• Home
  • News
  • ઝકરબર્ગ સાથે કેજ ફાઈટ માટે મસ્કની ટ્રેનિંગ શરૂ:સાથી ફાઈટરે ​​ફોટો શેર કર્યો, કહ્યું- હું મસ્કના પાવર અને સ્કિલથી પ્રભાવિત છું
post

ફ્રીડમેને ટ્વિટર પર તસવીરો શેર કરી અને લખ્યું- હું મસ્કના પાવરથી પ્રભાવિત છું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-28 17:44:32

ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને મેટાના CEO વચ્ચેની કેજ ફાઈટ ચર્ચામાં છે. મસ્કે આ લડાઈ માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. ટ્રેનિંગની તસવીરો સામે આવી છે. આમાં, તે લોકપ્રિય પોડકાસ્ટર અને AI રિસર્ચર લેક્સ ફ્રીડમેન સાથે ફાઈટ કરી રહ્યા છે. ફ્રીડમેને ટ્વિટર પર તસવીરો શેર કરી અને લખ્યું- હું મસ્કના પાવરથી પ્રભાવિત છું.

મસ્કે હાલમાં જ ટ્વિટર પર ઝકરબર્ગને ફાઈટ માટે પડકાર ફેંક્યો હતો. ઝકરબર્ગે તેનો સ્વીકાર કર્યો હતો. ફ્રીડમેને બંને સાથે ટ્રેનિંગ કરી છે અને તેના ટ્વિટર હેન્ડલ પર તેના ફોટા અને વીડિયો શેર કર્યા છે.

કેજ ફાઈટ ચેલેન્જની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યાં થશે...

·         ઝકરબર્ગની કંપની મેટાએ ટ્વિટર જેવું પ્લેટફોર્મ લોન્ચ કરવાની વાત કરી હતી. આ પછી ડેઈલી મેલે એક અહેવાલ પ્રકાશિત કર્યો, જેની હેડલાઈન હતી- ટ્વિટરને ખતમ કરવાનો ઝકરબર્ગનો માસ્ટર પ્લાન સામે આવ્યો. આ રિપોર્ટ ટ્વિટર પર શેર થવા લાગ્યો. આવી જ એક પોસ્ટ પર ઈલોન મસ્કે ઝકરબર્ગને ચીડવતી ઈમોજી પોસ્ટ કરી હતી.

·         ઝકરબર્ગના નવા પ્લેટફોર્મને લગતી વધુ વિગતો મારિયો નાફવાલ નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવી હતી. ઈલોન મસ્ક પણ નાફવાલને ફોલો કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મેટાની નવી એપનું નામ 'થ્રેડ' હોઈ શકે છે. આના પર એક ટ્વિટર યુઝરે લખ્યું- મસ્ક સાવચેત રહો... મેં સાંભળ્યું કે ઝકરબર્ગ હવે જુ-જિત્સુ કરી રહ્યા છે.

·         અહીંથી કેજ ફાઈટ ચેલેન્જની શરૂઆત થઈ. મસ્કે પોસ્ટ પર જવાબ આપ્યો - હું કેજ ફાઈટ માટે તૈયાર છું. આ પછી ઝકરબર્ગે મસ્કને ફાઈટનું સ્થાન પૂછ્યું અને મસ્કે જવાબ આપ્યો - વેગાસ ઓક્ટાગન.

·         મસ્ક અને ઝકરબર્ગ વેગાસ ઓક્ટાગનમાં લડશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. મસ્કની પોસ્ટ પર કોમેન્ટ બોક્સ મીમ્સથી છલકાઈ ગયું છે. એક યુઝરે મસ્કની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે હલ્ક જેવો દેખાઈ રહ્યો છે.

 

મસ્ક ધ સ્ટ્રીટ ફાઈટર અને ઝકરબર્ગ જુ-જિત્સુ ચેમ્પિયન
52
વર્ષીય મસ્ક દક્ષિણ આફ્રિકામાં ઊછર્યા હતા. મસ્કે જણાવ્યું કે તેણે દક્ષિણ આફ્રિકામાં વાસ્તવિક હાર્ડ-કોર સ્ટ્રીટ ફાઈટ્સમાં ભાગ લીધો હતો. 39 વર્ષના ઝકરબર્ગ, એક એસ્પિરેશનલ MMA ફાઇટર છે જેણે પહેલેથી જ જુ-જિત્સુ ટુર્નામેન્ટ જીતી છે. તેણે હાલમાં મર્ફ ચેલેન્જ વર્કઆઉટ 40 મિનિટથી પણ ઓછા સમયમાં પૂર્ણ કર્યો હતો.

બંને સાથે ટ્રેનિંગ કરી ચૂકેલ ફાઇટરે શું કહ્યું...

મસ્કની ટ્રેનિંગની તસવીરો શેર કરતા ફ્રીડમેને લખ્યું- મેં એલોન મસ્ક સાથે થોડા કલાકો માટે ટ્રેનિંગ સેશન કર્યું. હું તેમનો સ્ટ્રેન્થ, પાવર અને સ્કિલથી ખૂબ પ્રભાવિત છું. ઈલોન અને માર્કને માર્શલ આર્ટ કરતા જોવું ખરેખર પ્રેરણાદાયક છે. જો તે બંને માર્શલ આર્ટની તાલીમ લે તો દુનિયા માટે સારું રહેશે. પરંતુ આ ટ્રેનિંગ ફાઈટ માટે ન હોવી જોઈએ.

ફ્રીડમેને ઝકરબર્ગ સાથે જુ-જિત્સુની ટ્રેનિંગ હતી, લખ્યું- આ મારો અને માર્ક ઝકરબર્ગ જુ-જિત્સુની ટ્રેનિંગનો વીડિયો છે. હું ઈલોન મસ્ક સાથે ટ્રેનિંગ માટે પણ ઉત્સુક છું.

જુ-જિત્સુ અને કેજ ફાઈટ શું છે?
જુ-જિત્સુ એ અનઆર્મ્ડ કોમ્બેટ અને ફિઝિકલી ટ્રેનિંગની જાપાની ટેક્નિક છે. કેજ ફાઈટમાં, બે ફાઈટર એક પાંજરાની અંદર લડે છે. ફાઈટર અનેક ફાઈટિંગ ટેક્નિક્સનો ઉપયોગ કરે છે. આમાં, માર્શલ આર્ટ મિશ્ર પ્રકારની જેવી કે બોક્સિંગ, કુસ્તી, જુડો, જુ-જિત્સુ, કરાટે, મય થાઈ જેવી ટેક્નિકોનો ઉપયોગ કરવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post