• Home
  • News
  • મસ્કે ટ્વિટરની ચકલી ઉડાડી દીધી!:ટ્વિટરના લોગોમાં કૂતરું બેસાડી દીધું; ઇલોન મસ્કે કહ્યું- જોયું, મેં કીધું'તું એ કરી બતાવ્યું!
post

ઈલોન મસ્કે મંગળવારે ટ્વિટરનો લોગો બદલ્યો હતો. તેમણે ઓક્ટોબર 2022માં ટ્વિટરને ખરીદી લીધુ હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 18:17:49

ઈલોન મસ્કના હાથમાં ટ્વિટર આવ્યા પછી કોઈ ને કોઈ બબાલ કરે જ છે. હવે મસ્કે ટ્વિટરનો લોગો જ બદલી નાંખ્યો. ટ્વિટરની બ્લૂ કલરની ચકલી બદલી નાંખવામાં આવી છે અને કૂતરાનો પીળા કલરનો ચહેરો મૂકી દેવામાં આવ્યો છે.

મંગળવારે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર મોટો બદલાવ કર્યો છે. તેમણે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે. ટ્વિટરે વાદળી રંગની ચકલીના લોગોને દૂર કરીને ડોગનો લોગો લગાવ્યો છે. મસ્કે ટ્વીટમાં એક યુઝરને કહ્યું કે તેણે જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે.

અમેરિકન અબજોપતિ મસ્કે ગયા ઓક્ટોબરમાં ટ્વિટર ખરીદ્યું હતું. આ પછી મસ્ક ઘણા મોટા નિર્ણયોને લઈને ચર્ચામાં રહ્યા હતા. જેમાં બ્લુ ટિકનો ચાર્જ, કર્મચારીઓની છટણી, સીઈઓ પરાગ અગ્રવાલને હટાવવાનો સમાવેશ થાય છે.

નિર્ણયથી આશ્ચર્યચકિત યુઝર્સ, ટ્રેન્ડ થવા લાગ્યો DOGE
ટ્વિટરનો લોગો બદલાતાની સાથે જ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા અને આ બદલાવ અંગે એકબીજાને સવાલો કરવા લાગ્યા. એક યુઝરે પૂછ્યું કે શું દરેક વ્યક્તિ લોગો પર ડોગ જોઈ રહ્યો છે. થોડી જ વારમાં #DOGE એ ટ્વિટર પર ટ્વિટ કરવાનું શરૂ કર્યું. યુઝર્સને લાગ્યું કે કોઈએ ટ્વિટર હેક કર્યું છે. તેના થોડા સમય બાદ ઈલોન મસ્કે એક ટ્વીટ કર્યું, જેમાં સ્પષ્ટ થયું કે ટ્વિટરે તેનો લોગો બદલ્યો છે.

ટ્વિટરનો નવો લોગો DOGE શું છે?

સોફ્ટવેર એન્જિનિયર્સ બિલી માર્ક્સ અને જેક્સન પામરે 2013 માં બિટકોઈન જેવી અન્ય ક્રિપ્ટો કરન્સીની મજાક ઉડાડવા માટે ડોગકોઈનની શરૂઆત કરી હતી. મસ્કે અનેક પ્રસંગોએ તેને પોતાની મનપસંદ ક્રિપ્ટો કરન્સી ગણાવી છે. મસ્કે ફેબ્રુઆરી 2022માં ડોગકોઈનના સમર્થનમાં અનેક ટ્વીટ કર્યા હતા. તે સમયે તેણે પ્રથમ ટ્વીટમાં માત્ર 'DOGE' લખ્યું હતું.

બીજા ટ્વીટમાં મસ્કે લખ્યું- ડોગકોઈન લોકોનો ક્રિપ્ટો છે. કોઈ ઉચ્ચ, કોઈ નીચું નહીં ફક્ત DOGE. આ પછી આ ક્રિપ્ટો કરન્સીની કિંમત વધીને 5 સેન્ટ થઈ ગઈ હતી. મસ્કના ટ્વીટ પહેલાં તે ત્રણ સેન્ટ્સ પર ટ્રેડ કરી રહ્યો હતો.

ડિસેમ્બર 2020માં પણ તેમણે One Word: Doge ટ્વીટ કર્યું અને તેની કિંમતમાં 20%નો વધારો થયો. હવે ટ્વિટરના નવા લોગોમાં મસ્કે આ ક્રિપ્ટો કરન્સીમાં ડોગના ફોટોનો ઉપયોગ કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post