• Home
  • News
  • ટ્રમ્પે અમેરિકાની છવિ બદલી:વિદેશમાં મોટાં પદો પર અમેરિકાનું પ્રતિનિધિત્વ કરનારા મોટે ભાગે શ્વેત, 189 ડિપ્લોમેટ્સમાં માત્ર 3 અશ્વેત
post

પૂર્વ રાષ્ટ્રપતિ બુશના પહેલા કાર્યકાળ દરમિયાન 19 અશ્વેત એમ્બેસેડર હતા, જ્યારે ઓબામાના પહેલા કાર્યકાળમાં 18 અશ્વેત ડિપ્લોમેટ્સ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 09:41:10

બે દાયકા સુધી વિશ્વ સમક્ષ અમેરિકાની છવિ એવી રહી છે કે ત્યાં અપ્રવાસીઓ અને અશ્વેતોને એક જેવી શક્તિ મળે છે. પછી તે અમેરિકાના પહેલા વિદેશમંત્રી બનનાર ચેકમાં જન્મેલા મેડલીન અલબ્રાઇટ હોય કે પછી દેશના મુખ્ય ડિપ્લોમેટ બનનાર પ્રથમ અશ્વેત કોલિન પોવેલ હોય, જેમના પિતા જમૈકાના પ્રવાસી હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશનાં વિદેશમંત્રી રહેલાં કોંડોલીઝા રાઇસ અલાબામામાં મોટાં થયાં હતાં. રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના કાર્યકાળમાં 2005થી 2009 સુધી વિદેશમંત્રી રહેલાં કોંડોલીઝાને હિલેરી ક્લિંટનના સ્થાને લાવવામાં આવ્યાં હતાં. ત્યારે અધિકારીઓએ મજાકમાં ક્હયું હતું કે આ પદ એ શ્વેત પુરુષો માટે હતું, જેમનો 200થી વધુ વર્ષો સુધી તેના પર એકાધિકાર રહ્યો હતો.

2013થી 17 સુધી વિદેશમંત્રી રહેલા જોન કેરી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના બીજા વિદેશમંત્રી હતા, જેમણે સમગ્ર વિશ્વમાં અમેરિકાનાં સપનોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચાર વર્ષથી પણ ઓછા સમયમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સમગ્ર વહીવટીતંત્રને બદલી નાખ્યું. વિશ્વ સામે અમેરિકાની છવિ બદલાઈ ગઈ.

વિદેશમાં મોટાં પદો પર અમેરિકાનું પ્રતિનિધિત્વ કરનાર હવે મોટે ભાગે શ્વેત અને પુરુષ હોય છે. એમાં વિદેશમંત્રી માઇક પોમ્પિયો, રક્ષામંત્રી માર્ક એસ્પર, એટર્ની જનરલ વિલિયમ પી બેર અને ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયન સામેલ છે.

ગત મહિને રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં વક્તાઓએ ટ્રમ્પને રાષ્ટ્રપતિપદ માટે એક મજબૂત કેન્ડિડેટ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમનું કહેવું હતું કે ટ્રમ્પના વહીવટમાં ટોપ રેન્ક પર દરેક સમુદાય અને અશ્વેતોને સામેલ કરવામાં આવ્યા છે. જોકે હકીકત એનાથી ઊલટી છે.

નિક્કી હેલીના સ્થાને કેલી ક્રાફ્ટને રાજદૂત બનાવાયાં એક મહિલા અધિકારી કેલી ક્રાફ્ટ અત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ટ્રમ્પનાં રાજદૂત છે. તેમણે નિક્કી હેલીનું સ્થાન લીધું હતું, જે એક ભારતીય-અમેરિકન છે. હેલી ટ્રમ્પ પ્રશાસનમાં અલગ સમુદાયની એકમાત્ર અધિકારી હતાં.

કમલા હેરિસને બાઇડને રનિંગ મેટ તરીકે પસંદ કરી
ડેમોક્રેટિક ઉમેદવાર જોસેફ. આર. બાઇડન જુનિયરે કેલિફોર્નિયાના સિનેટર કમલા હેરિસને તેમના રનિંગ મેટ તરીકે પસંદ કર્યા છે. તેઓ અત્યારે ઉપરાષ્ટ્રપતિ ડેમોક્રેટિક કેન્ડિડેટ છે. તેમની પસંદગી કરીને તેમણે અમેરિકાની છવિને આગળ વધારવાની પોતાની તત્પરતા તરફ સંકેત આપ્યો.

જાન્યુઆરીમાં ગવર્નમેન્ટ અકાઉન્ટેબિલિટી ઓફિસના અભ્યાસમાં ગત દાયકાની સરખામણીએ 2018માં વિદેશ વિભાગમાં મહિલાઓ અને અશ્વેતોમાં સૌથી મોટી કમી સામે આવી હતી. અભ્યાસમાં સામે આવ્યું છે કે વિદેશ વિભાગમાં કામ કરનારા અશ્વેતો અથવા અલ્પસંખ્યકો શ્વેત લોકો સમાન શિક્ષણ, વ્યવસાય અથવા ઘણાં વર્ષોથી ફેડરલ સર્વિસમાં હોવા છતાં તેમનાં પ્રમોશનની શક્યતા ખૂબ ઓછી હતી.

શ્વેત લોકોને વધુ પ્રમોશન
ધ ન્યૂયોર્ક ટાઇમ્સે વિદેશ વિભાગના આંકડાના હવાલાથી જણાવ્યું હતું કે 2019ના નાણાકીય વર્ષમાં 80 અશ્વેત ફોરેન સર્વિસ અધિકારી અને નિષ્ણાતોને પ્રમોટ કરવામાં આવ્યા હતા. આ આંકડો 8023 ડિપ્લોમેટ્સમાંથી 1 ટકા છે, બાકીના 1496 ડિપ્લોમેટ્સને પ્રમોશન આપવામાં આવ્યાં હતાં. એમાં 108 હિસ્પેનિક (મધ્ય અને સેન્ટ્રલ અમેરિકાના દેશવાળા), 106 એશિયન અને 90 અન્ય અલ્પસંખ્યક સમૂહોના હતા. શ્વેત લોકોને સૌથી વધુ પ્રમોશન મળ્યું.

અમેરિકામાં અન્ય સમુદાયના 25થી ઓછા ડિપ્લોમેટ્સ હોવાના લીધે સરકારની ઘણી ટીકા કરવામાં આવી હતી. ત્યાર બાદ વિદેશ વિભાગે 1 સપ્ટેમ્બરે જાહેરાત કરી કે અલ્પસંખ્યક અરજદારો માટે ફેલોશિપની સંખ્યા 50 ટકા વધારવામાં આવી છે.

એક નિવેદનમાં પોમ્પિયોએ કહ્યું હતું કે ફેલોશિપ ટેલન્ટેડ અને ક્વોલિફાઇડ કેન્ડિડેટ માટે લાવવામાં આવી હતી, જે વિદેશસેવા માટે જાતીય, વંશીય, લૈંગિક, સામાજિક અને ભૌગોલિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે.

ટ્રમ્પના વહીવટીતંત્રમાં ઉચ્ચ પદો પર શ્વેત વધુ
વર્તમાન અમેરિકાના વહીવટીતંત્રમાં વિવિધતાની અછત સ્પષ્ટ દેખાય છે. અમેરિકન એકેડમી ઓફ ડિપ્લોમેસી અનુસાર, અત્યારે 189 અમેરિકન રાજદૂત વિદેશોના દૂતાવાસમાં કામ કરે છે. એમાંથી ત્રણ ડિપ્લોમેટ જ અશ્વેત છે અને ચાર હિસ્પેનિક છે. બુશના પહેલા કાર્યકાળ દરમિયાન 19 અશ્વેત એમ્બેસેડર હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post