• Home
  • News
  • મ્યુચ્યુઅલ ફંડ્સે ન્યૂ ટેક કંપનીમાં જંગી રોકાણ કર્યું, નાયકા-ઝોમેટોમાં હોલ્ડિંગ 1,100 કરોડને પાર
post

મ્યુ.ફંડ્સ દ્વારા ટોપ-10 શેર્સની ખરીદીની યાદીમાં ઇન્ફોસિસ બીજા મહિને ટોચ પર

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-17 17:53:47

મુંબઇ: મ્યુચ્યુઅલ ફંડ્સે એપ્રિલમાં નવા જમાનાની બિઝનેસ વાળી કંપનીઓના શેર્સમાં જંગી રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેમાં ખરીદી એ સમયે કરવામાં આવી છે જ્યારે આ શેર્સમાં તેના 52 સપ્તાહના નીચલા સ્તરથી તેજીથી સુધારો જોવા મળ્યો હતો. ગત મહિને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ખરીદવામાં આવેલા ટૉપ-10 શેર્સની યાદીમાં નાયકા અને ઝોમેટો પણ સામેલ છે. ફંડ હાઉસે આ બે શેર્સમાં પોતાનું હોલ્ડિંગ એપ્રિલમાં 1,100 કરોડ રૂપિયાથી પણ વધુ વધાર્યું છે. નુવામા અલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.

આ રિપોર્ટ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ખરીદવામાં આવેલા ટોચના 10 શેર્સની યાદીમાં ઇન્ફોસિસ સતત બીજા મહિને ટોચ પર હતો. ફંડ હાઉસ દ્વારા આ શેર્સમાં નેટ 1,600 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. બીજા નંબર પર એનટીપીસી અને ત્રીજા નંબર પર આરએચઆઇ મેગ્નેસિટાના શેર હતા. તેમાં MF દ્વારા અનુક્રમે 720 કરોડ અને 690 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

ઝોમેટો: આ શેર્સમાં લાંબા સમય સુધી પ્રદર્શન નબળુ રહ્યા બાદ એપ્રિલમાં રિકવરી જોવા મળી હતી. માર્ચના અંત સુધીમાં શેરની કિંમત 50 રૂપિયા હતી જે એપ્રિલના અંત સુધીમાં વધીને 64 રૂપિયા પર પહોંચી ગઇ હતી. ફૂડ ડિલીવરી સેગમેન્ટમાં વધુ ગ્રોથની સંભાવનાઓને ધ્યાનમાં રાખતા અનેક બ્રોકરેજ ફર્મે આ સ્ટૉકને બાયનું રેટિંગ આપ્યું છે. જો કે ONDCને લઇને આકર્ષણ વધવાથી મે મહિનામાં ઝોમેટોના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

નાયકા: આ શેરમાં એપ્રિલમાં નવું નીચલુ સ્તર બનવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. સ્ટૉક લિસ્ટિંગથી અત્યાર સુધી તેની કિંમતમાં 65% સુધીનો ઘટાડો થયો છે. બ્રોકરેજ ફર્મ્સ દ્વારા નાયકાની સામે અનેક પડકારોને ધ્યાનમાં રાખતા સેલઅથવા હોલ્ડરેટિંગ આપ્યું છે. HDFC સિક્યોરિટીઝે વધતી હરીફાઇ, પ્રોડક્ટ્સ માર્જિન ઘટવા જેવા કારકોને જોતા આ શેર માટે ટાર્ગેટ કિંમત 110 રૂપિયા નક્કી કરી છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા આગામી સમયમાં પણ શેર્સમાં રોકાણ કરાશે તેવી શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post