટે લૉકડાઉનને દોષી ઠેરવે છે. સરકારે અમેરિકા સહિત બીજા દેશોની જેમ સમાન ખર્ચ વધારવા માટે લોકોને રકમ આપી નથી.

મોદી સરકારે મહામારીનો સામનો કરવાના ઉપાયોને સાચા ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે, રસીકરણની વધતી ગતિ આર્થિકિ સ્થિતિ સારી થવાના સંકેત છે. અર્થશાસ્ત્રીઓએ આવતા વર્ષે પુનરાગમનની ભવિષ્યવાણી કરી છે. જોકે, રસીકરણની ધીમી ગતિ (ગયા સપ્તાહ સુધી 9 ટકાથી ઓછી વસતિને રસી અપાઈ હતી)થી આ અનુમાન ખોટા સાબિત થઈ શકે છે. અર્થતંત્ર માટે ભારતીય મધ્યમ વર્ગ અત્યંત મહત્ત્વનો છે.

અસરકારક આર્થિક તાકાત છે મધ્યમવર્ગ
ભારતીય મધ્યમવર્ગ અમેરિકા અને બીજા કેટલાક દેશોના મધ્યમવર્ગના લોકો જેટલો ભલે સંપન્ન ન હોય, પરંતુ તે એક અસરકારક આર્થિક તાકાત છે. પ્યુ રિસર્ચે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારની રહેણીકરણીનો દૈનિક ખર્ચ રૂ.750થી રૂ.3750 રાખ્યો છે. ભારતમાં 6 કરોડ 60 લાખ લોકો આ વ્યાખ્યાના દાયરામાં આવે છે. ગયા વર્ષે મહામારીથી પહેલાં તેમની સંખ્યા 9 કરોડ 90 લાખ હતી. વધતા મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને જ વોલમાર્ટ, એમેઝોન, ફેસબુક, નિસાન સહિત અન્ય વિદેશી કંપનીઓએ મોટું રોકાણ કર્યું છે.

ગરીબી, બેરોજગારીના મુદ્દે કોઇ ચર્ચા કરતું નથી
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના પ્રમુખ મહેશ વ્યાસ કહે છે કે, ભારતમાં ગરીબી, અસમાનતા, રોજગારનો અભાવ અને આવક, ઉપભોગમાં ઘટાડા અંગે કોઈ ચર્ચા કરતું નથી. આ માનસિકતામાં પરિવર્તન અત્યંત જરૂરી છે. વ્યાસ કહે છે કે, મોટા ભાગના ભારતીય ખાસ કરીને નાના કામદાર થાકી ચૂક્યા છે અને રોજગારની અછતથી હતાશ છે. જ્યાં સુધી આ સમસ્યા ઉકેલાશે નહીં, ભારતની પ્રગતિ અવરોધિત રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post