• Home
  • News
  • મ્યાનમારની સેનાએ ભીડ પર બોમ્બ ફેંક્યા, 100નાં મોત:20 મિનિટ સુધી એર સ્ટ્રાઇક કરતી રહી સેના; UNએ કહ્યું- હુમલાનો રિપોર્ટ ચિંતાજનક
post

નજીકમાં રહેતા લોકોએ તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ વીડિયોમાં ચારેબાજુ મૃતદેહો દેખાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-12 19:00:53

મ્યાનમારની સેનાએ મંગળવારે જેટથી બોમ્બ ફેંક્યા અને ફાઇટર પ્લેનથી સતત 20 મિનિટ સુધી એર સ્ટ્રાઇક કરી. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, હુમલામાં 100થી વધુ લોકોનાં મોત થયાં છે, જેમાં મહિલાઓ અને બાળકો સામેલ છે.

પાજીગીનગર સાગાઈંગ પ્રાંતમાં છે. એ રાજધાની નેપિડોથી 260 કિમી દૂર છે. સેનાએ હુમલો ત્યારે કર્યો જ્યારે પાજીગી શહેરમાં પીપલ્સ ડિફેન્સ ફોર્સીસ (PDF)ની ઓફિસ ખોલી રહ્યા હતા. જોકે PDF દેશમાં મિલિટરી વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. હુમલાના સમયે 300થી વધારે લોકો ત્યાં હાજર હતા.

UNએ કહ્યું - આ આશ્ચર્યજનક છે
UNએ સેનાના હુમલાની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્કે કહ્યું હતું કે હવાઈ હુમલાના અહેવાલો ચિંતાજનક છે. હેલિકોપ્ટરમાંથી બોમ્બ છોડવામાં આવ્યા ત્યારે ઘણી સ્કૂલનાં બાળકો એક હોલમાં ડાન્સ કરી રહ્યાં હતાં.

પ્રત્યક્ષદર્શીએ કહ્યું- સેનાએ પહેલા બોમ્બ ફેંક્યા, પછી ફાયરિંગ શરૂ કર્યું
આ હુમલો બે વર્ષ પહેલાં થયેલા તખતાપલટ પછીનો સૌથી મોટો સૈન્ય હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. હુમલા દરમિયાન ત્યાં રહેલી એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે સવારે 7 વાગ્યે એક આર્મી જેટ ગામમાં આવ્યું. તેણે બોમ્બ ફેંક્યો, ત્યાર પછી કેટલાંય હેલિકોપ્ટરથી ફાયરિંગ શરૂ થયું. આ એર સ્ટ્રાઇક સતત 20 મિનિટ સુધી ચાલુ રહી.

નજીકમાં રહેતા લોકોએ તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ વીડિયોમાં ચારેબાજુ મૃતદેહો દેખાય છે. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, તેમણે મૃતદેહોની ગણતરી શરૂ કરી, પરંતુ તેઓ પૂરી કરી શક્યા નહીં, કારણ કે મૃતદેહોના ટુકડાઓ અલગ-અલગ જગ્યાએ ફેલાયેલા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post