• Home
  • News
  • મુકેશ અંબાણી ખરીદી રહ્યા છે 74 અબજ રૂપિયાના રોબોટ, કરાવશે આ કામ
post

એડવર્બના ડાયનેમો 200 રોબોટ્સનો જામનગર રિફાઈનરીમાં ઈંટ્રા-લોજિસ્ટિક્સ ઓપરેશનમાં ઉપયોગ થઈ રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-21 10:16:44

નવી દિલ્હી:

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તાજેતરમાં જ એડવર્બ ટેક્નોલોજીસ (Addverb Technologies)ને 1 બિલિયન ડોલર (આશરે 74 અબજ રૂપિયા)નો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર 5G ટેક્નોલોજીથી સજ્જ રોબોટ્સ માટે આપવામાં આવ્યો છે. તેનો ઉપયોગ રિલાયન્સની જામનગર રિફાઈનરીમાં કરવાની યોજના છે. 

રિલાયન્સે તાજેતરમાં ખરીદી ભાગીદારી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે થોડા સમય પહેલા જ રોબોટિક્સ સ્ટાર્ટઅપ Addverb Technologiesની 54 ટકા ભાગીદારીનું અધિગ્રહણ કર્યું હતું. આ સોદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (Reliance Retail Ventures Ltd) દ્વારા કરવામાં આવ્યો હતો. રિલાયન્સ રિટેલે આ ડીલ 132 મિલિયન ડોલર એટલે આશરે 985 કરોડ રૂપિયામાં કરી હતી. 

5G સાથે સંકળાયેલા પ્રયોગો કરશે રિલાયન્સ

જાણવા મળ્યા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ રોબોટ્સ દ્વારા 5G સાથે સંકળાયેલા એક્સપેરીમેન્ટ્સ પણ કરશે. પહેલેથી જ એડવર્બના ડાયનેમો 200 રોબોટ્સનો જામનગર રિફાઈનરીમાં ઈંટ્રા-લોજિસ્ટિક્સ ઓપરેશનમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ તમામ રોબોટ્સ 5Gથી સંકળાયેલા છે અને તેમને અમદાવાદ સ્થિત રિમોટ સર્વર વડે કંટ્રોલ કરવામાં આવે છે. આ માટે એડવર્બની ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ લીજનનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય 1 ટન પેલોડ કેપેસિટીવાળા ડાયનેમો રોબોટ્સનો ઉપયોગ બૈગિંગ લાઈન ઓટોમેશનમાં કરવામાં આવી રહ્યો છે. 

જાણો એડવર્બની યોજનાઓ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભાગીદારી ખરીદવામાં આવી ત્યાર બાદ સ્ટાર્ટઅપ કંપનીએ કહ્યું હતું કે, આ ડીલથી તેને અમેરિકા અને યુરોપના માર્કેટમાં ઉતરવામાં મદદ મળશે. આ સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી મળેલા પૈસા વડે તેને એક જ લોકેશન પર વિશાળ રોબોટિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા સંસાધન પણ મળશે. કંપની હોસ્પિટલ્સ અને વિમાન મથકો પર રોબોટ ડિપ્લોય કરવાની યોજના પર કામ કરી રહી છે. આ સોદાના કારણે તેમાં તેજી આવવાની સંભાવના છે.

નોએડામાં છે એડવર્બનો પ્લાન્ટ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શેર ખરીદવામાં આવ્યા ત્યારબાદ એડવર્બની વેલ્યુએશન 26.5થી 27 કરોડ ડોલર (આશરે 2000 કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે. કંપની હાલ નોએડા પ્લાન્ટમાં દર વર્ષે આશરે 10 હજાર રોબોટ બનાવી રહી છે. એડવર્બ રિલાયન્સ રિટેલને પહેલેથી જ સામાન પૂરો પાડી રહી છે. હવે એડવર્બના રોબોટ્સનો ઉપયોગ રિલાયન્સના વિભિન્ન ઉપક્રમોમાં મોટા પાયે થવાનો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post